જીવનની કેટલીક ઘટનાઓ સૂચવે છે કે, આપણી સાથે સારું થશે કે ખરાબ

દરેક વ્યક્તિનાં જીવનમાં દરરોજ કંઈક ને કંઈક ઘટનાઓ બનતી રહે છે. તે જોઈને ક્યારેક આપણે સારું અનુભવીએ છીએ તો ક્યારેક આપણી આસપાસ થતી ઘટનાથી આપણે અજીબ અનુભવીએ છીએ. સામાન્ય રીતે જોવા જઈએ તો આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એટલી વ્યસ્ત હોય છે કે આસપાસ થતી ઘટનાઓ વિશે વિચારવાનો ટાઈમ હોતો જ નથી. તેથી ઘણીવાર એવું બને છે કે, આપણે આસપાસ બનતી ઘટનાઓને નજર અંદાજ કરીએ છીએ. પરંતુ આપણે એ નથી જાણતા કે તે ઘટનો ને નજરઅંદાજ કરીને આપણે આપણા માટે અને આપણા પરિવાર માટે પરેશાની ઉભી કરીએ છીએ. વ્યક્તિની આસપાસ બનતી ઘટનાઓ નો કોઈ અર્થ જરૂર હોય છે. જેની આપણા જીવન પર અસર પડે છે. આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને આવી જ કેટલીક ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે સંકેત આપે છે કે આવનારા દિવસોમાં તમારી સાથે શુભ થશે કે અશુભ.ચાલો જાણીએ તેના વિશે
હાથમાંથી ખોરાકનું પડી જવું
ગૃહ લક્ષ્મી નાં હાથ માંથી વારેવારે ભોજન પડી જાય તો આ ઘટનાનો સંકેત એ થાય છે કે, આવનારા દિવસોમાં તમારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે. તેના હાથમાંથી વારેવારે ભોજન પડી જવું. દરિદ્રતા આવવાનો સંકેત સૂચવે છે. તેથી સમય રહેતા સાવધાન થઈ જાઓ.
દૂધ નું પડવું
જો તમે રસોડામાં દૂધ ગરમ કરી રહ્યા હોય અથવા કોઇ કારણોસર દૂધ જમીન પર વારેવારે ઢોળાઈ રહ્યું હોય તો તેનો સંકેત સારો નથી. જો આ ઘટના તમારી સાથે વારેવારે થઈ રહી છે તો તેનાથી તમારા ઘરમાં કંકાસ થવાની સંભાવના છે.
વેલણ નું તુટવુ
જો તમારા રસોડામાં અચાનકથી તમારૂ વેલણ તૂટી જાય છે તો આવું થવું અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે આગામી દિવસોમાં તમારા ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના છે.
માળો અથવા મધપૂડો
એવું માનવામાં આવે છે કે જો કબૂતર ઘરમાં માળો બનાવ્યો હોય અથવા ઘરમાં મધપુડો હોય તો આ ઘટના સારી નથી.
કરોળીયા ની જાળ
જો તમારા ઘરમાં કરોળિયા નું જાળ લાગેલું હોય તો આ શુભ માનવામાં આવતું નથી. તે સૂચવે છે કે પૈસા નાં લાભ નાં માર્ગ માં અવરોધ આવી શકે છે.
તૂટેલો અરીસો
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તૂટેલો અરીસો ઘરમાં રાખવો જોઈએ નહીં. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો તમારા ઘરમાં તૂટેલો અરીસો હોય તો તેને તરત જ હટાવી દો.
ચામાચીડિયા નું ઘરમાં આવવું
જો તમારા ઘરમાં ભુલથી પણ ચામાચિડિયું આવી જાય તો તે ઘટના અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે.