વિષ્ણુ પુરાણ અનુસાર આ ૪ મહિલાઓ સાથે ક્યારેય પણ ના કરવા લગ્ન, જિંદગી અને ઘર બંને બરબાદ થઈ જશે

શાસ્ત્રો અનુસાર મનુષ્યનાં જીવનમાં ૧૬ સંસ્કાર હોય છે, તેમાંથી વિવાહ સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો કે એક સુખી વૈવાહિક જીવન પસાર કરવા માટે તમારું જીવન પણ યોગ્ય હોવું જોઈએ. એટલા માટે તમારે લગ્ન માટે એક એવી વ્યક્તિની પસંદગી કરવી જોઈએ, જે તમારા ઘર પરિવારને શાંતિ અને પ્રેમપૂર્વક સંભાળી શકે.
વિષ્ણુ પુરાણમાં મહિલાઓ વિશે અમુક ખાસ વાતો જણાવવામાં આવી છે, તેના અનુસાર ૪ વિશેષ પ્રકારની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા જોઈએ નહીં. આ મહિલાઓમાં અમુક એવી ખામી હોય છે, જે તમારા ઘરને બરબાદ કરી શકે છે. એટલા માટે જ્યારે પણ લગ્ન માટે કોઇ યુવતીની પસંદગી કરો તો સુનિશ્ચિત કરી લો કે તેની અંદર આમાંથી કોઈ ખામી ન હોય.
કટુ વચન વાળી મહિલા
જે સ્ત્રીની વાણી મધુર હોય છે, તેનાથી માં સરસ્વતી હંમેશા ખુશ રહે છે. તેવામાં તે સ્ત્રીની બુદ્ધિ ઘર પરિવારને સુખી કરવાની દિશામાં કાર્ય કરે છે. વળી કટુ વચન બોલવા વાળી સ્ત્રીનો સ્વભાવ પણ ખરાબ હોય છે. તેના ઘરમાં હોવાને કારણે અશાંતિ અને નેગેટિવ એનર્જીનું વાતાવરણ ઊભું થાય છે. એટલા માટે આવી મહિલાઓ સાથે લગ્ન કરવા જોઈએ નહીં.
લાંબો સમય સુવા વાળી મહિલા
જે ઘરની મહિલાઓ આળસુ હોય છે અને લાંબો સમય સુધી સુતી હોય છે, ત્યાં માં લક્ષ્મી વાસ કરતા નથી. મોડે સુધી સુવાથી ફક્ત બીમારીઓ પેદા થતી નથી, પરંતુ ઘરમાં આળસ અને નેગેટિવ વાતાવરણ ઊભું થાય છે. એક સ્ત્રીએ સવારે સૂર્યોદય થતાં પહેલાં ઊઠી જવું જોઈએ વળી સાંજના સમયે ઘરમાં સુવું જોઈએ નહીં.
એક જ ગૌત્ર અથવા પરસ્પર સંબંધ ધરાવનાર મહિલા
શાસ્ત્રો અનુસાર આપણે પરસ્પર સંબંધમાં અથવા એક જ ગૌત્રમાં લગ્ન કરવા જોઈએ નહીં. જે મહિલાનો સંબંધ તમારા માતા-પિતાનાં પરિવારમાં હોય તેની સાથે લગ્ન કરવા પાપ માનવામાં આવે છે. તે જેનેટિક બીમારીઓ થવાની સંભાવનાઓને વધારી દેતી હોય છે. શાસ્ત્રો અનુસાર માતાના પક્ષમાં પાંચમી પેઢી સુધી અને પિતાના પક્ષમાં સાતમી પેઢી સુધી સંબંધ ધરાવતી મહિલાઓ સાથે વિવાહ કરવા જોઇએ નહીં.
ખરાબ પુરુષ સાથે સંબંધ રાખવા વાળી
જે મહિલાના સંબંધ ખરાબ પુરુષ સાથે હોય તેની સાથે લગ્ન કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. આવી મહિલાઓ તે દુષ્ટ પુરુષ સાથે રહીને તેના જેવી જ બની ગઈ હોય છે. તે દુષ્ટ પુરુષ તે મહિલાનો અંગત લાભ માટે ફાયદો પણ ઊઠાવી શકે છે. તે સિવાય મહિલાના ચરિત્રમાં પણ દોષ આવી જાય છે. એટલા માટે આવી મહિલાઓ થી દૂર રહેવામાં જ ભલાઈ છે.