વીજળીનો કરંટ લાગવા પર કરો આ કામ, બચાવી શકો છો કોઈનો જીવ

વીજળીનો કરંટ લાગવા પર કરો આ કામ, બચાવી શકો છો કોઈનો જીવ

અકસ્માત તો ઘણા પ્રકારના બનતા હોય છે પરંતુ વીજળીનો કરંટ લાગવો ખૂબ જ ખતરનાક હોય છે. જે વ્યક્તિને કરંટ લાગે છે તે કાં તો મૃત્યુ પામે છે અથવા તો શારીરિક અને માનસિક રૂપથી કમજોર થઈ જાય છે. વીજળીના આ ઝટકાને ઈલેક્ટ્રીક શોક પણ કહે છે અને વરસાદના સમયમાં આવી ઘટનાઓ વધારે સાંભળવા મળે છે. વીજળીનો કરંટ લાગ્યા બાદ જો તેને તરત જ સારવાર ના મળે તો તેનાથી પીડિતને ખૂબ જ વધારે ક્ષતિ પણ પહોંચી શકે છે.

જ્યારે કોઈ વ્યક્તિને કરંટ લાગે છે તો કંઈ પણ સમજવાની કે વિચારવાની શક્તિ અમુક સમય માટે તો ખતમ જ થઇ જાય છે. વીજળીનો કરંટ લાગવો બીજા વ્યક્તિને પણ હેરાન કરી મૂકે છે અને તેને એ સમજાતું નથી કે તે કરંટ લાગનાર વ્યક્તિને કઈ રીતે બચાવી શકે અને સૌથી પહેલા તેને કઈ સારવાર આપે. પરંતુ વીજળીનો કરંટ લાગવા પર ઘણા એવા કામ હોય છે. જે તમે ઘરે જ કરી શકો છો. વીજળીનો કરંટ લાગવા પર જો તમે આ કામ કરશો તો જેને કરંટ લાગ્યો છે તેને થોડી રાહત મળશે.

વીજળીનો કરંટ લાગવા પર કરો આ કામ

  • જ્યારે તમે કોઈ વ્યક્તિને વીજળીનો કરંટ લાગતાં જુઓ તો તેમની પાસે જતા પહેલા આજુબાજુમાં જોઈ લો કે તેમની પાસે પાણી કે કોઈ લોખંડની વસ્તુ પડેલી છે કે નહી. તેનું કારણ એ છે કે વીજળીનો કરંટ પાણી અને લોખંડની વસ્તુમાં વધારે ફેલાય છે. જો તેમની પાસે એવી કોઈ વસ્તુ પડેલી હોય તો તમે પણ ત્યાં ના જાઓ. કારણ કે તમે તેને બચાવી તો નહી શકો પરંતુ તમે પોતે પણ તેમાં ફસાઈ જશો. તેના માટે સૌથી પહેલા તમારે ઇમરજન્સી નંબર પર ફોન કરવો જોઈએ.
  • જો તમારી આજુબાજુમાં કોઈને કરંટ લાગી જાય અને એમ્બ્યુલન્સને આવવામાં મોડું થઈ જાય અને તે વ્યક્તિ બેભાન છે તો તેમના મોઢામાં શ્વાસ ભરતાં રહો. તેના સિવાય તેમની છાતી પર પણ પ્રેશર આપતા રહો. જેનાથી તેમના હૃદયના ધબકારા ચાલતા રહે. તેવામાં પીડિતને સીધો સુવડાવીને તેમના પગને ઉપરની તરફ પણ કરી શકો છો.

  • જેવો તેમને કરંટ લાગતાં જુઓ તો તરત જ ઘરનો મેન સપ્લાય બંધ કરી દો. તેના માટે પાવર ઓફ કરવાની ડિવાઇસ અલગથી લાગેલી હોય છે. જો તમે આવું કરી શકતા નથી તો કોઈ સુકાયેલી લાકડીના ટેબલ પર ચડીને કોઈ બીજી લાકડીની મદદથી તે વ્યક્તિને કરંટથી અલગ કરવાનો પ્રયત્ન કરો. પરંતુ તે ધ્યાન રાખવું જોઈએ કે તમે બિલકુલ પણ તે કરંટ લાગેલ વ્યક્તિને સ્પર્શ ના થઈ જાઓ.
  • પીડિતને અલગ કર્યા બાદ તેને રિકવરીની સ્થિતિમાં સીધો સુવડાવી દો. આ આ સ્થિતિમાં વ્યક્તિ કોઈ એક પડખે હોય છે અને તેમનો એક હાથ માથાની નીચે અને બીજો આગળની તરફ હોય છે. તેનો એક પગ સીધો હોય છે અને બીજો વળેલ હોય છે. ત્યારબાદ તેના માથાને થોડું ઊંચકીને જોઈ લો કે તે શ્વાસ લઈ રહ્યો છે કે નહી.

  • વીજળીનો કરંટ લાગવા પર પીડિતને ક્યારેય પણ ધાબળો ના ઓઢાડો. જો તે વ્યક્તિ શ્વાસ લઈ રહ્યો છે અને થોડો બળી ગયો હોય તો તેને પાણીથી ધોઈ નાખો. જો તેના બળવાની જગ્યા પર લોહી નીકળી રહ્યું હોય તો તે લોહીને રોકવા માટે તે જગ્યા પર એક સાફ કપડું બાંધી દેવું યોગ્ય રહેશે.
  • કરંટ લાગવા પર ઘણીવાર તે ભાગ લકવાગ્રસ્ત બની શકે છે. તેનાથી બચવા માટે જો પીડિતને શ્વાસ લેવામાં, ઉધરસ કે બીજી કોઈપણ પ્રકારની ગતિવિધિના કોઈ સંકેત ના મળી રહ્યા હોય તો તેમને સીપીઆર (કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન) શરૂ કરી દેવું જોઈએ. આ ટેકનિકમાં તે વ્યક્તિનું હૃદય ઓછામાં ઓછું પ્રતિ મિનિટ ૧૦૦ વાર દબાવવામાં આવે છે અને આ પ્રાથમિક ચિકિત્સાથી કોઇ બેભાન કે મૂર્છિત વ્યક્તિના હૃદય અને ફેફસાઓને ફરીથી કામ કરતાં કરી શકાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *