ભગવાન શિવને શ્રાવણમાસ દરમિયાન ચઢાવવામાં આવતા બીલીપત્રનો શિવજીને અર્પણ કર્યા બાદ કરો આ અનોખો ઉપયોગ

ભગવાન શિવને શ્રાવણમાસ દરમિયાન ચઢાવવામાં આવતા બીલીપત્રનો શિવજીને અર્પણ કર્યા બાદ કરો આ અનોખો ઉપયોગ

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો અને આખા દેશમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે, અને આ મહિનામાં ઘણા તહેવારો પણ આવે છે. આ આખો મહિનો ભગવાન શિવજીની આરાધના કરવાનો મહિનો છે. કારણ કે આ મહિનો ભગવાન ભોળેનાથનો ગમતો મહિનો છે. આ મહિનામાં તેમની આરાધના કરવાથી ભગવાન સરળતાથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

શ્રાવણ માસમાં ભગવાન ભોલેનાથના મંદિરમાં ભક્તો ભગવાનને રીઝવવા માટે દૂધ, શેરડીનો રસ અને બિલીપત્રના પાન ચઢાવે છે. આ મહિનામાં ભક્તો કરોડો બિલીપત્રના પાન ભગવાન ભોલેનાથને અર્પણ કરે છે  પરંતુ ભગવાનને અર્પણ કર્યા બાદ બીલીપત્રનો કોઈ જ ઉપયોગ કરવામાં આવતયો નથી, અને તેને વેડફી જ નાખવામાં આવે છે. પરંતુ એ વાતની ઘણા ઓછા લોકોને ખબર હશે કે પૂજામાં વપરાયેલા બીલીપત્રનો પણ એક સુદનાર ઉપયોગ થઇ શકે છે, તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી પણ બની શકે છે.

બીલીપત્રનો રોજિંદા જીવનમાં વપરાશ કરવાથી પિત્ત અને કફ પણ દૂર થાય છે. આ ઉપરાંત તે ચામડીના રોગ અને ડાયાબીટીસમાં પણ રક્ષણ આપે છે અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, બીલીપત્ર સ્વાદમાં મધુર, તૂરી, કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા, રુચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે. બીલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, દીપન, પાચન, પચવામાં ભારે તથા આમવાત, સંગ્રહણી, કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે. બીલીનાં મૂળ તથા છાલ જ્ઞાનતંતુ શામક છે. જે હૃદયના ધબકારા વધી જવા, નિદ્રાનાશ અને ઉન્માદમાં લાભદાયક છે.

આ વાત પણ ઘણા ઓછા લોકોને ખબર હશે કે બીલીનાં પાન ડાયાબિટીસ-મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદો આપનાર ઔષધ છે. બીલીનાં પાનને સ્વચ્છ કરી એકાદ કલાક પાણીમાં પલાળી રાખવાં, પછી બહાર કાઢીને વાટી લેવા. ત્યારબાદ કોઈ કપડામાં દબાવીને તેનો રસ કાઢી લેવો. સવાર-સાંજ એકથી બે ચમચી જેટલો આ રસ પીવાથી મધુપ્રમેહમાં ખુબ જ સારો લાભ થાય છે.

બીલીપત્રનો રસમાં 2-3 ચમચી જેટલો સાકર નાખી પીવાથી કોઈપણ પ્રકારનો રક્તસાવ મટે છે. ન રુઝાતા ગંધાતા ચાંદા પર બીલીપત્ર વાટી પેસ્ટ બનાવી લગાડવાથી ચાંદાં મટી જાય છે. ઉનાળામાં દરરોજ બીલાનું શરબત પીવાથી આંતરડાં મજબૂત બને છે અને પાચન શક્તિ સુધરે છે. પાચનશક્તિ સારી રાખવા માટે આશીર્વાદ સમાન છે.

હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક માનવામા આવે છે અને બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે. શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે. આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમાં ખૂબ લાભ થાય છે.

જો શરીરમાં વધતી ગરમીના કારણે અથવા તો મોંમાં ગરમી થવાના કારણે તેમાં ચાંદા પડી જાય છે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ મળે છે અને ચાંદાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળે છે, પેટમાં કે આંતરડામાં કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ ઝડપથી ગાયબ થઇ જાય છે.

જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય અને ડંખ પર અસહ્ય બળતરા થાય તો આવી પરિસ્થિતિમાં કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે. બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે.

આપણને બધાને ખબર છે કે જો આપણા શરીરની અંદર વહેતું લોહી સાફ અને સ્વચ્છ હોય તો તેના કારણે આપણને કોઈપણ પ્રકારની બીમારી થતી નથી. ઘણી વખત જ્યારે આપણા લોહીની અંદર અમુક ઝેરીલા તત્વો ભળી જાય છે. ત્યારે તેના કારણે આપણને અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થતા હોય છે. જો કોઈ વ્યક્તિને પોતાનું લોહીને સાફ કરવું હોય તો તેના માટે તેને આ વસ્તુ બનાવવાની જરૂર છે. આ માટે તેને 50 ગ્રામ જેટલા બીલીપત્ર દિવસે ગરમ પાણીમાં ભેળવી અને પલાળી અને ત્યારબાદ તેનું જ્યુસ બનાવીને પીવાથી આખા શરીરનું લોહી એકદમ સાફ થઇ જશે. જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો. સારા કોલેસ્ટ્રોલમાં પણ ખુબ જ ઉપયોગી નીવડે છે.

બીલીપત્ર ઘણા રોગોમાં ઉપયોગી નીવડે છે તો આપણે આ બીલીપત્રનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવો જોઈએ, ઝોવાક ફાર્મા ઘણા સમયથી અલગ અલગ શિવ મંદિરમાંથી આ બીલીપત્ર ભેગા કરે છે અને તે બીલીપત્ર અને અન્ય હર્બ્સનો ઉપયોગ કરીને કબજિયાત, અપચો, શરીરની ગરમી, રક્તદોષ, મોઢાની અને શરીરની ગરમી માટે કાંઠા અને જ્યુસ બનાવીને મહાશિવરાત્રી નિમિતે પ્રસાદ ના ભાગ રૂપે ફ્રીમાં શહેરના લોકોને આપવામાં આવે છે.

જો ભગવાન પર ચડતી બીલીપત્રનો ઉપયોગ પ્રસાદના ભાગ રૂપે સેવનમાં લેવામાં આવે તો કરોડો બીલીપત્ર બચશે અને કરોડો લોકો રોગ મુક્ત પણ બનશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *