આ ગુજરાતી એક સમયે ૨૫ પૈસા મા વહેંચતા હતા પાઉંભાજી, આજે છે ૫૮ ‘HONEST’ રેસ્ટોરન્ટના માલિક

મિત્રો , જયારે પણ આપણે બહાર કોઈ જગ્યાએ અથવા તો ઘર મા કોઈ સાથે ચર્ચા કરતા સમયે ‘પાઉંભાજી’ બસ આટલો જ શબ્દ સાંભળીએ કે આપણાં નેત્રો સમક્ષ તુરંત ફક્ત એક નામ તરી આવે છે અને આ નામ એટલે કે હાલ ની ‘Honest’. અમદાવાદ જેવા મેટ્રો સિટી ના લૉ-ગાર્ડન નજીક એક નાની એવી લારી થી થયેલો Honest નો પ્રારંભ હાલ આજે અમેરિકા સહિત સમગ્ર વિશ્વભર મા ૫૫ રેસ્ટોરન્ટ ની સંખ્યા સુધી પહોંચી ગયો છે.

Honest ની આ ભવ્ય સફળતા પાછળ જો કોઈ વ્યક્તિ નો પરિશ્રમ કે માસ્ટર માઈન્ડ હોય તો તે છે વિજય ગુપ્તા. ઉત્તરપ્રદેશ થી આજીવિકા મેળવવા માટે ગુજરાત આવેલા પિતા રમેશ ગુપ્તાએ ભેળપુરી ની લારી ની શરૂઆત કરી હતી. આ લારી ને હાલ કોલેજ ડ્રોપ-આઉટ પુત્ર વિજય ગુપ્તાએ એક ફેમસ બ્રાન્ડ બનાવી દીધી છે. વિજય ગુપ્તા એ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ”અમારી આ ભવ્ય સફળતા પાછળ નું સૌથી વિશેષ કારણ જો કોઈ હોય તો તે એ છે કે અમે સામાન્ય વર્ગ ને ધ્યાન મા રાખી ને ફૂડ તૈયાર કરીએ છીએ. ચોપાટી ફૂડ એ જ અમારી ઓળખ છે.

અમે હાઈ ક્લાસ પબ્લિક પર ક્યારેય ધ્યાન આપ્યું જ નથી. આ સિવાય નું અન્ય એક કારણ હોય તો તે છે અમારી રેસ્ટોરન્ટ્સ નો ટેસ્ટ. આ ઉપરાંત એક વાત તમને લોકો ને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે અમને અમારા કસ્ટમર વર્ગ પાસે થી જ ધંધો ચલાવવા માટે ના ગુણો શીખવા મળ્યા છે.” રોજગારી મેળવવા તથા આજીવિકા કમાવવા માટે જ રમેશભાઇ ગુપ્તા ગુજરાત સ્થળાંતરિત થયા હતા.
ઉત્તરપ્રદેશ ના મથુરા પાસે ના પચેરા ગ્રામ્ય વિસ્તાર મા રમેશભાઇ નો પરિવાર ખેતી કરતો હતો જેમાં પરિવાર નું ભરણપોષણ યોગ્ય રીતે થઈ શકતું નહોતું. આથી , રમેશભાઇએ અમદાવાદ ના રતનપોળ ના નાકે ચેતન ભેળપૂરી નામ થી લારી રાખી ને ધંધા ની શરૂઆત કરી. તેમના ફૂડ ના ચટપટા ટેસ્ટ ના કારણે જ આ લારી ટૂંક સમય મા જ આસપાસ ના વિસ્તાર મા તથા લોકો મા તે પ્રખ્યાત બની.
અહીં નાસ્તો કરવા માટે આવતા જૈન વ્યાપારીઓ પાસે થી જ ધંધા ના ગુણો શિખ્યા. રતનપોળ થી આ બીઝનેસ ને સિટી મા કઈ રીતે લઇ જવો તે અંગે રમેશભાઈ વિચારી રહ્યા હતા. ૧૯૭૨ ના વર્ષ મા લો-ગાર્ડન પાસે શરૂ કરેલી લારી મા, ભેળ ની સાથે પાઉંભાજી બનાવવા નુ પણ શરૂ કર્યું. પારસી વ્યાપારી પાસે થી અંગત સલાહ લીધા બાદ આ બીઝનેસ નું નામ ચેતનમાં થી બદલી ને ઓનેસ્ટ રાખ્યું.

લો-ગાર્ડન પાસે શરૂ કરેલી ઓનેસ્ટ પાઉંભાજી માટે લોકો ઘરે માલ તૈયાર કરતા હતા. રમેશભાઇ તેમની પત્ની, તેમના ત્રણ પુત્રો તથા બે કારીગર સહિત સાત લોકો લારી પર કાર્ય કરતા હતા. લો-ગાર્ડન પર ની આ ઓનેસ્ટ પાઉંભાજી ની નાની એવી લારી એ ધીમે-ધીમે શહેર ના લોકો ને સ્વાદ નો ચસ્કો લગાવી દીધો. આ લારી મા ઓઈલ ના ૨૫ અને બટર ના ૬૫ પૈસા મા પાઉંભાજી વેચતા હતા અને રોજ નું ૬૦ રૂપિયા નું કાઉન્ટર થતું હતું.

બી.કોમ. મા ફેઈલ થયેલો તેમનો સૌથી નાનો પુત્ર વિજય ૧૯૮૧ મા ફુલ ટાઇમ માટે પિતા ના આ બીઝનેસ મા જોડાયો. વિજયે બંને ભાઇઓ સાથે મળી ને પિતા ના વ્યવસાય ને આગળ લઇ જવા નો વિચાર કર્યો. આ ધંધા ને ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે વિજયભાઇએ ૧૯૮૯ મા લો-ગાર્ડન પાસે વ્હાઇટ હાઉસ મા બિલ્ડર ની સહાયતા થી એક દુકાન ખરીદી. ઓનેસ્ટ એક વેલ-નોન બ્રાન્ડ બનેલી હોવાના કારણે દુકાન પર પહેલા દિવસ થી જ લાઇન લાગવા માંડી.

પાઉંભાજી શોપ મા વિજય તેમજ બન્ને મોટા-ભાઇઓ કચરા-પોતાનું કામ કરતા હતા. સ્વાદ ના કારણે ઓનેસ્ટ શોપ મા પ્રારંભિક કાળ થી જ ૭ થી ૮ હજાર નો વકરો થવા માંડયો. આ ધંધા નો વ્યાપ વધારવા માટે ૧૯૯૪ મા ત્રણેય ભાઇઓએ અલગ-અલગ જવાબદારી સ્વીકારી. ગ્રાહકો ના બહોળા પ્રતિસા દના કારણે વર્ષ ૨૦૦૦ સુધી મા ઓનેસ્ટ ના પાંચ આઉટલેટ નો પ્રારંભ થયો.

અમદાવાદ ની બહાર સૌપ્રથમ મહેસાણા અને ત્યારબાદ લીમડી મા ઓનેસ્ટ રેસ્ટોરન્ટ નો પ્રારંભ થયો. અન્ય રેસ્ટોરન્ટ ની ફ્રેન્ચાઇઝી ની માંગ ની વૃદ્ધિ ના કારણે વર્ષ ૨૦૦૪ મા ઓનેસ્ટ કંપની સ્થાપી. વર્ષ ૨૦૧૩ મા માઉન્ટ આબુ મા ઓનેસ્ટ કંપની ખોલી ને ગુજરાત ની બહાર ધંધો ફેલાવવા ની કાર્યવાહી નો પ્રારંભ કર્યો. ૨૦૧૬ મા પટ્ટાયા મા આઉટલેટ નો પ્રારંભ કર્યો અને ભારત ની બહાર ધંધા નું વિસ્તરણ કરવાનો પ્રારંભ કર્યો.

વિદેશ ની ધરતી પર સ્વાદ રસિકો નો આવકાર મળતા અમેરિકા મા પણ આઉટલેટ નો પ્રારંભ કર્યો. હાલ યુએસ મા ૨, થાઇલેન્ડ અને યુએઇ મા ૧-૧ સહિત ભારત મા ઓનેસ્ટ કંપની ની ૫૮ રેસ્ટોરન્ટ છે. હાઇ-વે, રેસ્ટોરન્ટ તેમજ ૩ સ્ટાર હોટલ મા ઓનેસ્ટ નો વ્યવસાય છે. ૨૦૦૦ થી વધુ લોકો ને ઓનેસ્ટ કંપની રોજગારી આપે છે. હાલ ત્રણેય ભાઇઓ સહિત તેમના બાળકો મળી ને આ બિઝનેસ ને આગળ વધારવા માટે પરિશ્રમ કરે છે. વિજયભાઇ એક્સપેન્શન, મોટાભાઇ ક્વોલિટી અને અનિલભાઇ એચઆર ડિપાર્ટમેન્ટ ની જવાબદારી સંભાળે છે.