માં કે પત્ની એક પુરુષ પર કોનો વધારે હક ? કઈ રીતે નિભાવો આ સંબંધ જાણો સાચો જવાબ

માં કે પત્ની એક પુરુષ પર કોનો વધારે હક ? કઈ રીતે નિભાવો આ સંબંધ જાણો સાચો જવાબ

લગ્ન પછી જીવન અચાનક બદલાઈ જાય છે. ફક્ત છોકરા અને છોકરી પર જ નહીં પરંતુ પરિવારનાં બધા સભ્યો પર તેની અસર થાય છે. મોટાભાગે છોકરીઓ લગ્ન પછી સાસરીમાં કઈ રીતે એડજસ્ટ થાય છે તેના પર ઘણી ચર્ચાઓ થાય છે. પરંતુ લગ્ન પછી છોકરો માતા અને પત્ની વચ્ચે કઈ રીતે સંતુલન બનાવી રાખે તે વિશે બહુ ઓછી વાતો થાય છે.

સાસુ અને વહુ વચ્ચે તકરાર લગભગ નિશ્ચિત જ હોય છે. હવે આમાં બિચારો છોકરો ફસાઈ જાય છે. જો તે માતા નો સાથ આપે તો પત્ની ને ખરાબ લાગે છે અને પત્નીની વાત સાંભળે તો માતા ગુસ્સે થઈ જાય છે. આ રીતે છોકરો લગ્ન પછી માતા અને પત્ની વચ્ચેનાં  નાજુક સંબંધ માં ફસાઈ જાય છે.

આ દરમ્યાન ભારતીય પોલીસ કોન્સ્ટેબલ આશિષ મિશ્રા એ સોશિયલ મીડિયા પર આ  વાત પૂછી આ ટોપીક ને વધુ હવા આપી હતી. તેમણે ટ્વિટર પર પોતાના ચાહકોને પૂછ્યું હતું કે, એક પુરુષ પર સૌથી મોટો અધિકાર કોનો હોય છે ? માતાનો કે પત્નીનો. વિચારપૂર્વક જવાબ આપજો.

કોન્સ્ટેબલ આશિષ મિશ્રા નાં આ સવાલ પર ઘણા લોકો એ તેમનો મત આપ્યો. તેમાં ઘણા લોકો એ જવાબ આપ્યો કે, આ સવાલ પુરુષો માટે કોઈ ધર્મસંકટ થી વધારે અઘરો નથી. અને આ સવાલ માં વધારે જવાબ માતા તરફ આવ્યા. તે જ સમયે એક વ્યક્તિ એવા પણ હતા કે તેમણે એવો સચોટ જવાબ આપ્યો કે, આ ચર્ચા સમાપ્ત થઈ જાય. તેમણે લખ્યું કે એક પુરુષ પર પત્ની નો હક હોય છે અને એક દીકરા પર માતા નો હક હોય છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે, લગભગ છોકરાઓ પત્ની અને માતા વચ્ચે ઘઉં ની જેમ પિસતા હોય છે. માતા નો સાથ આપે તો તેને “મમા કા બોય”  અને પત્નીનો સાથ આપે તો તેને “જોરુ કા ગુલામ” જેવા ટેગ થી બિરદાવવામાં આવે છે. દીકરાની જિંદગીમાં જ્યારે કોઈ નવી સ્ત્રી દાખલ થાય છે ત્યારે માતા ઘણી વખત થોડો અસુરક્ષિતા અનુભવ કરે છે. તેને લાગે છે કે મારો પુત્ર મારા હાથમાંથી નીકળી રહયો છે. તે જ સમયે પત્ની ને લાગે છે કે, હું હંમેશા પરાઈ થઈને જ રહીશ અને મારા પતિ ફક્ત તેમની માતાનું કહવું  જ સાંભળશે.

તેથી પ્રશ્ન હજી બાકી છે એક પુરુષ પર માતા નો અધિકાર વધારે હોય છે કે પત્ની નો. અમારી વાત માનો તો એક પુરુષને આ સંકટમાંથી ફક્ત તેની પત્ની અને માતાની સમજદારી જ બહાર કાઢી શકે છે. તો આ બંને તેમની વચ્ચે ફસાયેલા પુરુષની સમસ્યાને સમજે અને તેના પર માનસિક તાણ ન આવવા દે તો આખું કુટુંબ સરળતાથી મળી ને જીવી શકે છે. આ વાત પર તમારો શું મત છે ?

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *