ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા નો મોટો ખુલાસો ૨૦૦૮ નાં બીજીંગ ઓલિમ્પિક દરમિયાન તેમની સાથે થઈ હતી આ ઘટના

સાનિયા મિર્ઝા ૨૦૦૮ બેઇજિંગ ઓલિમ્પિક્સમાં આ ઘટનાથી હતાશામાં આવી ગઈ હતી. ઓલમ્પિક થી બહાર થઈ ગઈ હતી.સાનિયા મિર્ઝા એક એવું નામ છે જેની દીવાનગી ભારતભરમાં ફેલાયેલી છે. સાનિયા મિર્ઝા ભારતની સૌથી લોકપ્રિય ટેનિસ સ્ટાર છે. તેની રમતની સાથે તેની સુંદરતા નાં પણ બધા વખાણ કરે છે. સાનિયા મિર્ઝાએ તેમના જીવન સાથે જોડાયેલું ખૂબ મોટું રહસ્ય ખોલ્યું છે. પોતાના ભૂતકાળને યાદ કરતાં સાનિયાએ કહ્યું હતું કે, તે ૧૩ વર્ષ પહેલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેના કારણે તે માત્ર રડતી હતી. તેનું કારણ એ હતું કે, ૨૦૦૮ નાં બેઇજિંગ ઓલિમ્પિક દરમિયાન સાનિયા મિર્ઝાની કાંડા ને ઇજા થઇ હતી.
તેની ઈજા એટલી ગંભીર હતી કે, તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ કારણોથી તે તણાવમાં રહેતી હતી. સાનિયા મિર્ઝા તે અકસ્માત પછી લગભગ ત્રણથી ચાર મહિના સુધી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. સાનિયા મિર્ઝા કાંડાની ઈજાના કારણે તે સમય દરમિયાન લગભગ એક વર્ષ સુધી કોર્ટ થી દૂર રહી હતી. આ સ્ટાર ખેલાડી એ પોતાના તે સમય વિશે ઘણા ખુલાસા કર્યા છે. સાનિયા મિર્ઝા છ વખત ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ વિજેતા રહી ચૂકી છે. તેથી આવા પ્રસંગે તેના માટે બહાર હોવું ખૂબ જ દુઃખ ભર્યું હતું.
સાનિયાએ કહ્યું હતું કે, ૨૦૦૮ નાં બેઇજિંગ ઓલિમ્પિક પછી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તે સમયે તેણે જણાવ્યું હતું કે, તે એકદમ સારી રીતે રહેતી હતી અને અચાનક તેમની આંખોમાં આંસુ આવી જતા હતા. સાનિયા મિર્ઝાના કહેવા પ્રમાણે તે એક મહિના સુધી જમતી પણ ન હતી. તેને જણાવ્યું કે, તે સમયે તેને એવું લાગતું હતું કે, તે હવે ફરીથી ટેનીસ રમી શકશે નહીં.
સાનિયા મિર્ઝા તે સમયે માત્ર ૨૦ વર્ષની હતી તેના પ્રમાણે ૨૦ વર્ષની ખેલાડી માટે તે ખૂબ જ મોટો આંચકો હતો. અને જણાવ્યું હતું કે તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. સાનિયાએ એમ પણ કહ્યું હતું કે, તેના કાંડા ની ઈજા ખૂબ જ ગંભીર હતી. તે સમયે તે વાપસી કરવા માટે સક્ષમ ન હતી. ત્યારબાદ તેના કાંડા ની સર્જરી થઈ ત્યારે તેમને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. તેમને એવું લાગતું હતું કે, તેણે પોતાના પરિવારની નીચું દેખાડયા છે. સાનિયા ને એવું પણ લાગતું હતું કે, તેણે પોતાના દેશનું માન પણ ગુમાવ્યું છે. કારણ કે તે ઓલમ્પિક ખેલ માંથી બહાર થઈ ગઈ હતી.
ભારતની સ્ટાર ખેલાડી એ જણાવ્યું કે, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે તેના પરિવારે તેને ખૂબ જ મદદ કરી હતી. તેમના પરિવારે સાચી દિશા બતાવી હતી. સાનિયાએ કહ્યું હતું કે, તે છ થી આઠ મહિના સુધી ટેનિસ થી દૂર રહી હતી. સાનિયા તે ઘટના પછી જોરદાર વાપસી કરી અને તે વર્ષે ભારતમાં થયેલા કોમનવેલ્થ ગેમ્સ નાં બે પદ પોતાના નામે કર્યા. સાનિયા મિર્ઝાએ એશિયન ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ ને મળીને ૧૪ મેડલ જીત્યા હતા. તેની સાથે જ તે છ ગ્રૅન્ડ સ્લૅમ પણ પ્રાપ્ત કર્યા હતા.
તમને જણાવી દઈએ તો ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પાકિસ્તાનમાં સ્ટાર ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. તે બંનેના લગ્ન ને ૧૧ વર્ષ થઇ ગયા છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે ૧૨ એપ્રિલ ૨૦૧૦ નાં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. આ કપલ નાં લગ્ન હૈદરાબાદ ની તાજ કૃષ્ણ હોટેલ માં થયા હતા. જ્યાં ખૂબ જ મોટો લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો. ૨૦૧૮ માં સાનિયા અને શોએબ એક બાળક નાં માતા-પિતા બન્યા હતા. આજે તે કપલ ખુશી ખુશી રહે છે.