અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી કોરોના બાદ રજા આપેલ યુવાન અચાનક જ

અમદાવાદના સિવિલ હોસ્પીટલમાંથી કોરોના બાદ રજા અપાયેલ યુવાન અચાનક જ ગુમ થઇ ગયો છે!

Advertisement

27 મેના દિવસે કોરોના સામે લડીને રીકવર થયેલા દર્દીને હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવી હતી. જો કે આ દર્દી અચાનક જ ઘરે ન જઈ, ગુમ થઈ જતા શાહીબાગ પોલીસ અને ટ્રોમા પોલીસને જાણ કરવા બાબતે શહેરીજાનો પાસે પણ મદદ માંગવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૬ તારીખે હોસ્પીટલમાં દાખલ કરાયેલા આ યુવકને આગળના દિવસે રજા આપી દેવી હતી.

હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

અમદાવાદ શહેરમાં જયારે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, ત્યારે આ સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસ (કોવિડ-19) સામે જંગ જીતીને સાજા થયેલ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ ઘણા દિવસ પછી જાણ થઇ હતી કે આ વ્યક્તિ ઘરે પહોચ્યો નથી અને ગુમ થઇ ગયો છે. અમદાવાદની 1200 બેડની આ અધ્યતન હોસ્પિટલમાંથી 27 મેના રોજ સાજા હોવાથી વ્યક્તિ એટલે કે અજયસિંહ દશરથસિંહ રાજપૂતને રજા આપવામાં આવી હતી, જેમની ઉમર ૪૦ વર્ષની છે.

દર્દી અચાનક જ ક્યાંક ગુમ થઇ ગયો હતો

હોસ્પીટલમાંથી રજા અપાયા બાદ આ દર્દી અચાનક જ ક્યાંક ગુમ થઇ ગયો હતો. જો કે ગુમ થયાની જાન થતા જ એ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ દેખાય તો અથવા સગા સંબંધીઓને એના વિશે કોઈ જાણકારી મળે તો તુરંત શાહીબાગ પોલીસ સ્ટેશન તેમજ ટ્રોમા પોલીસ ચોકીને જાણ કરવા માટે પોલીસે વિનંતી પણ કરી છે.

એક તરફ અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર વહેલી તકે કોરોના દર્દીઓની સારવાર કરવાના પ્રયાસો આરંભી દીધેલા છે. એવા સમયે કોરોના સામે લડવા માટે ઘરેથી હોસ્પિટલ ગયેલ દર્દી અચાનક ગુમ થઇ જવાની જાન થતા હોસ્પિટલ તેમ જ એમના પરિવારમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

યુવાને 26 તારીખે જ હોસ્પિટલમાં દાખલ થયો હતો

કોરોના વાયરસ (કોવિડ-19) હોસ્પિટલમાં આ યુવાન 26 મેનાં રોજ દાખલ થયો હતો. પણ એના સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા ન જોવા મળતા બીજા જ દિવસે એટલે કે 27 મેએ એને રજા આપી દેવામાં આવી હતી. જો કે માહિતી મુજબ દર્દીને રજા આપ્યા અંગે પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. પૂર્વ જાણકારીના અભાવે પરિવાર લોકો પણ નિશ્ચિંત હતા. આવા સમયે જ્યારે પરિવારે દર્દી અંગે તાપસ કરી અને તે ત્યાં હોવા અંગેની કોઈ જાણકારી ન મળતા પરિવારજનોને ૧૧ જુનના દિવસે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં યુવાનનો કોઈ જ અત્તોપત્તો મળ્યો નથી.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.