એક જમાનામાં બોલીવુડની આ ટોપ એક્ટ્રેસનાં લગ્ન સંજય દત્ત સાથે થવાનાં હતા, આ કારણને લીધે તુટી ગયો સંબંધ

એક જમાનામાં બોલીવુડની આ ટોપ એક્ટ્રેસનાં લગ્ન સંજય દત્ત સાથે થવાનાં હતા, આ કારણને લીધે તુટી ગયો સંબંધ

વર્ષ ૧૯૮૧ માં રિલીઝ થયેલી ફિલ્મ એક દુજે કે લિયે આ ફિલ્મથી બોલીવુડને મળી એક સુંદર હિરોઈન રતિ અગ્નિહોત્રી કમલ હસન અને રતિની આ ફિલ્મ સુપરહિટ રહી. ફિલ્મના ગીતો ખુબ જ પસંદ કરવામાં આવ્યા વળી, એક દુજે કે લિયે પછી તેની પાસે ફિલ્મોની લાઇન લાગી હતી. ૮૦નાં દશકમાં રતી બોલીવુડની મશહૂર અભિનેત્રી રહી.

વર્ષ ૧૯૬૦માં રતિ અગ્નિહોત્રીનો જન્મ મુંબઈમાં રહેતા એક પંજાબી પરિવારમાં થયો હતો. થોડા દિવસો પછી તેમના પિતાનું ટ્રાન્સફર ચેન્નઈમાં થઈ ગયું. તેમનો અભ્યાસ તેમણે ત્યાં જ કર્યો. પોતાના સ્કૂલના દિવસો દરમિયાન અનેક સ્ટેજ શોમાં ભાગ લીધો અને સાઉથના નિર્દેશક ભારતી રાજાની નજર રતી પર પડી. રતિ નાં અભિનયને જોઈને તેમણે પોતાની ફિલ્મ માટે પસંદ કરી.

તે સમયે રતિ અગ્નિહોત્રી માત્ર ૧૬ વર્ષની હતી. ૧૯૭૯માં તેમની પહેલી ફિલ્મ “વથીયા પૂરગૂલ” થઈ. આ ફિલ્મ પછી તેણે માત્ર ૩ વર્ષમાં તેણે તેલુગુની ૩૨ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારબાદ તેને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તરફ પગ રાખ્યા.

રતિ અગ્નિહોત્રીને એક દુજે કે લિયે સિવાય કુલી, બોક્સર, મેરા ફેસલા, જોન જોની જનાર્દન, કરિશ્મા કુદરત કા, એક સે ભલે દો, તવાયફ, દિલ તુજકો દિયા, દાદાગીરી, યાદે, કાંટે, સોચા ન થા, બિન બુલાયે બારાતી, શાદી કી સાઈડ ઈફેક્ટ જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. આજે ભલે તે લાઈમ લાઈટથી દૂર પોલેન્ડમાં તેમની બહેન અનિતા અગ્નિહોત્રી સાથે રહે છે, પરંતુ એક સમય હતો જ્યારે પોતાની ફિલ્મો અને અંગત જીવનનાં લીધે તે ચર્ચામાં રહેતી હતી.

બોલીવુડમાં ક્યારેક રતિ અગ્નિહોત્રીના અફેરની ચર્ચા સંજય દત્તની સાથે હતી. સંજય અને રતિ એ મેરા ફેસલા, જોની આઇ લવ યુ અને મેં આવારા હું જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સંજય અને તેના વિશે સમાચારો ખુબ જ છપાયા હતા. સંજય અને રતી એ પોતાના ઈન્ટરવ્યુમાં એકબીજા માટેનાં પ્રેમનો ઇઝહાર કર્યો હતો, તો વળી રતિ અગ્નિહોત્રીએ પણ માન્યું હતું કે તે સંજય દત્તની પ્રેમ કરે છે અને તેમના જીવનનો પહેલો પ્રેમ છે.

રતિ અગ્નિહોત્રી અને સંજય ની વચ્ચે એટલો પ્રેમ હતો કે બંને લગ્નની વાતો થવા લાગી હતી. પરંતુ એક બાજુ તે રતિ અગ્નિહોત્રીના પ્રેમમાં હતાં તો બીજી બાજુ નશો તેમને પોતાની તરફ ખેંચતો હતો. સંજય અને રતિ અગ્નિહોત્રીનો પ્રેમ સંજય દત્તની ખરાબ આદતોની ઝપેટમાં આવી ગયો અને બંનેના રસ્તા અલગ થઈ ગયા.

સંજય દત્ત રિશી રતિ અગ્નિહોત્રીનું નામ બિઝનેસમેન અને આર્કિટેક્ટ અનિલ વિરમાની સાથે જોડાયું. અનિલ વીરમાનીનાં પ્રેમમાં રતી અગ્નિહોત્રીએ પોતાની બોલીવુડ કારકિર્દી છોડી દીધી. ૯ ફેબ્રુઆરી, ૧૯૮૫માં બન્નેએ લગ્ન કરી લીધા અને લગ્નના એક વર્ષ પછી તે માતા બની ગઈ. લગ્ન પછી તે ફિલ્મોમાં કામ કરવા માગતી હતી પરંતુ તેમના પતિને તે પસંદ ન હતું. લગ્ન પછી પણ તેમણે ૨ વર્ષ સુધી ફિલ્મોમાં કામ કર્યું અને જેના લીધે બંને માં ઝઘડા થતા હતા. તેણે પોતાના પતિ વિરૂદ્ધ આરોપ પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે પોતાના પુત્ર માટે ૩૦ વર્ષ સુધી પોતાના પતિની માર પિટ સહન કરતી રહી.

તેમનો પુત્ર તનુજ વિરમાની જ્યારે મોટો થઈ ગયો તો રતિ અગ્નિહોત્રીએ તેના પતિ અનિલ વિરમાની પર કેસ કર્યો હતો. વર્ષ ૨૦૧૫માં રતિ અગ્નિહોત્રી પોતાના પતિ અનિલ વિરમાની સાથે છૂટાછેડા લઇ લીધા. રતિ અગ્નિહોત્રી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં હીરો તરીકે લોન્ચ થઈ ચુકેલ છે. તનુજે લવ યુ સોનીયો ફિલ્મોમાં કામ કર્યું છે અને રતિ અગ્નિહોત્રી પતિ સાથેના છૂટાછેડા પછી વિદેશ ચાલી ગઈ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *