RBI દ્વારા ચેકના નિયમોમાં કરવામાં આવ્યો બદલાવ, તમે પણ ચેકથી લેવડ-દેવડ કરતા હોય તો અવશ્ય વાંચજો

RBI દ્વારા ચેકના નિયમોમાં કરવામાં આવ્યો બદલાવ, તમે પણ ચેકથી લેવડ-દેવડ કરતા હોય તો અવશ્ય વાંચજો

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચેકથી લેવડ-દેવડના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે, રિઝર્વ બેંકે હાઈ વેલ્યુ ચેક ક્લિયરિંગના નિયમોમાં બદલાવ કર્યો છે.

જો તમે 50 હજાર રૂપિયાથી વધારેની લેવડ-દેવડ બેંક ચેકના માધ્યમ દ્વારા કરો છો તો આ ખબર તમારા માટે ખાસ જરૂરી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચેકથી જોડાયેલી છેતરપિંડીની ઘટનાઓને ઓછી કરવા માટે હાઈ વેલ્યુ ચેક ક્લિયરન્સના નિયમોમાં બદલાવ કર્યો છે.

આરબીઆઇ દ્વારા આ નિર્ણય ચેક જમા કરાવતા ગ્રાહકોને સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે 50 હજાર રૂપિયા અને તેનાથી વધારેના બધા જ ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

પોઝિટિવ પે સિસ્ટમ અંતર્ગત ચેક ક્લિયર કરતા સમયે ગ્રાહકની બધી જ જાણકારી માંગવામાં આવશે. તો ચુકવણી કરવા સામે બેંક ગ્રાહકો દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર ઉપર તપાસ કરશે અને ત્યારબાદ જ પૈસાની ચુકવણી કરવામાં આવશે. જેનાથી ચેક સંબંધી છેતરપિંડીમાં મદદ મળશે.

પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ લાભાર્થીને ચેક આપતા પહેલાં ખાતાધારક દ્વારા જાહેર કરવામાં આવેલ ચેકની માહિતી જેવી કે ચેક નંબર, ચેક ડેટ, Payee નામ, ખાતા નંબર, રમક વગેરેની સાથે સાથે ચેકની સામે અને રિવર્સ બાજુની ફોટોની સાથે શેર કરવો પડશે.

જ્યારે લાભાર્થી ચેકને ઈનકેશ કરવા માટે જમા કરાવશે તો બેંક પોઝિટિવ પે સિસ્ટમ દ્વારા આપવામાં આવેલા ચેકની માહિતી જોશે. જો માહિતી મેળ ખાશે તો જ ચેક ક્લિયર થશે.

 

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *