ગુરૂ-શુક્ર એક બીજાની સાતમી રાશિમાં આવવાથી રચાઈ રહ્યો છે સમસપ્તક યોગ, જાણો તમારી રાશિ પર શું થશે અસર

ગુરૂ-શુક્ર એક બીજાની સાતમી રાશિમાં આવવાથી રચાઈ રહ્યો છે સમસપ્તક યોગ, જાણો તમારી રાશિ પર શું થશે અસર

જાણો તમારી રાશિ પર શુક્રના ચાર મહિના પછી રાશિ પરિવર્તનની કેવી થવાની છે અસર

દરેક લોકોના જીવનમાં રાશીનું ખુબ જ મહત્વ રહેલું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે.  શુક્ર ગ્રહ રવિવારે 1 ઓગસ્ટે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ચાર મહિના બાદ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. સાથે સાથે ગુરૂ-શુક્ર એક બીજાની સાતમી રાશિમાં આવવાથી સમસપ્તક યોગ રચાઇ રહ્યો છે. આ સમસપ્તક યોગની 6 રાશિઓ પર શુભ અસર થવાની છે. આ ગોચરથી તમામ રાશિઓ પર સારી અને ખરાબ અસર જોવા મળશે. જાણી લો તમારી રાશિ પર શુક્રના રાશી પરિવર્તન ની કેવી અસર લાવશે.

મેષ રાશિ

આ રાશિના લોકો ના પ્રયત્નો સફળ બનશે, પ્રવાસ, મિલન મુલાકાત થઇ શકે છે.

વૃષભ રાશિ

આ રાશિના લોકોના નાણાંકીય ખર્ચ અને વ્યય વધશે, વ્યવસાયિક સાનુકૂળતા, લાભ માં અસર થશે.

મિથુન રાશિ

આ રાશિના લોકોના મનની મુરાદ મનમાં રહેતી લાગે, સ્વજન- મિલન મુલાકાત થવાનો યોગ બની રહ્યો છે.

કર્ક રાશિ

આ રાશિના લોકોને આવકની તક મળી શકે છે, સ્વજનથી સુખ, મહત્વના કામમાં પ્રગતિ થઇ શકે છે.

સિંહ રાશિ

આ રાશિના લોકોના જીવનમાં મૂંઝવણ જણાય, તબિયત સુધરે, કાર્ય સફળતા જણાય, પ્રવાસમાં કોઈ ફેરફાર થઇ શકે છે

કન્યા રાશિ

આ રાશિના લોકોના વેપાર- ધંધાના કામમાં પ્રગતિ થશે, સગા સ્નેહીથી આનંદ મળશે.

તુલા રાશિ

આ રાશિના લોકોના પ્રવાસ, પ્રતિકૂળતા દૂર થશે, તબિયત નરમ ગરમ થઇ શકે છે

વૃશ્ચિક રાશિ

આ રાશિના લોકોને અગત્યની તક મળે, ભાગ્યફળે, ચિંતાના વાદળો વિખેરાય શકે છે.

ધન રાશિ

આ રાશિના લોકોના ગૃહજીવન કૌટુંબિક સમસ્યા દૂર થાય અને સફળતા મળશે.

મકર રાશિ

આ રાશિના લોકોને ધીમે ધીમે મનની મુરાદ ફળે, કુટુંબી કાર્ય થાય, સ્નેહીથી મિલન થશે.

કુંભ રાશિ

આ રાશિના લોકોના ધાર્યા કામમાં વિલંબ, વિઘ્ન જણાય, કૌટુંબિક સામાજિક પ્રવૃત્તિથી આનંદ મળશે.

મીન રાશિ

આ રાશિના લોકોના પ્રવાસમાં સાનુકૂળતા રહેશે, નવીન સંબંધોથી લાભ- પ્રગતિ થઇ શકે છે..

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *