ઠંડા રાઈસ ગરમ કરીને ખાવાથી શરીરને થાય છે આ ગંભીર નુકસાન

ઠંડા રાઈસ ગરમ કરીને ખાવાથી શરીરને થાય છે આ ગંભીર નુકસાન

ઘણા લોકોને રાઈસ ખાવા ખૂબ જ પસંદ હોય છે અને તે રોજ તેને ખાતા હોય છે. રાઈસના બે પ્રકાર હોય છે. જેને બ્રાઉન રાઈસ અને વ્હાઇટ રાઈસના નામથી આપણે જાણીએ છીએ. બ્રાઉન રાઈસ જોવામાં ભૂરા રંગના હોય છે અને વ્હાઇટ રાઈસનો રંગ સફેદ હોય છે. મોટાભાગના લોકો વ્હાઇટ રાઈસ ખાવાનું જ પસંદ કરતા હોય છે. જોકે આપણા સ્વાસ્થ્ય માટે બ્રાઉન રાઈસને વધારે ઉત્તમ માનવામાં આવે છે.

અમુક લોકો વાસી રાઈસ કે ઠંડા રાઈસ ખાવાનું પસંદ કરે છે. જોકે તે યોગ્ય નથી. જો તમે પણ વાસી રાઈસ ખાઓ છો તો સાવધાન થઈ જાઓ. કારણ કે વાસી રાઈસ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. ઠંડા રાઈસ ખાવાથી આપણા શરીરને ઘણા પ્રકારના નુકસાન પહોંચે છે. જે આ પ્રકારે છે.

ફૂડ પોઇઝનિંગનું જોખમ વધે છે

ઠંડા કે વાસી રાઈસને બીજી વાર ગરમ કરીને ખાવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે રાઈસને વારંવાર ગરમ કરવાથી બેસિલસ સેરેસની માત્રા વધી જાય છે. જે ફૂડ પોઈઝનીંગ થવાનું કારણ બને છે. ફૂડ પોઈઝનીંગ સિવાય ઝાડા કે ઊલટી જેવી ફરિયાદો પણ રહે છે. તેથી વાસી રાઈસ ખાવા ના જોઈએ અને હંમેશા તાજા રાઈસનું જ સેવન કરવું જોઈએ.

શું હોય છે બેસિલસ સેરેસ

બેસિલસ સેરેસ એક બેક્ટેરિયા હોય છે. જે માટીમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા કાચા રાઈસમાં હાજર હોય છે. જ્યારે ઠંડા રાઈસને વારંવાર ગરમ કરવામાં આવે છે તો રાઈસ દૂષિત થઈ જાય છે અને તેમાં બેસિલસ સેરેસની માત્રા વધી જાય છે.

બેસિલસ સેરેસ બેક્ટેરિયા પૈથોજેનિક જે રોગને જન્મ આપનાર બેક્ટેરિયા માનવામાં આવે છે અને જ્યારે રાઈસને બીજીવાર ગરમ કરવામાં આવે છે તો તે બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે. બેસિલસ સેરેસ બેક્ટેરિયા સામાન્ય રીતે ૪-૬૦° C. ના વચ્ચેના તાપમાન પર વધવા લાગે છે અને રાઈસમાં તેમની માત્રા વધવાથી શરીર ગંભીર રોગોથી ગ્રસ્ત થઇ જાય છે.

પ્રતિરક્ષા પ્રણાલી પડે છે નબળી

ઠંડા કે વાસી રાઈસ ખાવાથી પ્રતિરક્ષા પ્રણાલી પર ખરાબ અસર પડે છે અને પ્રતિરક્ષા પ્રણાલી નબળી પડવા લાગે છે. પ્રતિરક્ષા પ્રણાલી નબળી પડવા પર શરીર સરળતાથી બિમારીઓની ઝપેટમાં આવી જાય છે અને તમે જલ્દી બીમાર પડવા લાગો છો.

સંક્રમણ થઈ શકે છે

નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને ભૂલમાં પણ ઠંડા રાઈસનું સેવન કરવું ના જોઈએ. તેને ખાવાથી પેટમાં સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે અને પેટ ખરાબ રહે છે. સાથે જ ખોરાક પણ યોગ્ય રીતે પચી શકતો નથી અને ઘણીવાર પેટમાં દુખાવાની ફરિયાદ પણ રહેવા લાગે છે.

આ રીતે કરો ઠંડા રાઈસનું સેવન નહી થાઓ બિમાર

ઠંડા રાઈસનું જો સુરક્ષિત રૂપથી સેવન કરવામાં આવે તો તમે બીમાર પડી શકતાં નથી. ઠંડા રાઈસને કે વાસી રાઈસને તમે ગરમ કરીને ના ખાઓ. તેને ફ્રિઝમાંથી કાઢીને અમુક સમય માટે રૂમના તાપમાનમાં રહેવા દો અને ત્યારબાદ તેનું સેવન કરો. જો તમે રાઈસને ગરમ કરીને જ ખાવાનું પસંદ કરો છો તો તેમને ૧૬૫°F કે ૭૪°C સુધી જ ગરમ કરો. તેનાથી વધારે ગરમ કરવાથી તે હાનિકારક સાબિત થઈ શકે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *