પત્ની પાસે હોસ્પિટલમાં કેસ ફી માટે નહોતા 5 રૂપિયા, પતિએ તડપી તડપીને તોડ્યો દમ પછી જે થયું

દેશભરમાંથી એવા ઘણા કિસ્સા સાંભળવા મળે છે જેને જાણીને માનવતા ખરેખર શર્મસાર થઇ જાય, હાલમાં જ મધ્યપ્રદેશના ગુનામાં ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે. ગુના જિલ્લા હોસ્પિટલની બહાર મહિલા પોતાના પતિની સારવાર માટે લોકો પાસે મદદ માંગતી રહી, પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં અને આખી રાત ઈલાજ ના મળવાના કારણે તેના પતિનું મૃત્યુ થઇ ગયું હતું. ખાસ વાત તો એ છે કે જ્યાં લોકોની સારવાર માટે સરકાર મોટા મોટા દાવા કરી રહી છે ત્યાં આવી તસ્વીર માનવતાને શર્મસાર કરી નાખતી જોવા મળે છે.

બુધવાર સાંજે મહિલા પોતાના પતિને લઈને ગુના જિલ્લા હોસ્પિટલ પહોંચી હતી. ત્યાં તેની પાસે કેસ કઢાવવા માટેના પૈસા નહોતા. પૈસા ના હોવાના કારણે તેના પતિને દાખલ કરવામાં ના આવ્યો કે ના તેનો ઈલાજ પણ કરવામાં આવ્યો. મહિલા આખી રાત હોસ્પિટલની બહાર ઈલાજ કરાવવા માટે લોકો પાસે મદદ માંગતી રહી. પરંતુ કોઈએ તેનું ના સાંભળ્યું. અને છેલ્લે હોસ્પિટલની બહાર જ બીમારીથી પીડિત તેના પતિએ દમ તોડી દીધો.

આ સમગ્ર મામલો સામે આવતા જ ગુના જિલ્લા કલેકટર કુમાર પુરુષોત્તમે હોસ્પિટલ પ્રબંધન પાસે 24 કલાકની અંદર જવાબ રજૂ કરવા માટે પાત્ર લખ્યો છે. કમિશ્નર બીડી ઓઝાએ મામલાની જવાબદારી લીધી છે. આ સમગ્ર મામલાની તપાસ કરાવવાની વાત પણ કહેવામાં આવી રહી છે.