વિતેલા જમાનાની અભિનેત્રી અરુણા ઈરાની આ અભિનેતાનાં પ્રેમમાં હતી પાગલ, તેના લીધે અરુણા ઈરાની પાસે ૩ વર્ષ સુધી કોઈ કામ નહોતું

બોલિવૂડમાં બ્રેકઅપ અને પેચઅપ ના સમાચાર હંમેશા સામાન્ય છે. ભલે આ સ્ટાર્સ પોતાના જીવનમાં આગળ વધી ગયા હોય, પરંતુ એક સમય હતો જ્યારે તેમની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી, એક એવી જોડી અભિનેત્રી અરુણા ઈરાની અને કોમેડિયન મહમુદની છે. અરુણા ઈરાની ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી છે. તેમણે મોટા પડદા સિવાય નાના પડદા ઉપર પણ કામ કર્યું છે. ફિલ્મ “ગંગા જમના” થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અરુણા ઈરાની હિન્દી સિનેમાની સાથે જ કન્નડ, ગુજરાતી અને મરાઠી ભાષામાં પણ લગભગ ૩૫૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મ ગંગા જમના માં અરુણા ઈરાની ચાઇલ્ડ આર્ટિસ્ટ રીતે જોવા મળી હતી. પરંતુ અભિનેત્રી તેમની પહેલી ફિલ્મ બોમ્બે ટુ ગોવા હતી. મહમુદની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની અપોઝિટ જોવા મળી હતી. આ ફિલ્મ સિવાય અરુણા ઈરાની અને મહમૂદે ફિલ્મ ઓલાદ, હમજોલી, નયા જમાના, ગરમ મસાલા અને દો ફૂલ માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં બંનેના અભિનયને ખુબ જ પ્રશંસા મળી હતી અને તેની વચ્ચે તે બંને વચ્ચે રોમાન્સનાં સમાચાર પણ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં હતા.
મહમુદ અને અરુણા ઈરાની નો સંબંધ
એક પછી એક ફિલ્મોમાં કામ કર્યા પછી અરુણા ઈરાનીનું નામ મહમુદની સાથે જોડાવા લાગ્યું. એવા સમાચાર હતા કે બંને એ લગ્ન કરી લીધા છે, પરંતુ પોતાના એક ઇન્ટરવ્યૂમાં અરુણા ઇરાનીએ કહ્યું હતું કે તમારો સંબંધ ખૂબ જ અલગ છે. અમે બંને સારા મિત્ર છીએ, એટલું જ નહીં મિત્ર થી પણ વધારે સારા છીએ. તમે લોકો તેને આકર્ષણ, દોસ્તી અથવા બીજું કંઈ પણ કહી શકો છો. પરંતુ અમે બંને ક્યારે લગ્ન કર્યા નથી. કારણ કે અમે બંને ક્યારેય પ્રેમ કર્યો નથી. જો અમે બંને પ્રેમ કર્યો હોય તો અમારો સંબંધ આગળ જરૂર વધારેલ હોત, પરંતુ પ્રેમ ક્યારે પૂર્ણ નથી થતો અને તે હંમેશા સાથે રહે છે. ત્યારબાદ અરુણા કહે છે કે પોતાના પહેલાના સમયને તે ભૂલી ચૂકી છે. જણાવી દઈએ તો તે દિવસોમાં મહમુદ અને અરુણા ઈરાનીનો રોમાન્સ મીડિયામાં છવાયેલો હતો.
અરુણા ઈરાની પાસે ૩ વર્ષ સુધી ન હતું કોઈ કામ
અરુણા ઈરાની પોતાની ફિલ્મોની પસંદગીને લઈને મહમુદની સલાહ લેતી હતી. એજ કારણથી તેમની પાસે ૩ વર્ષ સુધી કોઈ ફિલ્મ મળી ન હતી. પરંતુ તે દરમિયાન લોકો તેમના અને મોહમુદના સંબંધને લઇને હંમેશા વાતો કરતા હતા. પરંતુ અરુણા હંમેશા તેને નજરઅંદાજ કરતી હતી. ત્યારબાદ અરુણા ઈરાની મહમુદ થી દૂર રહેવા લાગી અને તેમણે નક્કી કરી કે તે પોતાનું પૂરું ધ્યાન કારકિર્દી પર આપશે. રિયલ લાઇફમાં અરુણા ઈરાની ૪૦ વર્ષની ઉંમરમાં નિર્દેશક કુક્કું કોહલી સાથે લગ્ન કર્યા. અરુણા ઈરાની અને નિર્દેશક કુક્કુ કોહલીનાં પોતાના કોઈ બાળક પણ નથી.
નાના પડદા પર અભિનેત્રીએ કરી એન્ટ્રી
અરુણા ઈરાનીએ ઘણા વર્ષો સુધી ફિલ્મમાં કામ કર્યા બાદ નાના પડદા પર તેમણે એક થી એક ચડિયાતા પાત્ર કર્યા. ટીવી સીરિયલ કહાની ઘર ઘર કી, ઝાંસી કી રાની જેવા અનેક હિટ ટીવી શોઝમાં કામ કર્યું છે. નેગેટિવ પાત્ર સિવાય અરુણા ઈરાનીની માતાની ભૂમિકા ને લોકોએ ખૂબ જ પસંદ કરી છે.