તમારું સોનુ અસલી છે કે નકલી આ ૫ સરળ રસ્તાઓ દ્વારા ઘરે જ કરો ઓળખ

તમારું સોનુ અસલી છે કે નકલી આ ૫ સરળ રસ્તાઓ દ્વારા ઘરે જ  કરો ઓળખ

ભારતીય પરંપરામાં જ્વેલરીનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને સોનાનાં આભૂષણો નું. લગ્નની સીઝન હોય કે કોઇ પણ તહેવાર હોય સોનાની માંગ હંમેશા રહે છે. સોનુ હજુ પણ લોકોની પહેલી પસંદ છે. પરંતુ તેની સાથે લોકોમાં તેની શુદ્ધતા વિશે ઘણી શંકા રહે છે. જ્યારે લોકો તેમની મહેનતનાં પૈસા થી સોનાની ખરીદી કરવા જાય છે ત્યારે તેની શુદ્ધતા વિશે સૌથી વધુ ચિંતા રહે છે. આવી બાબતમાં ડરથી નહીં પરંતુ કાળજીથી કામ લેવું જોઈએ. વાસ્તવમાં સોનુ અસલી છે કે નકલી ઓળખવું ખૂબ જ સહેલું છે. તેના માટે કેટલાંક સામન્ય ઉપાયો છે જેને તમે તમારી જાતે પણ અજમાવી શકો છો. અને તમારી મહેનતની કમાણીને નકલી સોના પાછળ ખર્ચ કરવાથી બચી શકો છો. તો આવો જાણીએ સોનાની શુદ્ધતા ચકાસવા માટેની કેટલીક સરળ રીતો.

જોકે સરકારે હોલમાર્ક ની જાહેરાત દ્વારા ગ્રાહકોને આ દિશામાં મોટા પ્રમાણમાં જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આમ છતાં પણ ઘણા લોકો પૈસા બચાવવાની લાલચમાં છેતરપિંડી કરનાર સોની ની વાત માં આવી જાય છે અને નકલી સોનું ખરીદી લે છે. જો તમે સ્થાનિક દુકાનમાંથી સોનાની ખરીદી કરી છે અને તેની શુદ્ધતા વિશે શંકા છે તો તમે આ ઉપાયો દ્વારા તેની શુદ્ધતાને ચકાસી શકો છો.

મેગ્નેટ ટેસ્ટ

તમે સોનાની શુદ્ધતા ને ચકાસવા માટે ચુંબક ટેસ્ટ કરી શકો છો. હકીકતમાં સોનુ ચુંબકીય ધાતુ નથી. એવા માં જો તમને તમારા સોનાનાં આભૂષણો વિશે કોઈ ચિંતા છે તો તે માટે એક મજબૂત ચુંબક લો અને તેને સોનાનાં આભૂષણો ને ચુંબક નજીક રાખો જો તમારા દાગીના ચુંબક તરફ થોડાં પણ આકર્ષાય છે તો તેનો અર્થ એ થયો કે તમારા સોનામાં ભેળસેળ છે. તેથી શરૂઆતથી જ તમારે ચુંબક ટેસ્ટ કર્યા પછી જ સોનું ખરીદવું જોઈએ.

એસીડ ટેસ્ટ

એસીડ થી પણ તમે નકલી સોનાની પરખ કરી શકો છો. તે માટે તમે સોના પર પીન થી  થોડો નાનો સ્ટ્રેચ કરો અને પછી તેનાં પર નાઈટ્રિક એસિડનું એક ટીપું મૂકો. જો સોનુ તરત જ લીલુ થઈ જાય તો તેનો અર્થ એ છે કે તમારું સોનુ નકલી છે. અને જો સોના પર કોઈ અસર ન થાય તો તમે ખાતરી કરી શકો છો કે તમારું સોનુ અસલી છે. કારણ કે એસીડ ની અસલી સોના પર કોઈ અસર થતી નથી.

સિરામિકની થાળી થી કરો ઓળખ

સીરામીક ની થાળી થી પણ તમે સોનાની શુદ્ધતાની ચકાસણી શકો છો. તે માટે બજારમાંથી સીરામીક ની થાળી લાવો અને તેના પર તમારા સોનાનાં દાગીના ઘસો. જો થાળી પર કાળા નિશાન થઇ જાય તો તમારુ સોનુ નકલી છે અને જો આછા સુવર્ણ રંગનાં નિશાન પડે તો તમારું સોનુ અસલી છે.

પાણીનો ટેસ્ટ

સોનાની શુદ્ધતાની તપાસ કરવાનો સૌથી સરળ રસ્તો છે જળ પરીક્ષણ. તે માટે કોઈ ઊંડા વાસણમાં લગભગ બે ગ્લાસ પાણી લો અને ત્યારબાદ થોડીવારમાં જો તમારું સોનુ તરવા લાગે તો તેનો મતલબ એ થયો કે તમારું સોનુ અસલી નથી. અને જો તમારા દાગીના ડૂબી જાય છે અને સપાટી પર બેસી જાય છે તો તે સોનુ અસલી છે. વાસ્તવમાં સોનુ ક્યારેય તરતું નથી પરંતુ ડૂબી જાય છે. ઉપરાંત તમને એ પણ જણાવી દઈએ કે અસલી સોનામાં ક્યારેક કાટ લાગતો નથી.

દાંતથી કરો ઓળખ

સોનાની શુદ્ધતા ઓળખવાનો એક રસ્તો એ પણ છે કે સોના ને તમારા દાંતની વચ્ચે થોડી વાર દબાવી ને રાખો. તે પછી જો તેના પર તમારા દાંતનાં નિશાન દેખાય તો તેનો મતલબ એ થયો કે સોનુ અસલી છે. હકીકતમાં સોનુ એ ખૂબ જ નાજુક ધાતુ છે. તેથી જ  દાગીના પણ ક્યારેય શુદ્ધ સોનાથી બનતા નથી. તેમાં કેટલીક અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે. આ ઉપાય કરતી વખતે આરામથી કરો કેમ કે જો સોનુ વધારે દબાવાઈ જશે તો સોનુ તૂટી પણ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *