હેન્ડરાઇટિંગથી જાણો પોતાના વ્યક્તિત્વ વિશે, લખાણથી ખુલી જશે બધા જ રહસ્ય

એક્સ્ટ્રા માર્કસ ફોર ગુડ હેન્ડ રાઇટિંગ… ભલે આ કોઈ એડ ની લાઈન હોય પરંતુ હકીકત તો એ છે કે બાળપણમાં હેન્ડરાઇટિંગ પર માર્કસ જરૂર મળતા હતાં. જ્યારે તમારું લખાણ સ્પષ્ટ હોય છે તો શિક્ષકને જવાબ વાંચવામાં સરળતા રહે છે. તેવામાં અભ્યાસની સાથે સાથે આપણને હંમેશા એ પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું લખાણ પણ સ્પષ્ટ અને સુંદર હોવું જોઈએ. જોકે મોટા થયા બાદ ધીરે ધીરે હેન્ડરાઇટિંગ સુધારવાના પ્રયાસો પણ ધીમા પડી ગયા.
હવે તમે વિચારી રહ્યા હશો કે આટલી જૂની અને સામાન્ય વાતની અહીંયા શા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. ખરેખર અમે તમને એ જણાવી રહ્યા છીએ કે જે હેન્ડરાઇટિંગની માટે તમને બાળપણમાં માર્કસ મળતા હતા અથવા તો ઠપકો સાંભળવા મળતો હતો તેનાથી તમારું વ્યક્તિત્વ પણ જાણી શકાય છે. તમને આશ્ચર્ય થયું હશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે.
લખાણ ખોલી દે છે વ્યક્તિત્વનું રહસ્ય
ઘણા લોકોનું માનવું છે કે લખાણ અને વ્યક્તિની પર્સનાલિટીમાં કોઈ સમાનતા હોતી નથી પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે તમે જેવું લખો છો તેના પરથી તમારા વ્યક્તિત્વના વિશે જાણકારી મળે છે. તમે કેવી રીતે લખો છો. જલદી કે ધીમું, સુંદર કે ખરાબ આ બધી જ વાતોથી તમારા વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે.
જયપુરમાં ૫૧ વર્ષીય એક કારોબારી છે. જેમનું નામ છે નવીન તોશનીવાલ જે સદીઓ જૂના હસ્તલેખનનું વિશ્લેષણ કરે છે. આવું કરવા પાછળ તેનું કારણ છે કે વ્યક્તિને તેમના વ્યક્તિત્વમાં સુધારો કરવામાં મદદ કરવી. નવીન રસાયણ એન્જિનિયર હતા પરંતુ હવે તે ગ્રાફ વિશ્લેષણ બની ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે હસ્તલેખન વિશ્લેષણ વાળી કળા લગભગ ૨૦૦૦ ઇસા પૂર્વ જૂની છે અને તે દર્શન શાસ્ત્રી અરસ્તુ સાથે સંબંધિત છે. તેમનું કહેવું છે કે અરસ્તુ એ જ વ્યક્તિના મન અને તેમના લખાણની રીતની વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો હતો.
નવીનએ કહ્યું કે હસ્તરેખાનું વિશ્લેષણ એટલે કે હેન્ડરાઇટિંગ એનાલીસીસ થોડા દિવસ પહેલા લોકોની નજરમાં આવી હતી. તે એક પ્રકારનું વિજ્ઞાન છે. જેના સહારે કર્મચારીઓની ભરતી, છાત્રોનું માર્ગદર્શન કરીને તેમના કરિયરની કાઉન્સ્લિંગ કરવામાં આવે છે અને તેમને સુધારવાની પણ કોશિશ કરવામાં આવે છે. તોશનીવાલા કહે છે કે હસ્તલેખન મન લેખન છે એટલે કે જે આપણું લખાણ છે તે ખરેખર મનનું લખાણ છે.
હસ્તલેખન જ મન લેખન
તેમણે કહ્યું કે આપણે પોતાના મનની ચીજોને કાગળ પર લખીએ છીએ. તેવામાં જો આપણે કોઈ વ્યક્તિના લખાણમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરીએ છીએ તો એવામાં આપણે તેમના ચરિત્ર અને વ્યક્તિત્વમાં પણ ફેરફાર લાવી શકીએ છીએ. જો લખાણમાં બદલાવ લાવવાનો હોય તો સપ્તાહમાં રોજ પાંચથી સાત મિનિટ સુધી જ અભ્યાસ કરવાનો હોય છે. લખાણની સાથે સાથે તે વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ બદલાવ આવી જશે.
નવીન કહે છે કે કોઈ વ્યક્તિનું લખાણ જોઈને તેમની બુદ્ધિમતા, દ્રઢ નિશ્ચયનું સ્તર, તેમની રચનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી, કલ્પનાશક્તિ અને સાથે જ એકાગ્રતા ક્ષમતાની વિશે જાણી શકાય છે. તેમણે જણાવ્યું કે લખાણનું વિશ્લેષણ કોર્પોરેટ, પ્લેસમેન્ટ સલાહકાર, તપાસ એજન્સી અને લગ્ન વિવાહમાં પણ ખૂબ જ મદદ કરી શકે છે. આપણે એ વાતને હળવાશથી કહી શકીએ નહી કે વ્યક્તિત્વ અને સુધારવામાં કેટલી મદદગાર સાબિત થઈ શકે છે. તેવામાં તમે હવે પોતાનું લખાણ પર ધ્યાન આપીને પોતાના વ્યક્તિત્વને સુધારવાની કોશિશ કરી શકો છો.