વર્ષો પછી હિના ખાને નીકાળ્યો ગુસ્સો, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો છોડવા પાછળ નું જણાવ્યું સાચું કારણ

વર્ષો પછી હિના ખાને નીકાળ્યો ગુસ્સો, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શો છોડવા પાછળ નું જણાવ્યું સાચું કારણ

હિનાખાન ટીવીની તે અભિનેત્રીઓ માંથી એક છે જે માત્ર સુંદર જ નથી. પરંતુ પોતાના દમ પર કોઈપણ શોને હિટ કરવાની શક્તિ ધરાવે છે. નાના પડદા પર પોતાની શૈલી દર્શાવ્યા પછી હિના ખાને બોલિવૂડમાં પણ ધમાલ મચાવી છે. હીના ખાને ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી કેરિયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં તેમણે સંસ્કારી વહુ અક્ષરા ની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર ની મદદથી તેણે દેશભર નાં લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

હિના ખાન અને તેમની સીરીયલ યે રિશતા કયા કહેલાતા હૈ તે દિવસોમાં ખૂબ જ પ્રગતિ કરી હતી. પરંતુ તે દરમિયાન હિના ખાને પોતાના શોને અલવિદા કહ્યું. તે સમયે માનવામાં આવતું હતું કે, હિના ખાને પોતાની ઇમેજ બદલવા માટે આવું કર્યું છે. હવે હિના ખાને પોતે આગળ આવીને આ મુદ્દે નિવેદન આપ્યું છે.  હિના ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છોડવાનું વાસ્તવિક કારણ જાહેર કર્યું હતું.

એક ખાનગી અખબાર સાથેની વાતચીત દરમિયાન હિના ખાને કહ્યું હતું કે, આઠ વર્ષના કાર્ય પછી જ્યારે મેં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડ્યો ત્યારે તે સમયે મારા મનમાં કોઈ દુવિધા પણ ન હતી મેં ક્યારેય વિચાર્યું નથી કે શો છોડવાથી મારી છબી બદલાઈ જશે. હું કોઈને બતાવવા માગતી નથી કે હું ખરેખર કેવી છું અને મારૂ વાસ્તવિક વ્યક્તિત્વ શું છે.

હિના એ વધુ માં કહ્યું કે, હું તે શોમાં કામ કરીને થાકી ગઈ હતી તે સમયે મારે વિરામ ની જરૂર હતી. આ પછી બિગ બોશ ૧૧ ના ઘરે જવાથી મારા માટે મોટું પરિવર્તન આવ્યું. મેં વિચાર્યું ન હતું કે મારા પર શું અસર થશે બીગ બોશ માંથી બહાર નીકળ્યા પછી મને ખબર પડી કે દેશના લોકો મારું બદલાયેલ રૂપ ને પસંદ કરી રહ્યા છે.

લોકોને મારો લુક અને નેચર ખૂબ જ પસંદ આવી રહ્યો  હતો. તેની સાથે જ અભિનેત્રી એ અનેક ખુલાસા કર્યા અને કહ્યું કે શો માંથી દૂર થયા પછી લોકોએ મને અલગ દૃષ્ટિકોણથી જોવાની શરૂઆત કરી. જ્યાં હું પહેલા પુત્રવધુ હતી. પછીથી તે દરેક માટે ફેશન દીવા બની ગઈ. મને અને મારા ફેશન સેન્સ ને પસંદ કરવામાં આવી. તેનાથી મને ખબર પડી કે મારે આવી રીતે જ આગળ વધવું જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *