આ ત્રણ ટેસ્ટ દ્વારા તમે ઘરે બેઠા જ સરળતાથી ઓળખી શકશો કે તમારું સૅનેટાઇઝર અસલી છે કે નકલી

આજથી થોડા સમય પહેલા કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે સૅનેટાઇઝર અને માસ્કની જરૂરિયાત આટલી હદ સુધી વધી જશે. ઘણા લોકોને તો એ પણ નહોતી ખબર કે સૅનેટાઇઝરનો વપરાશ કેવી રીતે કરવાનો પણ આપણા દેશમાં કોરોના વાયરસની મહામારી આવી અને સૅનેટાઇઝરનું મહત્વ દરેકને સમજાવવા લાગ્યું,

અને બજારમાં ઢગલાબંધ પ્રકારના સૅનેટાઇઝરના વેચાણ પણ શરૂ થઇ ગયા.

સુરક્ષા અને સાવચેતી માટે આપણે સૅનેટાઇઝર તો બજારમાંથી લઇ આવીએ છીએ પરંતુ તેની ગુણવત્તા વિશે આપણા મનમાં હજારો સવાલો ઉભા થતા હોય છે. આજે બજારની અંદર ક્યારેય ના સાંભળ્યા હોય એવી કંપનીના પણ સૅનેટાઇઝર વેચાય છે અને

ઘણા લોકો નકલી સૅનેટાઇઝર પણ વેચે છે, અને આપણી પાસે સૅનેટાઇઝર અસલી છે કે નકલી એ માપવા માટેનું કોઈ સાધન પણ હોતું નથી જેના કારણે આપણે જાણી નથી શકતા, પરંતુ આજે અમે તમને એવી ત્રણ રીત બતાવીશું જેના દ્વારા તમે સરળતાથી સૅનેટાઇઝર અસલી છે કે નકલી એ જાણી શકશો.

કેવું સૅનેટાઇઝર તમને વાયરસથી બચાવે છે:
સૌ પ્રથમ આપણે એ જાણવું જોઈએ કે કેવું સૅનેટાઇઝર તમને વાયરસથી બચાવે છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જે સૅનેટાઇઝરમાં 70થી 80 ટકા સુધી આલ્કોહોલ હોય એ જ સૅનેટાઇઝર વાયરસ સામે રક્ષણ આપવામાં અસરકારક છે. આવા સેનિટાઇઝરના નિર્માણમાં આરોગ્યને ધ્યાનમાં રાખીને, કેટલીક વિશેષ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે.

જેથી તમારા હાથ સંપૂર્ણ રીતે સાફ થઈ જાય અને તમારી ત્વચાને કોઈ નુકસાન ન થાય. પરંતુ આ બંને સુવિધાઓ બનાવટી અથવા બનાવટી સેનિટાઇઝરમાં જોવા મળતી નથી. અસલી સૅનેટાઇઝર ઓળખવાના આ ત્રણ ઘરેલુ રસ્તા ડોક્ટર ધ્વરા સૂચવવામાં આવ્યા છે જેના દ્વારા તમે સરળતાથી તેને ઓળખી શકશો.

ટોયલેટ પેપર ટેસ્ટ દ્વારા જાણી શકશો:
સૅનેટાઇઝરની ગુણવત્તા ચકાસવા માટે ટોઈલેટ પેપર અથવા ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરી શકો છો. આ માટે પેપર ઉપર પેનની મદદથી એક વર્તુળ દોરી લો. આ વર્તુળ પેપરની વચ્ચે બનાવવું. હવે આ વર્તુળ ઉપર સેનિટાઈઝરના થોડા ટીપા મૂકો. જો વર્તુળની સ્યાહી ફેલાઈ જાય તો સમજી લો કે તમારું સેનિટાઈઝર મિલાવટ વાળું છે અને તમારા હાથને સંપૂર્ણ રીતે ડિસઈન્ફેક્ટ કરવા માટે સક્ષમ નથી.

જો તમારું સૅનેટાઇઝર અસલી હશે તો સ્યાહી ફેલાશે નહીં અને સૅનેટાઇઝરથી પેપર પણ ભીનું થઈ જશે અને થોડા સમયમાં સૂકાઈ પણ જશે.

હેયર ડ્રાયર દ્વારા પણ ઓળખી શકાશે:
સૅનેટાઇઝરની અસલિયત તપાસવા માટે હેર ડ્રાયર પણ કામ આવી શકે છે તેના માટે થોડું હેન્ડ સૅનેટાઇઝર એક વાટકીમાં કાઢી લો. હવે તેને હેર ડ્રાયર ચાલુ કરી અને તેની મદદથી સૅનેટાઇઝરને સૂકવો. જો તમારું સૅનેટાઇઝર અસલી હશે તો તે માત્ર 3થી 5 સેકન્ડમાં સૂકાઈ જશે. જો સૅનેટાઇઝર નકલી હશે તો આટલા સમયમાં સૂકાશે નહીં અને વાટકીમાં જ રહેશે.

લોટ દ્વારા પણ જાણી શખશે:
લોટ ધ્વરા સૅનેટાઇઝરને ઓળખવા માટે 1 બાઉલમાં એક ચમચી લોટ લો. તેમાં થોડું સૅનેટાઇઝર ઉમેરો. હવે બંનેને સારી રીતે મિક્સ કરી લો. જો તમારું સૅનેટાઇઝર અસલી છે તો લોટ બંધાશે નહીં પરંતુ છુટ્ટો-છુટ્ટો રહેશે. જો સૅનેટાઇઝર નકલી છે તો પાણીથી જેમ આપણે લોટ બાંધીએ છીએ તેવી જ રીતે લોટ બંધાઈ જશે.
