તમે પણ પોતાના લગ્નમાં બોલીવુડ સિતારાઓને નચાવી શકો છો, બસ જાણો લૉ તેની ફી

લગ્નને યાદગાર બનાવવા માટે ઘણા લોકો પોતાના લગ્નમાં ફિલ્મી સ્ટારને નચાવવાની ઇચ્છા રાખે છે અને ફિલ્મી સ્ટારને લગ્નમાં બોલાવે છે. તમે જોયું હશે કે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રીના લગ્નમાં બોલીવુડનાં દરેક સ્ટાર્સ હતા. એ તો ખબર ન હતી કે પૈસા આપીને બોલાવ્યા હતા કે તેમને નિમંત્રણ આપ્યું હતું, પરંતુ હાં, લોકો પોતાના લગ્નને મોટા મોટા સ્ટાર્સને નચાવવાના શોખના લીધે સ્ટાર્સને બોલાવે છે. તો ચાલો આજે તમને એવા સ્ટાર્સનાં ચાર્જ લિસ્ટ વિશે જણાવીશું, જે લગ્નમાં ડાન્સ કરવા માટે અને લોકોના લગ્નની પળોને યાદગાર બનાવવા માટે ફીસ લેતા હોય છે.
દીપિકા પાદુકોણ
ફિલ્મોની સુંદર અભિનેત્રી દીપિકા પદુકોણ બધાની પહેલી પસંદ રહે છે અને જો તે તમારા લગ્નમાં આવે અને તમારા લગ્નને યાદગાર બનાવે તો તેનાથી સારું શું હોઈ શકે. પરંતુ તેના માટે તમારે તેને એક સારી કિંમત આપવી પડશે. દીપિકા પદુકોણ કોઈ પણ લગ્નમાં જાય અથવા પાર્ટીમાં સમય આપે તેના બદલામાં તે ૧ કરોડ રૂપિયા લે છે.
પ્રિયંકા ચોપડા
અભિનેત્રી પ્રિયંકા ચોપડાની વાત કરવામાં આવે તો તે બોલીવુડથી લઈને હોલિવૂડ સુધી ખૂબ જ ચર્ચામાં છે. તેથી તેની ફીસ પણ વધારે છે. જણાવી દઈએ તો પ્રિયંકા ચોપડા કોઈ પણ લગ્નમાં ડાન્સ કરવા માટે ૨ થી ૨.૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એટલો ચાર્જ તો તેનો હોવો જ જોઈએ, કારણ કે તે ઇન્ટરનેશનલ સ્ટાર્સ છે.
અનુષ્કા શર્મા
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ખૂબ જ ચંચળ સ્વભાવની છે. એજ કારણથી લગ્નમાં વધારે લોકો તેને બોલાવે છે. આ ખાસ સ્વભાવને લીધે લગ્નમાં તેની માંગ વધારે છે. અનુષ્કા તેના માટે ૭૦ થી ૮૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે.
શાહરુખ ખાન
ઇન્ડસ્ટ્રીઝના કિંગખાન કહેવાતા શાહરૂખ ખાનના ચાહકો ખૂબ જ છે અને લોકો તેમને દિલ માં રાખે છે અને તેમના કામની પ્રશંસા કરે છે. જણાવી દઈએ તો કિંગ ખાન ની ફીસ વધારે છે. તેમની ફી ૩ થી ૪ કરોડ રૂપિયા છે. પરંતુ એવું નથી કે તે ૪ કરોડ જ લેતા હોય, તેમાંથી તે ઓછા પણ કરે છે અને ૨ કરોડ પણ ફીસ લઈ શકે છે. પરંતુ શાહરુખ ખાન ખૂબ જ ઓછી પાર્ટીઓ અને લગ્ન અટેન્ડ કરે છે. વર્ષમાં માત્ર ૧૦ લગ્ન કે પાર્ટીમાં જાય છે.
કેટરીના
અભિનેત્રી કેટરીના ઘણા લગ્ન અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં જાય છે. લગ્નમાં જવા માટે તે ૨.૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને જો વાત માત્ર મહેમાન કલાકારની હોય તો તે ૨ કરોડની વચ્ચે ચાર્જ કરે છે.
અક્ષય કુમાર
ઇન્ડસ્ટ્રીઝના ખેલાડી અક્ષય કુમાર ખૂબ જ ઓછી પાર્ટીઓ અટેન્ડ કરે છે. જો તે પ્રોગ્રામ પ્રોફેશનલ હોય તો તે લગ્નને કોઈ પાર્ટીમાં જવા માટે ૧ થી ૧.૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
મલાઈકા અરોરા
મલાઈકા અરોરા જ્યારે સ્ક્રીન પર આઇટમ સોંગ્સ પર ડાન્સ કરે છે, ત્યારે તેના ડાન્સ જોઈને ઘણા બધા લોકોના દિલ ખીલી ઉઠે છે, તો વિચારો તેમને લાઈવ પર્ફોર્મન્સ કરતાં જોઈ કેવો એક્સપિરિયન્સ થતો હશે. મલાઈકા બાકી સ્ટાર્સની તુલનામાં સસ્તી છે અને એક પરફોર્મન્સ માટે ૨૫ થી ૩૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે.