ગાડી ચલાવતા પિતાજીને જ્યારે હૃદય હુમલો આવ્યો અને નાના દિકરાએ જે કર્યું એ જોઈ ચોંકી જશો….

કહેવામાં આવે છે કે, ‘ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું.’ આવી જ કંઈક ઘટના કર્ણાટકમાં સામે આવી હતી. આ ઘટનાને વાંચીને ભલભલાની આંખમાં આંસુ આવી જાય છે. તો બીજી તરફ તેના દીકરાને વીરતાને સલમા ઠોકવાનું મન થાય છે.

કર્ણાટકના ટુમકારુમાં કંપનીથી દુકાનમાં પ્રેશર કૂકરની ડિલિવરી કરનારા શિવકુમારને કાર ચલાવતી વખતે બપોરે 12 વાગ્યાની આસપાસ હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયું હતું.આ ઘટના બની ત્યારે તેની સાથે તેનો 10 વર્ષીય પુત્ર પુનીર્થ પણ તેની હતો.

97 કિલોમીટર કાર ચલાવી ચૂકેલા શિવકુમારને ચાલુ કારે જ હાર્ટઅટેક આવ્યો ત્યારે બાજુમાં બેસેલો પુત્ર પુનીર્થઆ વાતને સમજી ગયો હતો. તેણે સમજદારીપૂર્વક સ્ટીરિંગ વ્હીલને એક તરફ ઘુમાવીને કારને રોડ સાઈડમાં રોકી હતી. આમ કરવાથી તેણે પોતાને ગંભીર અકસ્માતમાંથી બચાવ્યો હતો.

કારને એક બાજુ ઊભી રાખ્યા બાદ પુનીર્થ સમજી ગયો હતો કે તેના પિતાનું મૃત્યુ થયું છે. જેથી તે પિતાની બાજુમાં બેસીને રડતો રહ્યો હતો. પુનીર્થ કોરાટેગરે તાલુકાના અલ્લાસંદ્રા ખાતેની સરકારી પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણનો વિદ્યાર્થી છે. તને શાળામાં વેકેશન હોય તે પિતા સાથે ગયો હતો. જયારે તેનો નાનો ભાઈ એટલો નાનો છે કે તેના પિતાના મૃત્યુની ખબર નથી.

જણાવી દઈએ કે, શિવકુમારની પત્ની મુનીરનામ્મા ગારમેન્ટ કંપનીમાં નોકરી કરે છે. ફેક્ટરીવાળાએ શિવકુમારના મૃત્યુની જાણ થતા રજા જાહેર કરી દીધી હતી.