વર્ષ ૨૦૨૧માં ધનવાન બનવા માટે જરૂરથી કરો આ ઉપાય, અઢળક થશે પૈસાનો વરસાદ

વર્ષ ૨૦૨૧માં ધનવાન બનવા માટે જરૂરથી કરો આ ઉપાય, અઢળક થશે પૈસાનો વરસાદ

કોઈપણ વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. રૂપિયા-પૈસા વગર જીવનની કલ્પના કરવી પણ લગભગ અશક્ય છે. જેથી તે કહેવું બિલકુલ અયોગ્ય નથી કે આજના ભૌતિકવાદી યુગમાં તમે પૈસાથી દુનિયાની દરેક ખુશી ખરીદી શકો છો. વર્ષ ૨૦૨૦ દરેક વ્યક્તિ માટે ઉતાર-ચઢાવ ભરેલું રહ્યું છે. વર્ષ ૨૦૨૦માં ફેલાયેલ કોરોના વાયરસ મહામારીને કારણે દરેક વ્યક્તિના જિંદગી પર બ્રેક લાગી ગઈ હતી. ઘણા લોકોની તો નોકરી પણ જતી રહી, તો વળી વેપારના ક્ષેત્રમાં સક્રિય લોકોને ભારે આર્થિક નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં આ વર્ષ આર્થિક દ્રષ્ટિકોણથી બિલકુલ પણ સારું રહ્યું નહીં.

૨૦૨૦નું વર્ષ તો પૂર્ણ થવામાં છે, પરંતુ આ વર્ષે તમારા નસીબ તમારો સાથ આપ્યો નથી. જેના કારણે તમારી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. તો આજે અમે તમને આવનારા વર્ષ માટે એવા અમુક ઉપાય બતાવીશું, જે અમુક હદ સુધી તમારી સમસ્યાઓને દૂર કરી શકે છે.

આ દિશામાં રાખવો કબાટ

તમે પોતાના જે કબાટમાં પૈસા અથવા સોના-ચાંદીની ચીજો રાખો છો તેને દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવા જોઈએ. કબાટને હંમેશા એવી રીતે રાખવો જોઈએ કે તેનો દરવાજો ઉત્તર દિશામાં ખૂલે. વળી આજકાલ કબાટમાં અરીસા લગાવવામાં આવેલા હોય છે. જો તમારા કબાટમાં ન લગાવેલા હોય, તો લગાવી લેવા. માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં પૈસા અને સુખ સમૃદ્ધિ આવે છે.

શનિદેવની પૂજા કરો

દર શનિવારે શનિદેવની પૂજા અવશ્ય કરવી જોઈએ. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ઘરમાં ધનની વર્ષા થાય છે. ધ્યાન રહે કે શનિદેવની પૂજામાં ભગવાન શનિને તેલ જરૂરથી અર્પિત કરો. આવું કરવાથી ભગવાન શનિ પ્રસન્ન થાય છે.

પોતાની કમાણીનો અમુક હિસ્સો દાન જરૂર કરો

જો ઈશ્વરે તમને ધન-દોલત આપ્યા છે અને તમે તે લાયક છો કે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકો તો જરૂરથી તેમની મદદ કરવી. જરૂરિયાત મંદ લોકોને હંમેશાં મદદ કરવી જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. માનવામાં આવે છે કે કમાણીનો અમુક હિસ્સો દાન કરવાથી માં લક્ષ્મી અને કુબેરજી બન્નેનાં આશીર્વાદ મળે છે. તેવામાં આવનારા વર્ષ એટલે કે ૨૦૨૧માં તમારે ગરીબોની મદદ જરૂરથી કરવી જોઈએ.

ઘરમાં સ્થાપિત કરો કુબેર યંત્ર

તમારે પોતાના ઘરના પૂજા સ્થળમાં કુબેર યંત્રની સ્થાપના જરૂર કરવી જોઈએ. આ યંત્રની પૂજા પાઠ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી રહેતી નથી. જણાવી દઈએ કે કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. એવામાં તમારે દરરોજ વિધિ-વિધાનથી કુબેર યંત્રની સ્થાપના જરૂરથી કરવી જોઈએ.

તુલસીના છોડ પર દરરોજ દીવો પ્રગટાવવો

તમારે દરરોજ સાંજે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. દરરોજ તેની પૂજા કરવાથી ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. માતા તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે.

ભૂલથી પણ ન કરવા ભૂલ

જો તમારા ઘરમાં કોઈ પ્લેટ અથવા ગ્લાસ તૂટેલો છે, તો તેને તુરંત હટાવી દો. કેમકે તૂટેલા વાસણનાં ઉપયોગથી ઘરમાં આર્થિક તંગી આવે છે. તેવામાં ક્યારેય ભૂલે થી પણ તૂટેલા વાસણનો ઉપયોગ કરવો નહીં. તૂટેલા વાસણમાં ભોજન કરવાથી દરિદ્રતાને આમંત્રણ આપવા જેવું થાય છે. વળી ઘરમાં કોઈપણ તૂટેલો ફૂટેલો સામાન અથવા ભંગાર ન રાખવો જોઈએ. દરરોજ ઘરની સાફ-સફાઈ કરીને કચરાને બહાર કાઢી નાખવો જોઈએ.

દર શુક્રવારે આ ચીજો કરવાની ભુલવી નહીં

દર શુક્રવારે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુને સ્નાન કરાવવું જરૂરથી કરવું જોઈએ. આવું કરવાથી તમારા ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં સંપન્નતા આવે છે. એટલું જ નહીં પરંતુ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ભગવાન વિષ્ણુને દક્ષિણાવર્તી શંખ થી સ્નાન કરાવવાથી પરિવારના સદસ્યોની વચ્ચે સ્નેહ વધે છે, સાથોસાથ માતા-પિતાના આશીર્વાદ પણ મળે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *