વાસ્તુશાસ્ત્રમાં આ વૃક્ષોને માનવામાં આવે છે અશુભ, ઘરમાં તેને લગાવવાથી બની રહે છે દરિદ્રતા

વાસ્તુ શાસ્ત્ર માં કેટલાક એવા વૃક્ષો નું વર્ણન કરવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવું અશુભ ગણવામાં આવે છે. આ વૃક્ષો ઘરમાં હોવાથી દુઃખો નો વાસ થાય છે. અને ધનહાનિ પણ થાય છે. માટે ભુલથી પણ ઘરમાં આ વૃક્ષો રાખવાની ભૂલ ન કરવી. ચાલો જાણીએ તે વૃક્ષો વિશે
ખજૂર નું વૃક્ષ
વસ્તુ શાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં કે ઘરની આસપાસ ખજૂરનું ઝાડ હોય તેના જીવનમાં હંમેશા ગરીબી રહે છે. આ વૃક્ષ ને અશુભ ગણવામાં આવે છે. આ વૃક્ષ નાં આસપાસ હોવાને કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. માનવામાં આવે છે કે, આ વૃક્ષ આર્થિક પ્રગતિમાં રૂકાવટ પેદા કરે છે.
બોર નું વૃક્ષ
બોર નાં વૃક્ષને પણ અશુભ ગણવામાં આવે છે. આ વૃક્ષ નાં કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા પેદા થાય છે. આ વૃક્ષ પર કાંટા હોય છે. અને શાસ્ત્રોમાં કાંટાવાળા ઝાડ ને ઘરમાં રાખવાનું વર્જિત ગણવામાં આવે છે. કાંટાવાળા ઝાડ માંથી નકારાત્મક ઊર્જા વધે છે. તેથી તમારા ઘરમાં બોર નું વૃક્ષ લગાવવાથી બચવું.
આમલીનું વૃક્ષ
ઘર કે ઘર ની આસપાસ આમલીનું વૃક્ષ હોય તો તેને દુર કરવું. આમલી નાં વૃક્ષ માં ભૂતોનો વાસ હોય છે. એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં આ વૃક્ષ હોય છે ત્યાં રહેનારા લોકોનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે. અને ઘર પરિવારમાં સુખ શાંતિ રહેતી નથી. માટે આ વૃક્ષને ઘરમાં લગાવવાની ભૂલ કરવી નહીં.
મરચાં નો છોડ
ઘણા ઘરમાં શાકભાજી ઉગાડવામાં આવે છે તેમાં મરચાં નો છોડ પણ લગાવવામાં આવે છે. જો કે તે એક ભૂલ છે. શાસ્ત્રો અનુસાર મરચા નો છોડ ઘરમાં રાખવો જોઈએ નહીં. આ છોડ ઘરમાં નકારાત્મક પ્રભાવ છોડે છે. આ વૃક્ષ આસપાસ હોવાને કારણે નેગેટિવ એનર્જી બની રહે છે.
આ છોડ ને માનવામાં આવે છે શુભ
વસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જા હોવાથી પરિવાર નાં સભ્યોનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર રહે તેના માટે નીચે જણાવેલા છોડ ઘરમાં જરૂર લગાવવા. જેને વાસ્તુ શાસ્ત્રમાં શુભ ગણવામાં આવે છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં તુલસીનો છોડ છે. ત્યાં સુખનો વાસ થાય છે.
- મની પ્લાન્ટ ને ધન સાથે જોડીને જોવામાં આવે છે. જે ઘરમાં મની પ્લાન્ટ હોય છે ત્યાં પૈસાની તંગી ક્યારેય રહેતી નથી.
- અશોક નાં વૃક્ષ ને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. આંગણામાં આ વૃક્ષ હોવાના કારણે સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે.