થાઈરોઇડના આવા લક્ષણો જોવા મળે તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે જીવનું જોખમ

થાઈરોઇડના આવા લક્ષણો જોવા મળે તો થઈ જાવ સાવધાન, થઈ શકે છે જીવનું જોખમ

હંમેશા તમે જોયું હશે કે તમે વધારે કાર્ય કરતા નથી તેમ છતાં પણ તમને થાક વધારે લાગતો હોય છે અથવા તો તમે પોતાના ખોરાક પર ધ્યાન આપતા નથી. જેના લીધે તમારું વજન ઝડપથી વધવા લાગે છે. આપણા શરીરમાં એવા ફેરફારો થતા રહે છે જેમાં આપણે વધારે ધ્યાન આપતા નથી. આપણે શરીરમાં થતા બદલાવ પર જરાપણ ધ્યાન આપતા નથી. જેને લઈને આવતા સમયમાં કોઈ ગંભીર બીમારીનો શિકાર બની જઈએ છીએ. આ બધી બીમારીઓમાંથી એક થાઈરોઈડની બિમારી પણ હોય છે. હંમેશા જોવા મળ્યું છે કે થાઇરોઇડના લક્ષણોનું આપણે શરૂઆતમાં અનુમાન લગાવી શકતા નથી. જેને આપણે નજરઅંદાજ કરીએ છીએ અને ધીરે ધીરે આગળ જઈને તે હાઇપો થાઈરાઈડની સ્થિતિમાં આવી જાય છે.

વાસ્તવમાં થાઇરોઇડ આપણા શરીરમાં રહેલી એક એવી ગ્રંથિ હોય છે. જે મેટાબોલિજ્મની સહાયતા કરે છે. આજે તમને આ લેખના માધ્યમથી તેવા અમુક લક્ષણો વિશે જણાવીશું. જો તમને પણ આ લક્ષણો હોય તો તે થાઈરોઈડની સમસ્યાનો સંકેત હોય શકે છે. આવી સ્થિતિમાં તુરંત જ ઇલાજ કરાવવો જોઈએ.

થાઈરોઈડના લક્ષણો

  • જો કોઈપણ વ્યક્તિના શરીરની માંસપેશીઓમાં દર્દની સમસ્યા રહેતી હોય કે પછી સાંધાઓમાં દુખાવો રહેતો હોય તો હાઇપો થાઈરાઈડની સમસ્યાના લીધે હોય શકે છે. વાસ્તવમાં આપણા શરીરમાં ટીએસએચની વધારે અને ટી-૩ ટી-૪ ઓછું હોય તો માંસપેશીઓ અને સાંધામાં હંમેશા દુખાવાની સમસ્યા રહે છે.
  • જો વ્યક્તિને થાઇરોઇડ વધવા લાગે તો તેના લીધે ગળામાં સોજો આવવાની સંભાવના વધી જાય છે. જો તમારા ગળામાં સોજા જેવુ લાગતું હોય અને તમને ગળું ભારે લાગતું હોય તો તેવી સ્થિતિમાં તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

  • જો કોઈપણ વ્યક્તિને લાંબા સમયથી પેટ સંબંધિત સમસ્યાઓ થઇ રહી હોય તો તે હાઇપો થાઈરાઈડના કારણે હોય શકે છે. તેથી જો તમને પેટ સાથે જોડાયેલી કોઇ સમસ્યા હોય તો તરત જ તેની તપાસ કરાવવી જોઈએ.
  • જો તમારા શરીરનો વજન ઝડપથી વધી રહ્યો હોય તો તે હાઇપો થાઈરાઈડની સ્થિતિમાં થઈ શકે છે. એટલું જ નહીં શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધવા લાગે છે.
  • તમને કોઈપણ મહેનત વગર પણ તમારા શરીરમાં થાક રહેતો હોય અથવા નાની-નાની વાતો પર તમને ગભરામણ થતી હોય તો તે થાઇરોઇડની બીમારીનો સંકેત છે.

  • સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન થાઇરોઇડની સ્થિતિમાં પેટમાં દુખાવો વધારે થતો હોય છે ત્યાં જ હાઇપર થાઇરોઇડમાં અનિયમિત માસિક ધર્મ પણ થાય છે. થાઈરોડની સ્થિતિમાં મહિલાઓને ગર્ભધારણ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • જો કોઇ વ્યક્તિને હાઇપો થાઈરાઈડની સમસ્યા હોય તો તે સ્થિતિમાં સંવેદનશીલ ત્વચા અને વાળ ખરવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જ્યારે હાઇપર થાઇરોઇડમાં વ્યક્તિને વાળ ખૂબ જ ઝડપથી ઉતરવા લાગે છે. તે ઉપરાંત સંવેદનશીલ ત્વચા જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો તમારી ત્વચા કે તમારા વાળમાં પણ આ રીતની સમસ્યા હોય તો તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *