ઝેર સમાન હોય છે સલાડમાં કાકડી અને ટમેટાનું કોમ્બિનેશન, પેટમાં જતાં ની સાથે જ થઈ જાય છે આ બીમારી

ભારતમાં જ્યારે ભોજન પીરસવામાં આવે છે તો તેની સાથે સલાડ જરૂરથી આપવામાં આવે છે. ભોજનની સાથે સલાડનું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. તેને ખાવાથી ભોજન પચવામાં મદદ મળે છે. જ્યારે પણ સલાડનું નામ આવે છે તો મગજમાં સૌથી પહેલા નામ કાકડી અને ટામેટાનું નામ આવે છે. મોટાભાગના લોકો આ બંનેને એક સાથે ભોજનમાં સલાડના રૂપમાં પીરસતા હોય છે.
કાકડી અને ટામેટાનું સેવન એક સાથે ન કરવું
તે વાતમાં કોઈ શંકા નથી કે કાકડી અને ટામેટા બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. જોકે તે તમને ત્યારે ફાયદો પહોંચાડે છે જ્યારે તમે તેને અલગ-અલગ સમય પર ખાવામાં આવે. જો તમે સલાડમાં તેનું એક સાથે સેવન કરો છો તો તે તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
થાય છે પેટની બીમારીઓ
ટેસ્ટ માં તો ટમેટા અને કાકડીનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને એક સાથે ખાવાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. વિશેષજ્ઞોનું માનવામાં આવે તો કાકડી અને ટામેટાંને સાથે ખાવાથી ગેસ, બ્લોટિંગ, પેટમાં દુખાવો, ઊલટી, થાક અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ છે કારણ
હકીકતમાં જ્યારે તમે કાકડી અને ટામેટાનું કોમ્બિનેશન ખાઓ છો તો એસિડ ફોર્મ થવા લાગે છે. તેનાથી બ્લોટિંગ થઈ શકે છે. એ જ કારણ છે કે પાચનક્રિયામાં દરેક ભોજન અલગ રીતે રિએક્ટ કરે છે. અમુક સરળતાથી અને જલ્દી પચી જાય છે, તો અમુકનાં પાચનમાં સમય લાગે છે. કાકડી પેટમાં જલદી પચી જાય છે, જ્યારે ટમેટામાં બી હોવાને કારણે તેને પચવામાં સમય લાગે છે.
કાકડી સામાન્ય રીતે તો ઘણા પોષક તત્ત્વોથી ભરેલી હોય છે, પરંતુ તેમાં અમુક એવા ગુણ પણ ઉપસ્થિત હોય છે જે વિટામિન-સી પ્રત્યે વિપરીત રીએક્ટ કરે છે. એજ કારણ છે કે કાકડી અને ટામેટાને એક સાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તે એક સાથે પેટમાં જઈને અલગ-અલગ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે.
ટમેટા અને દહીંનું કોમ્બિનેશન પણ ન ખાવું
અમુક લોકો ટામેટા, કાકડી અને દહીં મિક્સ કરીને રાયતુ બનાવવાનું પસંદ કરે છે. આ કોમ્બિનેશન પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ નુકસાનકારક છે. આ સિવાય સલાડમાં ટમેટા અને ભોજનમાં દહીં પણ એકસાથે લેવા જોઈએ નહીં.
ક્યારેક ખાવું સલાડ?
સલાડ ભોજન પહેલાં પણ ન ખાવું જોઈએ અને ભોજન બાદ પણ ન ખાવું જોઈએ. તેને ખાવાનો યોગ્ય અને હેલ્ધી ટાઈમ ભોજનની સાથે છે. આવું કરવાથી તમને ભોજન પચવામાં સરળતા થાય છે.