વૃષભ રાશિમાં બિરાજમાન છે પાપગ્રહ રાહુ, આ પ રાશિના લોકો માટે માટે રહેશે હાનિકારક, બચાવ માટે કરવા ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ પાપ ગ્રહ છે. તેને છાયા ગ્રહ પણ માનવામાં આવે છે. તેનું પોતાનું કોઈ વાસ્તવિક રૂપ નથી. જોકે આ ગ્રહ નો સ્વભાવ રહસ્યમયી છે. રાહુ પ્રધાન વ્યક્તિ શત્રુઓને પણ મિત્ર બનાવી લે છે. રાહુ વ્યક્તિને સાહસી બનાવે છે તેને કોઈ પણ વસ્તુનો ભય લાગતો નથી. વર્તમાન સમયમાં શુક્ર ની રાશિ વૃષભમાં રાહુ બિરાજમાન છે. અને આ રાશિમાં રાહુની સાથે અન્ય ૩ ગ્રહ પણ બિરાજમાન છે. સૂર્ય, બુધ, શુક્ર અને રાહુ બિરાજમાન છે. રાશિમાં રાહુની સ્થિતિ વૃષભ રાશિ ઉપરાંત અન્ય પ રાશિઓ પર વિપરીત અસર પાડી શકે છે. જે આ પ્રકારે છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો એ માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. કોઈ વ્યક્તિ પર જરૂરતથી વધારે વિશ્વાસ ન કરવો. વૈવાહિક જીવન માં પરેશાની બની રહેશે. તમારે સમજી-વિચારીને આર્થિક રણનીતિ બનાવવી.
સિંહ રાશિ
તમને કાર્યક્ષેત્રમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવનમાં તણાવ મહેસુસ કરી શકો છો. વ્યપારી વર્ગને રાહત મળશે. નુકશાનમાં ચાલી રહેલ વેપાર ગતિ પકડશે. તમારા ખર્ચાઓમાં વધારો થશે.
તુલા રાશિ
તમારી સંભાળી રહેવાની જરૂર રહેશે. કારણ કે, રાહુ તમારા દરેક કાર્ય માં વિધ્ન લાવી શકે છે. તમારે માનસિક તણાવ નો સામનો કરવો પડી શકે છે. ધન કમાવવા માટે શોર્ટકટ અપનાવવા થી નુકસાન થઈ શકે છે. સાસરા પક્ષ નાં લોકો સાથે સંબંધ સારા રહેશે.
વૃશ્ચિક રાશિ
તમારે કોઈપણ પ્રકારની લેવડદેવડ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી જરૂર છે. રાહુ નાં અશુભ પ્રભાવથી તમારે દાંપત્ય જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વેપાર માટે આ વર્ષ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ
તમારે કષ્ટો નો સામનો કરવો પડી શકે છે. પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ જીવનમાં પરેશાનીઓ આવશે. જો કે આવકમાં વધારો થવાની સંભાવના છે. સંતાન પ્રત્યે ચિંતા રહેશે. તેને શિક્ષણમાં રુકાવટ નો સામનો કરવો પડી શકે છે.