ઈમોશનલ ચીટીંગ પણ હોઈ શકે છે ખૂબ જ મોટો દગો, આ સંકેતોથી જાણો કે તમારા પાર્ટનર તો નથી ને ચિટર

ઈમોશનલ ચીટીંગ પણ હોઈ શકે છે ખૂબ જ મોટો દગો, આ સંકેતોથી જાણો કે તમારા પાર્ટનર તો નથી ને ચિટર

જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ. ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે આપણ ને દિલ અને આત્મા થી  તેનો પ્રેમ મળે. ઘણા સંબંધોમાં આ વાત હોતી નથી એવામાં કેટલાક લોકો સંબંધમાં રહેવા છતાં પણ પોતાને એકલા મહેસૂસ કરે છે. એક સમય એવો આવે છે કે, જ્યારે પાર્ટનર તરફથી લગાવ મહેસૂસ થવા નો બંધ થઈ જાય છે. એવામાં સાથે રહેવા છતાં પણ બે લોકો સાથે રહી શકતા નથી અને સંબંધમાં ગભરામણ થવા લાગે છે. તેને પાર્ટનર તરફથી ઈમોશનલ ચીટીંગ કહેવામાં આવે છે.ઘણીવાર પૂરી રીતે ઈમાનદારીથી સંબંધને નિભાવવા  છતાં પણ લગાવ ઓછો થઈ જાય છે. કારણ કે તમને પાર્ટનર તરફથી પ્રેમ મળતો નથી. જેની તમને આશા હોય છે. એવું પણ થઈ શકે છે કે, તમે તમારા પાર્ટનરને ઓળખી શકતા નથી અને તે તમને ઇમોશનલી ચીટ કરતા રહે છે.ભાવનાત્મક રૂપથી દગો દેવો તે પણ દગો જ કહેવાય છે. આ સંકેતોથી તમે જાણી શકો છો કે તમારા પાર્ટનર તમને ઇમોશનલી ચીટ કરી રહ્યા છે કે નહીં.

ત્રીજી વ્યક્તિને મહત્વ

જ્યારે બે લોકો નો સબંધ પરસ્પર આત્મા થી જોડાયેલો હોય ત્યારે દૂર હોવા છતાં પણ તેનો સંબંધ બગડતો નથી. બીજી તરફ જયારે ભાવનાત્મક રૂપથી પ્રેમ ખત્મ થઈ જાય છે ત્યારે કોઈ ત્રીજી વ્યક્તિ ની એન્ટ્રી સરળતાથી થઈ શકે છે. અને પાસે રહીને પણ તમે દૂર થઈ જાવછો.  જો તમારા બંને વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ ને લઈને ઝઘડો થતો હોય તમારા પાર્ટનર દરેક વખતે તમારી જ ભૂલ કાઢતા હોય તો તે એ વાતનો સંકેત છે કે, તમારાથી વધારે તેને કોઈ બીજાની ચિંતા છે. અને તે હવે કોઈ ત્રીજી વ્યક્તિ ને મહત્વ આપવા ઈચ્છે છે.

તમારા નારાજ થવાથી કોઈ ફરક ન પડે

પ્રેમમાં પડેલા બે લોકો એકબીજા થી નારાજ થવા પર એકબીજા ને મનાવે છે અને નારાજ થવું, મનાવું આ મીઠા ઝગડા થી પ્રેમ વધે છે. તેમજ બીજી તરફ કોઇ ત્રીજી વ્યક્તિ ને લઈને તમે નારાજ હોવ અને તમારી નારાજગીથી પાર્ટનરને કોઈ ફરક પડતો ન હોય તો તેનો મતલબ છે કે, ભાવનાત્મક રૂપથી તમે અલગ થઈ ચૂક્યા છો. તમે તેને ત્રીજી વ્યક્તિ થી દૂર રહેવાનું કહી રહ્યા હોવ છતાં પણ તે તેને મળવાનું ચાલુ રાખતા હોય તો તમારે સાવધાન થવાની જરૂર રહે છે.

પોતાના પર શંકા કરવી

જ્યારે તમારા પાર્ટનર પાસેથી પ્રેમની આશા રાખો છો  અને પ્રેમ નથી મળતો. ત્યારે તમને પોતાના માટે સારું લાગતું નથી. તમને લાગે છે કે, તમારામાં જ કોઈ કમી છે. તેથી તમારા પાર્ટનર તમારા તરફ આકર્ષિત થતા નથી. એ ધારણા થી બચવું. તે તમારી સાથે સંબંધમાં રહીને પણ એટ્રેકટીવ ફિલ કરી રહ્યા ન હોવ તો તેનો મતલબ છે કે, તમારા સાથી તમારા સાથે કોઈ સંબંધ રાખવા ઇચ્છતા નથી. અને કોઈ બીજા તરફ એટ્રેક્ટ થઈ ગયા છે. આ બાબતમાં પોતાના વિશે ખરાબ લગાવવાથી બચવું. સમજી લેવું કે, હવે તે કોઈ બીજાને પ્રેમ કરે છે.

સંબંધ ખતમ થવાનો છે

લગ્નનો સંબંધ હોય કે પ્રેમનો દરેક કપલ વચ્ચે ખૂબ જ ઝઘડો થતો હોય છે. પરંતુ તેનો સંબંધ એટલો મજબૂત હોય છે કે, ઝઘડાઓ થી સંબંધ પર અસર પડતી નથી. જો તમને એવું લાગે કે, તમારો સંબંધ પહેલા કરતાં મજબૂત રહ્યો નથી તે તમારા કરતા કોઈને વધારે ખાસ મહત્ત્વ આપે છે તો તે એ વાતનો  સંકેત છે તમારો સંબંધ ખૂબ જ જલદી ખતમ થવાનો છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *