ટ્વિંકલ ખન્નાએ પોતાના પાડોશીની ભરપુર કરી પ્રશંસા, જાણો કોણે જીતી લીધું તેનું દિલ

બોલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાની એક પડોશી કોરોના સામે જંગમાં લોકોની ખૂબ જ મદદ કરી રહી છે. મહામારી થી પીડિત લોકોની મદદ માટે પોતાના પડોશીનાં પ્રયાસોને જોઈને ટ્વિંકલ ખન્નાએ તેની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોતાની પડોશીનો એક ફોટો શેર કર્યો છે. ખાસ વાત એ છે કે તેમની આ પડોશીનાં પણ લાખો પ્રશંસક છે. જી હાં, અહીં ઋતિક રોશનની વાત કરી રહ્યા છીએ.
ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર ઋતિક રોશનનો ફોટો શેર કરી લખ્યું છે કે પડોશી ની આગળ આવીને સહાયતા કરો. કોરોના મહામારીમાં અનેક પ્રકારથી મારા પાડોશી સહાયતા કરી રહ્યા છે. ઋત્વિક રોશન માટે જોરદાર તાળીઓ. જો કે ટ્વિંકલ ખન્નાએ તે નથી જણાવ્યું કે ઋત્વિક રોશનનાં કયા કાર્ય થી પ્રભાવિત છે.
જણાવી દઈએ તો ઋતિક રોશન હાલમાં અમેરિકા અને હોલીવૂડના અભિનેતાઓ સાથે મળી એક અભિયાનમાં જોડાયેલા છે, જે કોરોના થી પ્રભાવિત ભારતીયોની મદદ માટે ચાલુ કરવામાં આવ્યું છે. તેમણે તેના માધ્યમથી ૨૭ કરોડ રૂપિયાથી વધારે ધન રાશિ એકત્રિત કરી હતી.
ઋત્વિક રોશન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે એવા અભિનેતા છે જેમની ફિલ્મો દરેક ઉંમરનાં લોકો પસંદ કરે છે. ઋત્વિક રોશન છેલ્લી વખત ફિલ્મ “વૉર” માં જોવા મળ્યા હતા. તે ફિલ્મ “ફાઇટર” માં પણ જોવા મળશે, જેમની સાથે દીપિકા પાદુકોણ હશે.