ત્વચા માટે હાનિકારક હોય છે બ્લેક હેડ્સ રીમુવર, ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો

ત્વચા માટે હાનિકારક હોય છે બ્લેક હેડ્સ રીમુવર, ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાતો

બ્લેક હેડ્સ ની સમસ્યા કોઈ પણ ને થઈ શકે છે. બ્લેક હેડ્સ થવા પર ચહેરા ની સુંદરતા ખરાબ થઈ જાય છે. અને ચહેરો બેજાન દેખાવા લાગે છે. ત્વચાની અંદર નાના નાના રોમછિદ્રો હોય છે જેમાં ધૂળ અને માટી જમા થવાના કારણે બ્લેક હેડ્સ થાય છે. રોમછિદ્રોમાં ડેડ સેલ્સ, ઓઇલ અને માટી જમા થાય છે જે બ્લેક હેડ્સ નું રૂપ લઈ લે છે. બ્લેક હેડ્સ થવા પર સામાન્ય રીતે રીમુવર નો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બ્લેક હેડ્સ સરળતા થી દૂર થઈ જાય છે. અને તેનાથી મુક્તિ મળી જાય છે. પરંતુ ત્વચા માટે બ્લેક હેડ્સ રિમૂવર ને યોગ્ય માનવામાં આવતું નથી. તેના ઉપયોગથી ત્વચાને ખૂબ જ નુકસાન પહોંચી શકે છે. અને ચહેરા પર સંક્રમણ ફેલાવાનું જોખમ વધી શકે છે. તેથી પ્રયત્ન કરવા કે, બ્લેક હેડ્સ કાઢવા માટે તેનો ઉપયોગ ના કરવો.જો તમને બ્લેક હેડ્સ હોય તો નીચે બતાવેલ ઉપાયો અપનાવવા આ ઉપાયોની મદદથી બ્લેક હેડ્સ સરળતાથી નીકળી જશે.

હલકા ગરમ પાણીથી ચહેરો સાફ કરવો

બ્લેક હેડ્સ થી મુક્તિ મેળવવા માટે સૌથી અસરકારક ઉપાય છે કે, ચહેરાને તેને ગરમ પાણી અથવા નવશેકા પાણીથી ધુઓ. એવું કરવાથી રોમ છિદ્રો ખૂલી જાય છે અને તેમાંથી બ્લેક હેડ્સ સરળતાથી નીકળી જાય છે. ઘણીવાર ફક્ત ગરમ પાણીથી જ તે નીકળી જાય છે અને રિમૂવર ની જરૂર પડતી નથી. ગરમ પાણીથી સાફ કરવા ઉપરાંત તમે ઈચ્છો તો સ્ટીમ પણ લઈ શકો છો. સ્ટીમ લેવાથી પણ ચહેરા પર જમા થયેલ બ્લેક હેડ્સ નીકળી જાય છે.જો સ્ટીમ કે ગરમ પાણીથી ચહેરો સાફ કર્યા બાદ પણ તે નીકળે નહી તો બ્લેક હેડ્સ રીમુવર નો ઉપયોગ કરવો જો કે તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને ગરમ પાણીથી સાફ કરવું ત્યાર બાદ જ તેનો ત્વચા પર ઉપયોગ કરવો.

સ્ક્રબ કરવું

સ્ક્રબ કરવાથી બ્લેક હેડ્સ નીકળી જાય છે. બ્લેક હેડ્સ થવા પર ચહેરાને અઠવાડિયામાં ત્રણ વાર સાફ કરવો. માર્કેટમાં ઘણા સારા બ્લેક હેડ્સ રીમુવર મળે છે. જેનો ઉપયોગ કરી શકો છો નહીં તો ઘર પર તમે પોતે જ બનાવી શકો છો. બ્લેક હેડ્સ રીમુવર બનાવવા માટે ચોખા અને મધનો ઉપયોગ કરવો. ચોખાને પીસી અને તેમાં થોડું મધ ઉમેરી અને ત્યાર બાદ ચહેરા પર હલકા હાથે થી તેનું મસાજ કરવું. એવું કરવાથી બ્લેકહેડ્સ દૂર થાય છે. સાથેજ ચહેરો પણ મુલાયમ બને છે.

રીમુવર નો ઉપયોગ કરતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી.

  • જો તમે રીમુવર નો ઉપયોગ કરવા ઇચ્છતા હોવ તો નીચે જણાવેલી વાતો ધ્યાનમાં રાખવી. એવું કરવાથી વધારે નુકસાન નહીં પહોંચે.
  • બ્લેક હેડ્સ રીમુવર નો ઉપયોગ કરતી વખતે ચહેરા પર ગરમ પાણીની વરાળ લેવી એવું કરવાથી બ્લેક હેડ્સ સરળતાથી નીકળી જશે.
  • ફક્ત સારી ગુણવત્તાવાળા રીમુવર નો ઉપયોગ કરવો.

  • ક્યારેય કોઈ અન્ય એ ઉપયોગ કરેલ રિમૂવર નો ઉપયોગ ના કરવો. એવું કરવાથી ત્વચામાં સંક્રમણ થઈ શકે છે.
  • રીમુવર નો ઉપયોગ કર્યા બાદ જરૂર સાબુથી ચહેરાને સાફ કરવો.
  • રિમૂવર નો ઉપયોગ ત્વચા પર હલ્કા હાથો થી કરવો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *