વફાદાર પતિ થી લઈને સિમ્પલ લાઇફ જીવવા સુધી, જાણો ઈમરાન હાશ્મીની ૭ ખુબીઓ વિશે

ઈમરાન હાશ્મી આજે બોલીવુડનાં જાણીતા કલાકાર છે. ઈમરાન હાશ્મીની અનેક ફિલ્મો અને ગીતો સુપરહિટ રહ્યા છે. વર્તમાનમાં ઇમરાન ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે બોક્સ ઓફિસ પર તેમનું રાજ હતું. બોલીવૂડમાં ઇમરાનની છબી એક ચોકલેટ બોય અથવા સીરિયલ કિસર નાં રૂપમાં છે. પરંતુ રિયલ લાઇફમાં થી ખુબ જ અલગ છે. તો ચાલો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી અમુક ખાસ વાતો.
સીરિયલ કિસર નથી
ઈમરાન હાશ્મીની બોલીવુડમાં સિરિયલ કિસર નું ટેગ આપવામાં આવ્યું છે. તેનું કારણ છે કે તેમની કારકિર્દીની શરૂઆતમાં તેમણે એવી ઘણી ફિલ્મો કરી હતી, જેમાં તેમણે ઘણી બધી કિસિંગ સીન્સ આપ્યાં હતા. જો કે રિયલ લાઇફની વાત કરવામાં આવે તો તે એક સિરિયલ કિસર નથી.
ડાયરેક્શનની આવડત
એક્ટિંગ કરવાની સાથે ઈમરાન હાશ્મી સારું ડાયરેક્શન પણ કરી શકે છે. ફિલ્મોમાં ડેબ્યુ કર્યા પહેલા તેઓ આસિસ્ટન્ટ ડાયરેકટર રૂપમાં કામ કરતા હતા. મશહૂર થ્રિલર ફિલ્મ “રાઝ” મા ઈમરાન હાશ્મીએ આસિસ્ટન્ટ નિર્દેશકનાં રૂપમાં કાર્ય કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ પછી બન્નેની સિક્વલ “રાઝ-૨” અને “રાઝ-૩” માં લીડ એક્ટર હતા.
દરેક ગીત હીટ
ઈમરાન હાશ્મીની ફિલ્મો હિટ થવામાં સૌથી મોટી મહત્વપૂર્ણ ભૂમિકા તેમના ગીત નિભાવે છે. ઈમરાન હાશ્મીએ ભલે આ ગીતો ગાયેલા ન હોય, પરંતુ જો તે ગીતમાં ઈમરાન હાશ્મી જોવા મળે તો તે વાતની ફુલ ગેરંટી છે કે તે ગીત ખુબ જ પોપ્યુલર થશે. ઈમરાન હાશ્મીની ફિલ્મોના અનેક ગીતો આજ સુધી લોકોને સાંભળવા ગમે છે.
દરેક “કિસ” ને બદલે પત્નીને બેગ
ઈમરાન હાશ્મી લગભગ દરેક ફિલ્મમાં ઍક્ટ્રેસની સાથે કિસ કરતા નજર આવે છે. સ્પષ્ટ વાત એ છે કે તેમની પત્ની પરવીન સહાની ને ખોટું લાગી શકે છે. તેવામાં ઇમરાન ફિલ્મમાં દરેક કીસ બદલે પોતાની પત્નીને એક હેન્ડબેગ ગિફ્ટ આપી છે. તમે અંદાજો લગાવી શકો છો કે અત્યાર સુધી ઇમરાન હાશ્મીની પત્નીની પાસે કેટલા બેગ હશે.
વફાદાર પતિ
ઈમરાન હાશ્મી ભલે ફિલ્મોમાં ગમે તેટલો રોમાન્સ કરે, પરંતુ રિયલ લાઇફમાં પોતાની પત્નીની સાથે પૂરી રીતે વફાદાર રહે છે. તમારી જાણકારી માટે બતાવી દઇએ તો ઈમરાન હાશ્મી પોતાની સ્કૂલની મિત્ર પરવીન સુહાની જોડે લગ્ન કર્યા છે. તે બંને એકબીજાને ૬ મહિનાથી ડેટ કરી હતી અને ત્યારબાદ લગ્ન કરી લીધા હતા. ઈમરાન હાશ્મી તેમની પત્નીને ખુબ જ પ્રેમ કરે છે અને રિયલ લાઇફમાં આજ સુધી તેમની કોઈ યુવતી સાથે અફેર નથી. તેમની પત્ની પણ મીડિયાની લાઈમલાઇટ થી દૂર રહેવું પસંદ કરે છે.
સરળ જીવન
ઇમરાનને વધારે તડક ભડક વાળું જીવન પસંદ નથી. તેમને લેટ નાઈટ પાર્ટીઓમાં જવું અને લાઉડ મ્યુઝિક સાંભળવું પસંદ નથી. જ્યારે પણ તેઓ ફ્રી હોય છે, ત્યારે પોતાના પરિવારની સાથે વધારે સમય પસાર કરે છે.
સારા પિતા
ઇમરાનનાં પુત્ર આયન ને કેન્સર થઈ ગયું હતું. તેવામાં ઇમરાને એક સારા પિતાની ફરજ નિભાવતા પોતાના પુત્રને કેન્સરથી લડવામાં પુરી મદદ કરી. આજે તેમનો પુત્ર પૂરી રીતે કેન્સર ફ્રી થઈ ગયો છે. કેન્સર સામે લડાઈને લઈને તેમણે એક પુસ્તક પણ લખ્યું હતું, જેથી બાકીનાં કેન્સર પીડિતોને આશા અને મદદ મળી શકે.