ઠંડી ઋતુમાં શરદી, ખાંસી અને તાવ થઈ જાય તો તુરંત કરો આ ઉપાય, હોસ્પિટલ જવું નહીં પડે

ઠંડી ઋતુમાં શરદી, ખાંસી અને તાવ થઈ જાય તો તુરંત કરો આ ઉપાય, હોસ્પિટલ જવું નહીં પડે

ઠંડીની ઋતુ હાલના સમયમાં પોતાની ચરમસીમા પર છે. તેવામાં ઘણા લોકોને શરદી ખાંસી જેવી સમસ્યા અવારનવાર થતી રહે છે. વળી દેશમાં કોરોનાનો પ્રકોપ પણ વર્તાઇ રહ્યો છે. એટલા માટે તમારામાંથી કોઇ પણ વ્યક્તિ હાલના સમયે બીમાર પડવા માંગતા નથી. વળી હાલના સમયમાં દરેક વ્યક્તિ કોઈપણ ડૉક્ટર અથવા હોસ્પિટલ જવાનું ખૂબ જ ઓછું પસંદ કરે છે.

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એવા દેશી ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ, જે તાવ, શરદી અને ખાંસી માં તમને તુરંત રાહત આપશે. જો તમને તાવ શરદી નથી તો પણ તમારે આ બધી ચીજોને જરૂરથી અજમાવવી જોઈએ. તેનાથી શિયાળાની ઋતુમાં તમારા બીમાર પડવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જાય છે.

મધ

તેની અંદર એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ભરપૂર માત્રામાં હોય છે. જો તમને શરદી થાય છે તો દિવસમાં બેથી ત્રણ વખત તેનું સેવન કરવું જોઈએ. તેને તમે ડાયરેક્ટ દિવસમાં ૩ વખત ૧-૧ ચમચી કરીને સેવન કરી શકો છો. વળી બીજો વિકલ્પ છે કે તેને હૂંફાળા દૂધની સાથે પણ લઈ શકાય છે. જો તમને ખાંસી ની સાથે કફની સમસ્યા પણ હોય તો મધ અને દૂધની સાથે લેવું નહીં. આ સ્થિતિમાં તમારે ગરમ પાણીની સાથે મધનું સેવન કરવું જોઇએ. તેનાથી તમને ફક્ત શરદી અને ખાંસીમાં આરામ નહીં મળે, પરંતુ ગળાનો દુખાવો પણ બંધ થઈ જશે.

આદુ ની ચા

આદુ ની અંદર એન્ટીવાયરલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી હોય છે. એટલા માટે જો તમે નિયમિત રૂપથી તેનું સેવન કરો છો તો ગળું છાતી અને માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે. એટલું જ નહીં તેની અંદર રહેલ તત્વ શરદી ફેલાવનારા વાયરસને પણ ખતમ કરી નાખે છે. શરદી ખાંસીમાં મધ અને આદુની ચા તાબડતોડ ઈલાજ માનવામાં આવે છે.

તેને બનાવવા માટે એક કપ ઉકળતા પાણીમાં અડધો ઇંચ પીસેલો આદું ઉમેરી દો. તેને બેથી ત્રણ મિનિટ સુધી પકાવવા માટે રાખો પછી તેને ગાળીને ઠંડુ થવા માટે રાખી દો. જ્યારે તે હૂંફાળું થઈ જાય તો તેમાં એકથી દોઢ ચમચી મધ ઉમેરો લો. હવે તમારી આદુ મધ વાળી ચા તૈયાર છે. તમે આ ચા દિવસમાં ૨ વખત પી શકો છો.

કોગળા અને નાસ

જ્યારે પણ તમને શરદી-ખાંસી થઈ જાય તો દિવસમાં ત્રણથી ચાર વખત ગરમ પાણી અને મીઠાના કોગળા કરવા. સાથોસાથ ગરમ પાણીમાં મિક્સ ઉમેરીને નાસ લેવી જોઈએ. તેનાથી તમને ખૂબ જલ્દી આરામ મળે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *