ત્રીજા વ્યક્તિને લીધે તુટી ગયા હતા આ બોલીવુડ સ્ટાર્સનાં સંબંધો, એક નો બોયફ્રેંડ તો રંગેહાથ પકડાયો હતો

ત્રીજા વ્યક્તિને લીધે તુટી ગયા હતા આ બોલીવુડ સ્ટાર્સનાં સંબંધો, એક નો બોયફ્રેંડ તો રંગેહાથ પકડાયો હતો

ફિલ્મી સ્ટાર કામ કરતા સમયે હંમેશા એકબીજાની ખૂબ જ નજીક આવી જતા હોય છે અને અનેક સ્ટાર્સ એકબીજાને પોતાનું દિલ આપી બેસે છે. પરંતુ ઘણી વખત કોઈ ત્રીજા વ્યક્તિને લીધે બે લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. બોલીવુડ સેલેબ્સ વચ્ચે પણ આ થવું સામાન્ય વાત છે. બોલીવુડમાં ઘણી વખત એવું થયું છે. આજે બોલીવુડના અમુક એવા ચર્ચિત લવ ટ્રાએંગલ વિશે વાત કરીશું.

રેખા – અમિતાભ બચ્ચન – જયા બચ્ચન

બોલીવુડના સૌથી ચર્ચિત અને હંમેશા સદાબહાર અભિનેત્રી રેખા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ની પ્રેમ કહાની સૌથી ઉપર આવે છે. જયા સાથે લગ્ન પછી પણ અમિતાભ બચ્ચન રેખા સાથે અફેરમાં હતા. પરંતુ જ્યારે અમિતાભ બચ્ચનને ખબર પડી કે તેમનું પરિણીત જીવન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે રેખા અને તેમના રસ્તા અલગ થઈ ગયા. ત્યારે જયા એ પણ ખરાબ સમયમાં ખૂબ જ સાવધાનીથી કામ લીધું. જયાએ પોતાના પતિને રેખાની નજીક જવા દીધા નહીં.

સુઝેન ખાન -ઋતિક રોશન – કંગના રનૌત

સુપર સ્ટાર ઋત્વિક રોશન આજે એકલા જીવન પસાર કરી રહ્યા છે. ઋત્વિક રોશને વર્ષ ૨૦૦૦માં અભિનેતા સંજય ખાન અને પુત્રી સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. ૧૪ વર્ષ પછી વર્ષ ૨૦૧૪માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. પહેલા કાઇટ્સ ફિલ્મ દરમિયાન ઋત્વિકનું નામ વિદેશી અદાકારા બાર્બરા મોરી સાથે જોડાયેલું હતું અને ત્યાર બાદ કંગના રનૌતની સાથે તેમનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. તેવામાં ઋત્વિક ના લગ્ન બરબાદ થઈ ગયા. પરંતુ તમને જણાવી દઈએ તો ઋત્વિક રોશન અને સુઝાન ખાન વચ્ચે મિત્રતાનો સંબંધ છે. બંને પોતાનાં દીકરાઓની સાથે હંમેશા જોવા મળે છે.

શાહિદ કપુર- કરીના કપુર – સૈફ અલી ખાન

બોલીવુડમાં અભિનેત્રી કરિના કપુર અને અભિનેતા શાહિદ કપુરનું અફેયર  ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. બંને કારકિર્દીની શરૂઆતના અમુક વર્ષો પછી સંબંધોમાં આવ્યા હતા અને બંનેનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. બંનેનો સંબંધ સારો ચાલી રહ્યો હતો, પરંતુ ફિલ્મ “ટશન” નાં શૂટિંગ દરમિયાન કરીના કપુર સૈફ અલી ખાનની નજીક આવવા લાગી અને ત્યારબાદ બંનેનો પ્રેમ ચાલુ થયો. સૈફની એન્ટ્રીથી કરીના અને શાહિદનો સંબંધ તૂટી ગયો. સૈફ અને કરિના એકબીજાને ડેટ કરવા લાગ્યા અને કરિના, કપુર માંથી ખાન બની ગઈ. બંનેએ નવેમ્બર ૨૦૧૨માં લગ્ન કરી લીધા. ત્યાર બાદ શાહિદે વર્ષ ૨૦૧૫માં મીરા રાજપૂત સાથે લગ્ન કરી લીધા. આજે કરિના અને સૈફ બે પુત્રોનાં માતા-પિતા છે. શાહિદ અને મીરાંને પણ બે બાળક છે.

દીપિકા પાદુકોણ – રણવિર કપુર – કેટરિના કૈફ

અભિનેતા રણબિર કપુરનું અફેર અનેક હસીનાઓ સાથે ચાલતું હતું. દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથે રણવીર કપુરનો સંબંધ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. પહેલા રણબીરનું નામ દિપીકા પાદુકોણ સાથે જોડાયેલું હતું. બંને વચ્ચે કેટરીના કૈફની એન્ટ્રી થઈ અને બંનેનો સંબંધોનો અંત થઈ ગયો. હકીકતમાં દીપિકા પાદુકોણે રણવીર સાથેનાં બ્રેઅકપ બાદ પોતે કહ્યું હતું કે તેમણે રણબીરને રંગે હાથે પકડ્યો હતો. પરંતુ તેમણે કોઈનું નામ લીધું નહીં. આ બ્રેકઅપ થી દીપિકા પૂરી રીતે તૂટી ગઈ હતી. ત્યારબાદ રણવીર સિંહ સાથે દીપિકા નજીક આવી હતી અને તે કપલે વર્ષ ૨૦૧૫માં ખુબ જ ધામધુમથી લગ્ન કરી લીધા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *