દરરોજ ફક્ત ૩૦ મિનીટ ચાલો, મળશે આ દરેક ફાયદા…

આપણી ચાલવાની ગતિ આપણા સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. વધારે ઝડપથી અને ધીમું બંને રીતે ચાલવાથી આપણા શરીરને ફાયદો થાય જ છે. જો તમે જમીને પછી ચાલવા માટે નીકળો ત્યારે એકદમ ધીમે ચાલવું જોઈએ. જમીને તરત પછી ક્યારેય પણ ઝડપથી ન ચાલવું જોઈએ.

તમે સંધ્યાના સમયે ચાલવા નીકળો તો તમારી ઘણી બધી સમસ્યાનો હલ મળી જાય છે. માનસિક તણાવ હોય તો તે પણ દુર થાય છે. રાત્રે જમીને ચાલવામાં આવે તો ઊંઘ પણ ખુબ જ સરસ રીતે આવી જાય છે. આ સિવાયના પણ ઘણા બધા ફાયદા છે, તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એ ફાયદા વિશે..

૩૦ મિનીટ નિયમિત ચાલવાના ફાયદા
- દરરોજ નિયમિત ફક્ત ૩૦ મિનીટ ચાલવાથી સ્નાયુઓ ની સ્ફુર્તિ અને શક્તિ વધે છે. સાંધા તેમ જ લીગમેન્ટ્સ સમૃદ્ધ બને છે.
- પેટ ના દર્દ માં રાહત મળે છે, પાચનશક્તિ સુધરે છે અને કબજિયાત માં ફાયદો થાય છે.

- ચાલવાથી ઊંઘ સારી આવે છે. અમુક લાભદાયી કેમિકલ્સ ઉત્પન્ન થતા મન ની પ્રસન્નતા જળવાય રહે છે અને જીવન આનંદદાયી બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હૃદય ના સ્નાયુઓ મજબૂત બને છે, અને હાઈ બ્લડપ્રેશર માં ફાયદો થાય છે. તેમન ચરબી અને વજન ઘટે છે.
- લોહી માં ગ્લુકોઝ નો વપરાશ વધતાં ડાયાબીટીસ ઘટે છે, અને દવા અથવા ઇન્સ્યુલિન નું પ્રમાણ ઘટે છે. જે લોકો ડાયાબીટીસ ના શરૂઆત ના તબક્કા માં હોય તેઓ આ રોગ ને વિલંબિત કરી શકે છે.

- ધ્રુમપાન,તમાકુ જેવા વ્યસન છોડવા માટે માનસિક શક્તિ વધે છે. લાભદાયી ગણાતું HDL કોલેસ્ટેરોલ વધે છે અને નુક્શાણકારી ગણાતું LDL કોલેસ્ટેરોલ અને ટોટલ કોલેસ્ટેરોલ ઘટે છે.
- હાડકા વધુ કેલ્શિયમ ગ્રહણ કરી શકે છે અને મજબૂત બને છે. હાડકા માં કેલ્શિયમ ઓછું થવાની પ્રક્રિયા (ઓસ્ટીયોપોરોસીસ ) ની પ્રગતી ધીમી પડે છે .

હૃદયરોગ કે અન્ય બીમારી ના દર્દીઓએ ડૉક્ટર ની સલાહ લઈને પછી તે પ્રમાણે ચાલવું. બહુ શ્વાસ ચડે કે અતિશય થાક લાગે તે પ્રમાણે ચાલવું નહિ. સ્વસ્થ વ્યક્તિઓ એ પેહલા દિવસ થી એક સામટુલાબું અંતર ચાલવાની કોશિશ ન કરવી. શરૂ માં માફકસર થોડું ચાલવું અને પછી ધીરે ધીરે અંતર અને ઝડપ વધારતા રહેવું.
