‘તેરે નામ’ ની હિરોઈન થઇ ગઈ હતી ગાયબ, વર્ષો પછી આવી, જે આ તસ્વીરમાં લાગી રહી છે કેટલી અલગ

સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ને રિલીઝ થયાના લગભગ 15 વર્ષ થઈ ગયા છે. સલમાન ખાન સાથે વર્ષ 2003 માં ફિલ્મ તેરે નામમાં ભૂમિકા ભજવનાર ભૂમિકા ચાવલા તો યાદ જ હશે. ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ એક પંજાબી પરિવારમાં થયો હતો, તેમના પિતા આર્મીમાં કર્નલ હતા અને તેમની માતા શિક્ષિકા હતા. તેમનો શાળાનો અભ્યાસ ન્યુ દિલ્હીમાં થયો હતો. તેમનું સાચું નામ રચના ચાવલા હતું, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમને પોતાનું નામ બદલીને ભૂમિકા કરી દીધું હતું.
પહેલી ફિલ્મથી જ આ અભિનેત્રીઓએ દર્શકોના હૃદય ઉપર પોતાની એક અલગ છાપ છોડી.આ હિરોઇનો એક-બે ફિલ્મો કર્યા બાદ બીજી વખત ફરી ક્યારે નજર આવી નહીં. દર્શકો તેમની બીજી ફિલ્મ જોવા માટે તરસી ગયા,પરંતુ તેમને આ અવસર બીજી વખત મળ્યો નહીં.
બોલિવૂડમાં આવતા પહેલા ભૂમિકાએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી, અને વર્ષ 2000માં યુવાકુડુમાં કામ કર્યું, આ પછી બીજા જ વર્ષે પવન કલ્યાણ સાથે કુષી રિલીઝ થઇ જે બોક્સ ઓફિસ પર હિટ રહી. આ ફિલ્મ માટે ભૂમિકાને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી, તેલુગુનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેને કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મો પણ કરી. દીકરા સાથે થઈ સ્પોટ.ઘણા દિવસો બાદ ભૂમિકા વીતેલા શનિવારે પોતાના દીકરાની સાથે મુંબઈમાં સ્પોટ થઈ.

આ દરમિયાન તેણે બ્લુ જીન્સ, બ્લેક ટોપ અને શ્રગમાં નજર આવી. ભૂમિકાએ કોઈ મેકઅપ કર્યો ન હતો અને મેકઅપ વગર પણ તે ખૂબ જ ક્યુટ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયામા ભૂમિકાની આ લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે અને ૪૦ ની ઉંમરમાં પણ તે ખૂબ જ ક્યુટ અને ચાર્મિંગ દેખાઈ રહી છે. ઘણા લોકોને તે માલૂમ નહીં હોય કે ભૂમિકા ચાવલા એ પોતાની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મ “Yuvkudu” થી કરી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૦૦ માં આવી હતી.

દર્શકોએ આ ફિલ્મમાં ભૂમિકાને ખૂબ જ પસંદ કરી હતી. ફિલ્મ હિટ થયા બાદ તેણે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ “તેરે નામ” તેની સૌથી મોટી હિટ સાબિત થઈ. ભૂમિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેની જેમ જ તેનો દીકરો પણ ખૂબ જ ક્યુટ છે ભૂમિકાએ વર્ષ ૨૦૦૭માં ભારત ઠાકુરની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓએ ફિલ્મોથી અંતર બનાવી લીધુ. આજકાલ ભૂમિકા પોતાના પરિવારને સમય આપી રહી છે.