ત્વચા અને વાળની સમસ્યાઓમાં ફાયદાકારક રહેછે, આ ધાણા નાં બીજ, જાણો તેના પ્રયોગ ની રીત

ધાણાનો ઉપયોગ તો આપણે દરેક લોકો જાણીએ છીએ. સામાન્ય રીતે તેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ધાણા નું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ધાણા નાં ખૂબ જ ઉપયોગી હોય છે. ધાણા નાં બીજ એન્ટી-ઇનફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ થી ભરપુર હોય છે. તે તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે તે ખૂબ જ મદદરૂપ થાય છે. શું તમે જાણો છો ધાણા નાં બીજથી તમારી ત્વચા અને વાળને પણ ખૂબ જ ફાયદો થાય છે. તમારી ત્વચા પર ની કરચલીઓ અને અન્ય ત્વચા સબંધી સમસ્યાઓ પણ દૂર કરવામાં મદદ કરે છે. તેમજ તમારા સ્કાલ્પ ને પોષણ આપી અને ખરતા વાળ ની સમસ્યા દુર કરે છે. શું તમે ત્વચા અને વાળ સંબંધી સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો ધાણા નાં બીજ નો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ ત્વચા અને વાળને ઘાણા નાં બીજ થી થતા ફાયદાઓ વિશે.
ત્વચા માટે ફાયદાકારક
ધાણા તમારી ત્વચાને ખૂબસુરત બનાવે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન્સ સાથે એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો પણ હોય છે. જે ત્વચા પર થતા ધબ્બા, ખીલ અને એલર્જીથી મુક્તિ આપાવે છે. એટલું જ નહીં ધાણા નાં બીજમાં બીટા કેરોટીન અને ફોલેટ ની માત્રા હોય છે. જે સૂરજ ની હાનિકારક કિરણો થી તમારું રક્ષણ કરે છે.
વાળ ખરતા રોકે છે
ધાણા નાં બીજ નો ઉપયોગ કરવાથી વાળનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. તેનાથી વાળ ખરવાની સમસ્યામાં રાહત મળે છે. વાળ ખરતા વાળ અટકાવવા માટે ધાણા નાં બીજનો પાવડર તૈયાર કરી તેનો લેપ તમારા વાળ પર કરવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. ધાણા નાં બીજમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે હોય છે જે વાળને મજબૂત બનાવે છે.
ખીલની સમસ્યાથી છુટકારો
ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ધાણા નાં બીજનો ઉપયોગ કરી શકાય છે. ધાણા નાં બીજ માં રહેલ એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટીઝ તમારી ત્વચા માટે વરદાન સમાન છે. તેનાથી ખીલ ની સમસ્યા સરળતાથી દૂર થાય છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી માઈક્રોબીયલ ગુણ પણ હોય છે. જે ખીલ ની સમસ્યાથી છુટકારો અપાવે છે.
વાળમાં ખંજવાળ અને ડૅન્ડ્રફ કરે છે દૂર
વાળ માં ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા માટે ધાણાનાં બીજ મદદગાર સાબિત થાય છે. તેને તમારા વાળ નાં સ્ક્લાપ પર લગાવવાથી સકારાત્મક પરિણામો મળે છે. શરીર નાં કોઈ પણ ભાગ માં સોજો થવા પર ધાણા નાં બીજનું સેવન કરવામાં આવે તો સોજા માં રાહત થાય છે. તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. જેનાથી સોજા ની સમસ્યા થી રાહત થાય છે.
આ રીતે કરો ધાણા નાં બીજ નો પ્રયોગ
- ત્વચા ને ખૂબસૂરત બનાવવા માટે ધાણા નાં બીજ નો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટિઓક્સિડન્ટ ની સાથે વિટામિન પણ હોય છે. જે તમારી ત્વચા માં પ્રાકૃતિક રૂપથી નિખાર લાવે છે.
- ધાણા ને તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો.
- જો તમે વાળ માટે તેનો ઉપયોગ કરો છો તો તેના બીજને પીસીને તેને વાળમાં લગાવવાના તેલમાં મિકસ કરીને સ્ક્લાપ પર તેનું માલીશ કરી શકો છો. તેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે.