દેશનું સૌથી મોંઘુ છે આ શાક, માત્ર ચોમાસાની સીઝનમાં જ મળે છે અહીંયા, ભાવ સાંભળીને આંખો પહોળી રહી જશે

આપણા દેશમાં અલગ અલગ પ્રકારના શાકબાજી મળે છે. અને કેટલાક સમયે આ શાકબાજીના ભાવ પણ આસમાને પહોંચી જતા હોય છે. ઘણી શાકભાજી સીઝનેબલ હોય છે અને એ એની નક્કી સીઝનમાં જ મળતી હોય છે. પરંતુ આજે અમે તમને જે શાક વિશે જણાવીશું એ માત્ર ચોમાસામાં જ મળે છે અને તેની કિંમતની જો વાત કરીએ તો આ શાક 200થી લઈને 1200 રૂપિયા સુધી કિલોના ભાવે વેચાય છે.

આ શાકનું નામ છે બોડા. જે ચોમાસા દરમિયાન જ મળે છે. તેની સઝન પણ 2 કે 3 મહિનાની જ હોય છે, આ એક કુદરતી શાક છે જે મોટાભાગે છત્તીસગઢમાં બસ્ટર અને બ્સ્ત્રની આસપાસના વિસ્તારોમાં મળે છે. આ શાકની કિંમત 200થી લઈને 1200 રૂપિયા પ્રતિ કિલો સુધીની હોય છે. આજ સુધી આ શાક ક્યારે 200 રૂપિયાથી ઓછા ભાવે નથી વેચાયું.

આ શાકનો ભાવ વધુ હોવા પાછળનું કારણ એ છે કે તેની ના ખેતી કરવામાં આવે છે ના તો આ શાકને ઉગાડી શકાય છે તે પ્રાકૃતિક રીતે જ સાલના જંગલોમાં મળી આવે છે. આ શાક સાલના વૃક્ષની નીચે વરસાદડ બાદ નીકળતા તડકામાં ઉગે છે અને તેને સાલના વૃક્ષ નીચેથી ખોદીને બહાર કાઢવામાં આવે છે.

બોડા શાકની કિંમત સીઝનની શરૂઆતમાં સૌથી વધારે હોય છે, શરૂઆતની સીઝનમાં બોડાના છોડા અને અંદરનો ભાગ નરમ હોય છે જેના કારણે તે ખાવામાં પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

ચોમાસાની શરૂઆતમાં મળવા વાળું બોડાનું શાક ઘાટ ભૂરા અને સફેદ રંગનું હોય છે. તેને કેટલાક લોકો “જાત બોડા” પણ કહે છે. જો કે વરસાદના એક મહિના પછી બોડાની ઉપરની પરત નરમ થઇ જાય છે. ત્યારે તેને “લાખડી બોડા” કહેવામાં આવે છે. છત્તીસગઢના સરજુગામાં બોડાને પુટુ કહેવામાં આવે છે તો ઘણા લોકો તેને પટરસ ફુટુ પણ કહે છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર ‘બોડા’ માર્ઇક્રોબાઇલોજિકલ એક ફૂગ છે. જે સાલની વૃક્ષના મૂળમાંથી નીકળતા કેમિકલથી વિકસિત થાય છે. આ શાક ખાવાથી જેનાથી શરીરને સેલ્યુલોઝ અને કાર્બોહાઈડ્રેટ મળે છે.