વરિયાળીનું પાણી પીવાથી થાય છે ૫ અદભુત ફાયદાઓ, પેટની સમસ્યાથી લઈને વજન ઘટાડવામાં મદદગાર

વરિયાળીનું પાણી પીવાથી થાય છે ૫ અદભુત ફાયદાઓ, પેટની સમસ્યાથી લઈને વજન ઘટાડવામાં મદદગાર

વરિયાળી એક પ્રકારનો મસાલો છે, જેનો ઉપયોગ ભોજનમાં ખૂબ જ કરવામાં આવે છે. માઉથ ફ્રેશનરનાં રૂપમાં પણ વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળી ચાવવાથી ફક્ત મોઢાની દુર્ગંધ દૂર નથી થતી, પરંતુ તેની સાથે ઘણા પ્રકારના ફાયદા પણ મળે છે. હકીકતમાં વરીયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તમે જોયું હશે કે ઘણી વખત રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ વરિયાળી અને ખાંડને મુખવાસ આપવામાં આવે છે. ભોજન બાદ વરિયાળી ચાવવાથી ભોજન જલ્દી અને યોગ્ય રીતે પચી જાય છે.

જોકે વરીયાળી કરતા વરિયાળીનું પાણી વધારે ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળીનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના લાભ પહોંચે છે. વરિયાળીનું પાણી પેટ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. આજની આ સ્ટોરીમાં અમે તમને વરિયાળીનાં પાણીના ફાયદા વિશે બતાવવા જઈ રહ્યા છીએ. સાથોસાથ તેને બનાવવાની રીત પણ તમને જણાવીશું.

પેટની સમસ્યાઓ માંથી અપાવશે છુટકારો

વરિયાળીનો પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. વરિયાળીનાં પાણીનું સેવન કરવાથી અપચો, એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. જો તમને ઉબકા અને ઉલ્ટી જેવું લાગી રહ્યું હોય તો પણ વરિયાળીનું પાણી તમને રાહત આપી શકે છે. જો તમે અવારનવાર પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા હોય, તો નિયમિત રૂપથી વરિયાળીનું પાણી શરૂ કરી દેવું જોઈએ. થોડા દિવસોમાં જ તમને તેનો ફાયદો જોવા મળશે.

વજન ઘટાડવામાં કરે છે મદદ

જો તમે પોતાનું વજન ઘટાડવા ઇચ્છો તો સવારે ઊઠીને ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાની આદત અપનાવી લેવી જોઈએ. વરિયાળીનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે, જે ફેટને જલ્દી બર્ન કરવામાં મદદ કરે છે. તેના માટે તમારે બે ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળીને રાખવી અને સવારે આ પાણીને ગાળીને તેનું સેવન કરી લેવું.

માસિક ધર્મનાં દુખાવાથી રાહત

દરેક મહિને મહિલાઓ માસિક ધર્મનાં દુખાવાથી પસાર થાય છે. અમુક મહિલાઓને આ દરમિયાન અસહ્ય દુખાવો સહન કરવો પડે છે. તેવામાં વરિયાળીનું પાણી મહિલાઓ માટે વરદાન સાબિત થઇ શકે છે. વરિયાળીનાં પાણીથી માસિક ધર્મમાં થતા પેટના દુખાવામાં રાહત મળે છે. માસિક ધર્મનાં સમયે થતી ઊલટી અને ઉબકાની સમસ્યામાંથી પણ વરિયાળીનું પાણી રાહત અપાવે છે.

બ્લડ શુગર કન્ટ્રોલ

વરિયાળીનું પાણી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. બાંગ્લાદેશમાં એક અધ્યયન થયું હતું. જેમાં મળી આવ્યું હતું કે જો વરિયાળીનું પાણી એક નિશ્ચિત ડોઝમાં દરરોજ લેવામાં આવે તો તેનાથી બ્લડ શુગરનાં સ્તરને ઓછું કરી શકાય છે, જે ઘણી વખત મોંઘી દવાઓથી પણ થતું નથી.

લોહી કરે સાફ

વરિયાળીનું પાણી મૂત્રવર્ધક માનવામાં આવે છે. તેમાં ફાઇબર પ્રચુર માત્રામાં મળી આવે છે. જેના કારણે શરીરના ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. શરીરની ગંદકી સાફ થવાથી લોહી પણ ચોખ્ખું થઈ જાય છે. તેના માટે તમારે બસ એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખવાનું છે અને સવારે તેનું સેવન કરવાનું છે. તેનાથી થોડા દિવસોમાં જ તમને ફરક નજર આવવા લાગશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *