ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂક્યા છે આ ફેમસ સિતારાઓ, દયાભાભી થી લઇને અનશ રાશિદ સુધી છે સામેલ

ટીવી દુનિયા સાથે જોડાયેલ ઘણા એવા ફેમસ સ્ટાર છે. જે લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રિમાં સક્રિય નથી. અનેક સ્ટાર્સ પોતાના ઘર-પરિવાર નાં લીધે ઇન્ડસ્ટ્રી થી દૂર થયા છે. આ સ્ટાર્સ માં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ની દિશા વાકાણી એટલે કે દયા ભાભી થી લઈને સના ખાન સુધી નું નામ આવેલું છે. સાથે જ બીજા અનેક ફેમસ ટીવી કલાકારો એ પણ ઘર પરિવાર નાં લીધે આવો નિર્ણય લીધો છે. તો ચાલો આજે જાણીએ એવા ૮ ટીવી કલાકારો વિશે.
અનસ રશીદ
અનસ રાશિદ લગ્ન પછી ટીવી ઈન્ડસ્ટ્રી થી દૂરી બનાવી લીધી છે. જે એક પુત્રીનાં પિતા છે. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, પત્ની સાથે ખૂબ ટ્રેવલ કરી રહ્યા છે. અને તેમની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માંગે છે. જણાવી દઈએ કે તેમને સીરીયલ “દીયા ઔર બાતી” થી ઓળખાણ મળી હતી. તેમણે કહ્યું છે કે અત્યારે ઈન્ડસ્ટ્રી માં પાછું આવવાની તેમની કોઈ ઈચ્છા નથી.
નેહા મેહતા
નેહા મહેતા “તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા” માં અંજલી મહેતા નાં પાત્રમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તે લાંબા સમયથી આ શો થી દુર છે. શો ની શરૂઆતથી જ અંજલી મહેતા નું પાત્ર નિભાવ્યુ હતું. અત્યારે આ રોલમાં સુનેનાં ફોજદાર જોવા મળી રહી છે. જણાવી દઈએ તો તે ખૂબ જલદી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી શકે છે.
મહીકા વર્મા
મિહિકા વર્મા ને “યે હે મોહબતે” સીરીયલ થી ઓળખાણ મળી હતી. મિહીકા વર્મા ટીવી ઈન્ડસ્ટ્રી થી દૂરી બનાવી છે. તે અત્યારે યુએસમાં પોતાના પતિ સાથે રહે છે. આનન ફાનન માં લગ્ન કર્યા પછી મહીકા નાના પડદા થી દૂર છે. અને તેમણે કહ્યું હતું કે હવે તે ટીવી માં પાછી નહીં આવે.
દિશા વાકાણી
દિશા વાકાણી એ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો માં ખુબજ નામ મેળવ્યું છે. દયા નું પાત્ર ભજવ્યું છે. અને આ પાત્રથી તેને ઘર ઘરમાં ઓળખાણ મળી છે. પરંતુ પુત્રી સ્તુતિને જન્મ આપ્યા પછી દિશાએ આ શો ને અલવિદા કહ્યું છે. જણાવી દઈએ કે, ૩વર્ષથી આ શો થી તે દૂર છે. પરંતુ અવાર નવાર આ શો માં તેમની પાછા આવવાની ચર્ચાઓ થતી રહે છે. અત્યાર સુધી મેકર્સ અથવા દિશાના તરફથી તેના પાછા આવવા ને લઈને કોઈ અપડેટ નથી. ખબર એ પણ છે કે મેકર્સ નવી દયા ની શોધમાં છે.
સોમ્યા શેઠ
સૌમ્યા શેઠ પોતાના પતિ સાથે યુએસમાં સેટલ થઈ ગઈ છે. તે અત્યારે પોતાનાં બાળકો ની સારસંભાળ રાખવામાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે, સૌમ્યા ને સિરિયલ “નવ્યા” થી ઓળખાણ મળી હતી. અને સફળ રહી હતી. તે છેલ્લી વખત ચક્રવર્તી અશોક સમ્રાટ માં જોવા મળી હતી.
દિલખુશ રિપોર્ટર
દિલખુશ રિપોર્ટર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોશન સોઢી નાં રોલમાં જોવા મળી હતી. તે લાંબા સમયથી નાના પડદાથી દૂર છે. જણાવી દઈએ કે, તેમણે પોતાના પરિવાર નાં લીધે ટીવી ઇન્ડસ્ટ્રી થી દૂરી બનાવી લીધી છે. અને કહ્યું છે કે, તે લાંબી શિફ્ટ હોવાના લીધે પરિવારને સમય નહોતી આપી શકતી.
મોહિની કુમારી
મોહિની કુમારી ફેમસ સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી ચર્ચામાં આવી હતી. જણાવી દઈએ કે, તે ઉત્તરાખંડ સરકાર નાં કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ ની વહુ છે. તેમણે વર્ષ ૨૦૧૯ માં ઇન્ડસ્ટ્રી મૂકી દીધી હતી. લગ્ન પછી તેમણે નાના પડદા ને અલવિદા કહ્યું છે.
સના ખાન
સના ખાન એ વર્ષ ૨૦૨૦ માં ગ્લેમર ની દુનિયાને અલવિદા કહ્યું છે. અને ૨૦૨૦ માં બિઝનેસમેન અનસ સૈયદ સાથે લગ્ન કર્યા પછી ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. જણાવી દઈએ કે, સના ખાન ટીવી ની દુનિયા માં ફેમસ રહી છે. તે ફિલ્મમાં પણ જોવા મળી છે. અત્યારે તે પોતાના પતિ સાથે ખુબ જ એન્જોય કરી રહી છે.