“યે રિશ્તા ક્યાં કહલાતા હૈ” માટે મોટી રકમ લે છે શિવાંગી જોશી, હાલમાં ગુજરાતમાં કરી પોતાના બર્થ-ડે ની ઉજવણી

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નાયરા નું પાત્ર કરતી અભિનેત્રી શિવાંગી જોષીનો હાલમાં જન્મદિવસ હતો. શિવાંગી આજે પોતાનો ૨૬મો જન્મદિવસ ઉજવી રહી છે. શિવાંગીનો જન્મ ૧૮ મે, ૧૯૯૫માં પુણેમાં થયો હતો. તે ટીવીની દુનિયામાં સૌથી ક્યુટ અભિનેત્રી છે. સોશિયલ મીડિયા ઉપર તેમની સારી ફેન ફોલોઈંગ છે. ગઇ રાતથી જ અભિનેત્રીને વિશ કરતા લોકોની લાઈન લાગી છે. એટલું જ નહીં સિરિયલ એ રિશતા કયા કહેલાતા હૈ ના સેટ ઉપર શિવાંગી જોષીને સરપ્રાઈઝ મળી છે.
ગુજરાતમાં શિવાંગી એ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. યે રિશ્તા કયા કહેલાતા હે નું શૂટિંગ ગુજરાત માં થઇ રહ્યું છે. સેટ પર શિવાંગી જોષી પોતાના બાકી કો-સ્ટાર્સ ની સાથે પણ ઉજવણી કરતી જોવા મળી છે, જેના ફોટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. ચાહકો તેમના ફોટા પર કૉમેન્ટ કરી તેમને વિશ કરી રહ્યા છે.
શિવાની જોશીએ ૨૦૧૩માં ખેલતે હે જિંદગી આંખ મિચોલી થી ડેબ્યૂ કર્યું હતું. આ શો માં તેમનો અભિનય ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને ઓળખાણ ટીવી સિરિયલ બેઈન્તેહા માં નિભાવવામાં આવેલ “આયત” નાં પાત્રથી મળી હતી.
બેઈન્તેહા સિરીયલ પછી શિવાંગી “બેગુસરાય” માં પણ જોવા મળી હતી. આ સીરિયલમાં તેમણે પૂનમ ઠાકોર નો રોલ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૬થી તે યે રિશ્તા કયા કહેલાતા હૈ સિરિયલ માં નાયરા નાં પાત્રમાં આવી રહી છે, તેમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને આ શો એ ટીઆરપી માં પણ જગ્યા બનાવી છે.
ખબરોનું માનીએ તો આ સીરિયલમાં શિવાંગીને ખૂબ જ મોટી રકમ આપવામાં આવે છે. તે એક દિવસમાં ૪૦ હજાર રૂપિયા ચાર્જ કરે છે. તે સિવાય તેની મોંઘી ગાડીમાં ફરવાનો શોખ છે. તેમની પાસે લેટેસ્ટ મોડલ જગુઆર છે, જેની કિંમત કરોડો માં છે.
શિવાંગીનું નામ મોહસીન ખાન સાથે પણ જોડાયું છે. શિવાંગી અને મોહસીન ખાને ૨૦૧૭માં એકબીજાને ડેટ કરવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એવા ખબર પણ સામે આવી હતી કે તે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે. મોહસીન ખાને કહ્યું હતું કે હવે તે શિવાંગીની સાથે નથી, પરંતુ તે બન્નેની મિત્રતા આજે પણ જોવા મળે છે.