શરીરમાં આવતી ખંજવાળ આપે છે સંકેત, જાણો માથાથી લઈને પગ સુધીની ખંજવાળનો શું હોય છે મતલબ

શરીરમાં આવતી ખંજવાળ આપે છે સંકેત, જાણો માથાથી લઈને પગ સુધીની ખંજવાળનો શું હોય છે મતલબ

આપણું શરીર એવું હોય છે જેમાં કોઈ બિમારી ના હોય તો પણ ખંજવાળ તો આવતી જ હોય છે. તે એકદમ સામાન્ય વાત છે. જોકે વધારે પડતી ખંજવાળ આવવી કોઈ ઇન્ફેક્શનનું કારણ પણ હોઈ શકે છે. વળી જો બિમારીના લક્ષણ ના હોય અને ફક્ત અચાનકથી શરીરમાં ખંજવાળ આવવા લાગે તો તેનું કારણ કંઈક બીજું પણ હોઈ શકે છે.

જ્યોતિષવિદ્યા અનુસાર સમુદ્રશાસ્ત્ર કહે છે કે શરીરના અલગ અલગ અંગો પર ખંજવાળ આવવાના ઘણા કારણો હોય છે. જો તમને પણ શરીરના કોઈ અંગ પર ખંજવાળ આવતી હોય તો તમને જણાવી દઈએ કે તેનો ખરેખર મતલબ શું હોય છે.

જમણા હાથમાં ખંજવાળ આવવી

જો કોઈ વ્યક્તિને અચાનકથી જમણા હાથમાં ખંજવાળ આવવા લાગે તો તેનો સંકેત ખૂબ જ સારો હોય છે. તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિને ધન લાભ થઈ શકે છે. વળી જો આ ખંજવાળ ડાબા હાથમાં આવે છે તો ધન હાનિનો સંકેત દર્શાવે છે. અચાનકથી પૈસા કોઈ જગ્યાએ છૂટી જવા અથવા તો વધારે પૈસા ખર્ચ થઈ જવા એ વાતની તરફ ઇશારો કરે છે.

આંખમાં ખંજવાળ આવવી

ઘણીવાર આંખમાં ખુબ જ ખંજવાળ આવવા લાગે છે. તે તમને ભલે પરેશાની આપતી હોય પરંતુ તેનો સંકેત સારો હોય છે. આંખમાં ખંજવાળ આવવી તેનો અર્થ એ થાય છે કે ધન પ્રાપ્તિ એટલે કે પૈસા મળવાનો સંકેત દર્શાવે છે. બની શકે છે કે તમને કોઈ જગ્યાએથી ઉતારા પેલા પૈસા પાછા મળી જાય અથવા તો કોઈ પ્રોપર્ટીના પૈસા કે પછી કોઈ જગ્યાએ રોકાયેલા પૈસા તમને પરત મળી શકે છે.

છાતી પર ખંજવાળ આવવી

જો કોઈ પુરુષની છાતી પર ખંજવાળ આવવા લાગે છે તો સમજી જવું કે તેમને જલ્દી તેમના પિતાની સંપત્તિ મળશે. તે પુરુષ માટે તો શુભ સંકેત છે પરંતુ તે મહિલા માટે સારો સંકેત હોતો નથી. જો કોઇ મહિલાની છાતી પર ખંજવાળ આવવા લાગે છે તો તે કોઈ બિમારીનો સંકેત દર્શાવે છે.

હોઠની પાસે ખંજવાળ આવવી

જો કોઈ વ્યક્તિને હોઠની પાસે ખંજવાળ આવવા લાગે છે તો તેનો સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે. હોઠ પર ખંજવાળ આવવાનો મતલબ છે કે વ્યક્તિને ખૂબ જ સારું ભોજન મળશે.

પગમાં ખંજવાળ આવવી

જો કોઈ વ્યક્તિના જમણા કે ડાબા કોઈપણ પગમાં ખંજવાળ આવવા લાગે તો તે ખૂબ જ શુભ સંકેત હોય છે. તેનો મતલબ થાય છે કે તે વ્યક્તિને કોઈ મુસાફરી પર જવાનો સંકેત હોય છે. તેમને કોઈ ફરવાવાળી જગ્યા પર અથવા તો પર્યટન સ્થળ પર જવાની તક મળી શકે છે. પગનો સંબંધ ચાલવાની સાથે હોય છે તેવામાં પગમાં આવનાર ખંજવાળ વ્યક્તિને કોઈ જગ્યાએ જવાનો સંકેત આપે છે.

પીઠ પર ખંજવાળ આવવી

જે વ્યક્તિને પીઠ પર ખંજવાળ આવતી હોય તેમણે થોડું સાવધાન થઈ જવાની જરૂર હોય છે. પીઠ પર ખંજવાળ આવવાનો મતલબ હોય છે કે તમારા ઘરમાં કોઈ બિમારી કે પરેશાની આવી શકે છે.

માથામાં ખંજવાળ આવવી

માથામાં ખંજવાળ ગંદકીના કારણે પણ આવી શકે છે પરંતુ જો માથું સાફ હોય તેમ છતાં પણ ખંજવાળ આવતી હોય તો સમજી જાઓ કે તમને તમારી ઓફિસમાં કોઈ મોટી ઉપલબ્ધી મળી શકે છે અથવા તો એવું પણ બની શકે છે કે તમારું પ્રમોશન પણ થઈ જાય. તેવામાં માથામાં ખંજવાળ આવવી સારો સંકેત દર્શાવે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *