તમને તમારા આ ફેવરિટ સ્ટાર્સની સરનેમ ખ્યાલ છે, જો નહી તો જાણો તેનું પૂરું નામ

આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એવા ઘણા સ્ટાર્સ છે, જેમનું પૂરું નામ કદાચ તમને ભાગ્યે જ ખબર હશે. આ લિસ્ટમાં ઘણા જૂના થી લઈને અત્યાર સુધીના સ્ટાર્સ નાં નામ છે. માત્ર અભિનેતા જ નહીં પરંતુ અભિનેત્રીઓ પણ તેમનું પૂરું નામ છુપાવે છે. તે સિવાય તેમના મોટા નામ હોવાના લીધે તે તેમના નામને ટૂંકુ કરે છે. અથવા તો ઈન્ડસ્ટ્રી તેમના નામની ટૂંકુ કરે છે. આજે તમને એવા સ્ટાર્સ ની સરનેમ વિશે જણાવીશું.
બોલિવૂડ ની ૯૦ ના દશકની સૌથી વધારે ડિમાન્ડેડ અભિનેત્રી કાજોલ અને અજય દેવગન નાં લગ્ન થયા તેના પછી તેમનું નામ કાજોલ દેવગન થઈ ગયું છે. પરંતુ તેના પહેલા કાજોલ માત્ર કાજોલ થી જ જાણીતી હતી. કાજોલ નું સાચું નામ ‘કાજોલ મુખર્જી’ છે. પરંતુ તેના માતાપિતાથી અલગ થયા પછી તેમણે પોતાની સરનેમ લગાવવા નું બંધ કરી દીધું.
બોલિવૂડ નાં ૭૦ થી ૮૦ દર્શક નાં હેન્ડસમ અભિનેતા ધર્મેન્દ્ર પણ હંમેશા પોતાના નામથી જાણીતા છે. ક્યારેય પણ તેમનું પૂરું નામ લેવામાં આવ્યું નથી. ધર્મેન્દ્રનું પૂરું નામ ધર્મેન્દ્ર સિંહ દેઓંલ છે.
બોલિવૂડની લિજેન્ડરી અભિનેત્રી રેખા હંમેશા દરેક શોમાં જોવા મળે છે. રેખા ને તેના એ પહેલાથી નામથી ઓળખવામાં આવે છે. રેખા એ ક્યારેય પણ પોતાની સરનેમ નો ઉપયોગ કર્યો નથી. તેમનું અસલી નામ ‘ભાનુરેખા ગણેશન’ છે. જેને નાનું કરીને તેમણે રેખા કર્યું.
બોલિવૂડ નાં સુપરસ્ટાર રણવીર સિંહે પોતાનું નામ બદલ્યું છે. રણવીર સિંહ નું અસલી નામ રણવીરસિંહ ભવાની છે. પરંતુ બોલિવૂડમાં આવતાં પહેલા તેમણે પોતાના પૂર્વજોનું ટાઇટલ દૂર કર્યું હતું. જેથી તેમનું નામ સરળતાથી નાનું થઈ જાય.
સાઉથની એક અભિનેત્રી જેમણે પોતાનું નામ બદલ્યું છે. આ અભિનેત્રીએ તેની સરનેમ નો ઉપયોગ કર્યો નથી. અભિનેત્રી આસિન નું નામ ‘થોતુંમકલ’ છે.
શ્રીદેવી ને કોણ નથી જાણતું શ્રીદેવી બોલિવૂડની સૌથી ફેમસ અભિનેત્રી માંથી એક હતી. શ્રીદેવી નું નામ શ્રીઅમ્માં યાંગર અયપ્પન છે. જેણે બોલિવૂડમાં આવ્યા પછી તેમનું નામ શ્રીદેવી કરી દીધું.
બોલિવુડ નાં ખેલાડી નામથી ફેમસ અભિનેતા અક્ષય કુમારે પણ પોતાનું નામ બદલ્યું છે. કદાચ તમને ખબર નહીં હોય પરંતુ તે સત્ય છે. તમને જણાવી દઈએ તો બોલિવૂડ નાં સુપરસ્ટાર નુ અસલી નામ રાજીવ ભાટિયા છે.
તબ્બુ પણ ઘણા દશકો થી આપણને એન્ટરટેન કરતી આવી રહી છે. તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી તેમને જોઈને તેમની ઉંમર નો અંદાજો લગાવવો મુશ્કેલ છે. તબ્બુ નું અસલી નામ પણ તમને ખબર નહીં હોય તેમનું પૂરું નામ તબસ્સુમ હાશ્મી હતું. અને તે બોલવામાં ખૂબ જ લાંબું હતું.
બોલિવૂડ નાં કોમેડી અને ડાન્સના કિંગ અભિનેતા ગોવિંદા નું પૂરું નામ દરેક કોઈ જાણતું નથી ગોવિંદા નું પૂરું નામ અરુણ આહુજા છે. પરંતુ ઈન્ડસ્ટ્રી માં પોતાની ઓળખાણ બનાવવા માટે તેમનું પોતાનું નામ ગોવિંદા રાખી લીધું.
૮૦ અને ૯૦ના દશકના ખૂબ જ મશહૂર રહેલા અભિનેતા જીતેન્દ્ર નુ અસલી નામ પણ અલગ છે. તેમણે પણ ઈન્ડસ્ટ્રી માં આવ્યા પહેલા તેમનું નામ બદલ્યું હતું. જીતેન્દ્ર નુ અસલી નામ રવિ કપુર હતું.