યોગગુરૂ સ્વામી રામદેવજી એ દવાઓની ઊંચી કિંમત પર આમિર ખાન ની સત્યમેવ જયતે ની કલીપ કરી શેયર

યોગગુરૂ સ્વામી રામદેવજી એ દવાઓની ઊંચી કિંમત પર આમિર ખાન ની સત્યમેવ જયતે ની કલીપ કરી શેયર

એલોપેથી ચિકિત્સા અને કોરોના ની દવા સાથે જોડાયેલ વિવાદ ચાલતા રહે છે તે પર યોગ ગુરુ સ્વામી રામદેવે એક વીડિયો શેયર કર્યો છે. તેમાં આમિર ખાન નો ટીવી શો સત્યમેવ જયતે માં દવાઓની ઉંચી કિંમતો પર ડોક્ટર સાથે વાતચીત કરી રહ્યા છે. બાબાએ પડકાર ફેંક્યો છે કે, હિંમત હોય તો આમિર ખાન વિરુદ્ધ મોરચો કરો.

યોગગુરૂ સ્વામી રામદેવ અત્યાર નાં દિવસોમાં મેડિકલ સાયન્સ પર આપવામાં આવેલા બયાન માટે ચર્ચામાં છે કે હાલમાં જ સ્વામી રામદેવે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન માં મેડિકલ સાયન્સને લઈને ૨૫ પ્રશ્નો કર્યા છે અને જવાબ માંગ્યા છે. રામદેવે એલોપેથીક ને લઈને વિવાદિત બયાન પણ આપ્યું છે. જેના લીધે તેમનો વિરોધ થવા લાગ્યો છે. હવે રામદેવે અભિનેતા આમિર ખાનની હોસ્ટિંગ વાળા ટીવી શો સત્યમેવ જયતે ની એક ક્લિપ શેયર કરી છે જેમાં એક દવા ની વધારે કિંમતો પર ખુલાસો કર્યો છે. બાબાએ આ કલીપ ની માધ્યમથી આમિર ખાનની વિરુદ્ધ મોરચો ખોલવા નો પડકાર આપ્યો છે.

આમિર ખાન વિરુદ્ધ મોરચો ખોલો

સ્વામી રામદેવ તાજેતરમાં જ તેમના ટ્વિટર પરથી એક વીડિયો ક્લિપ શેયર કરી છે. આ ક્લિપ ટીવી શો સત્યમેવ જયતે ની છે. તેમાં અભિનેતા આમિર ખાન ને મહેમાન સાથે વાત કરતાં જોઈ શકાય છે. ક્લિપમાં દવાઓની કિંમત વિશે વાત કરવામાં આવી છે. આ ક્લિપ શેયર કરતા રામદેવે કેપ્શન માં લખ્યું છે કે, જો આ મેડિકલ માફિયાઓ ની હિંમત હોય તો આમિર ખાન સામે મોરચો ખોલો. આ વીડિયો ને શેયર કરી સ્વામી રામદેવ નાં પડકાર નો એક જ અર્થ થાય છે કે જ્યારે ક્ષેત્ર તેમના નિવેદનો પર વિરોધ કરી શકે છે. તો પછી નફાકારક હોવાનો આરોપ લગાવતા આમીરખાન નાં શો ની સામગ્રી પર કેમ નહીં.

શું છે આ ક્લિપમાં

સ્વામી રામદેવ દ્વારા શેયર કરવામાં આવેલી સત્યમેવ જયતે ની આ ક્લિપમાં સમિત શર્મા ને કહેતા જોવા મળે છે કે, દવાઓની વાસ્તવિક કિંમત ઘણી ઓછી છે પરંતુ જ્યારે આપણે આ બજારમાંથી ખરીદીએ છીએ ત્યારે ૧૦ થી ૧૫ ટકા વધુ ચૂકવીએ છીએ. તે વધારે ભાવે વેચાય છે. ભારતમાં ૪૦ કરોડથી વધુ લોકો પોતાના માટે એક દિવસમાં બે વખત નું ભોજન પણ મેળવી શકતા નથી. શું તેઓ આ ખૂબ જ કીમતી દવાઓ પરવડી શકે છે? આમિર ખાન આશ્ચર્યજનક રીતે કહે છે ઘણા લોકો ઊંચા ભાવ હોવાના લીધે દવાઓ ખરીદી શકતા નથી. જેના જવાબમાં કહે છે હા આઝાદી નાં ૬૫ વર્ષ પછી પણ ભારતની ૬૫ ટકા વસ્તી ઉંચા ભાવના કારણે આવશ્યક દવાઓ લેવામાં અસમર્થ છે. ખાસ કરીને બ્લડ કેન્સર મેડિસિન નાં એક પેકેટ ની કિંમત ૧.૨૫ લાખ રૂપિયા છે. આ જ જેનરિક દવા દસ હજાર રૂપિયામાં પણ ખરીદી શકાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *