ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર, જાણો શું છે ખુશખબર?

બંગાળની ખાડીમાં તા. 4 ઓગસ્ટે લો-પ્રેશર સક્રિય થશે, તેની સાથે હાલમાં મોનસૂન ટ્રફ પણ નોર્મલ સ્થિતિમાં છે, જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબૂત બનશે. તેમજ હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર પૂર્વ–પશ્ચિમ પવનોનો કનર્વજન્સ (શેર) ઝોન 17 ડિગ્રી નોર્થ પાસે રહેલો છે, જે ઉત્તર તરફ ખસશે. જેની અસરોથી અરબસાગરમાં તેમજ પશ્ચિમી કિનારા આસપાસ દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે.

આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. મંગળવારથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

તા 3 થી 6 માં મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ તા. 5 અને 6 ઓગસ્ટની આસપાસ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં છવાશે. જેની અસર રૂપે રાજ્યમાં તા 4થી 8માં (ખાસ તા 6/7 માં) સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. તેમજ રાજ્યનાં જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે એવા વિસ્તારોમાં પણ સંતોષકારક વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાંક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળાં ડિબાંગ વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ સતત હાથતાળી આપી રહ્યો છે.

રાજ્યના આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે
4 ઓગસ્ટે- વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, 5 ઓગસ્ટે- વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, 6 ઓગસ્ટે- વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ અને 7 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને કચ્છ.
