તમારા ફેવરિટ ટીવી સ્ટાર એક્ટિંગ સિવાય કરે છે મોટા-મોટા-બિજનેસ, કોઈ ચલાવે છે રેસ્ટોરન્ટ તો કોઈ કોલ સેન્ટર

ટીવીની દુનિયામાં આપણે ઘણા સ્ટાર્સને એકથી ચડિયાતી એક અભિનય કરતા જોયા છે. ઘણા શો આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ. તેની સાથે જ તેમાં રહેલ એકટરને પણ જોઈએ છીએ અને ઘણા આપણા મનપસંદ પણ હોય છે. પરંતુ ઘણી વખત ઘણા ઓછા શો હોય છે જે ઘણા વર્ષો સુધી ચાલે છે, તેવામાં તેમાં આવતા સ્ટાર્સ પણ આપણને જોવા મળતાં બંધ થઈ જાય છે. તેમાંથી અનેક એક્ટર એવા છે જે બીજા અન્ય શો માં જોવા મળે છે અને ઘણા એક્ટર્સ એવા હોય છે જે બીજે ક્યાંય જોવા મળતા નથી. તમને ટીવી પર આવતા શો “કુમાર બાજે વાલા” યાદ હશે, જેને ખુબ જ ઓછા સમયમાં રેકોર્ડ તોડ્યો હતો.
ટીઆરપી માં સૌથી આગળ આવ્યા પછી અચાનક આ શો બંધ થઈ ગયો. તે શો નાં એક્ટર મોહિત માલિક એક મુખ્ય પાત્રમાં હતા. ત્યારબાદ મોહિત ક્યાંય જોવા મળ્યા નથી. જાણકારી પ્રમાણે તેમની પત્ની અદિતી શિરવેકર ને હમણાં એક પુત્ર ની જન્મ આપ્યો છે. કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પુત્રનો જન્મ થવાની જાણકારી ચાહકોને આપી છે. તેની સાથે જ તેમને તે આશીર્વાદ માટે ભગવાનને પણ ધન્યવાદ કહ્યું છે. તો મોહિત ની પર્સનલ લાઇફની વાત કરીએ તો ટીવીથી દૂર રહ્યા પછી મોહિત કઈ રીતે કમાણી કરે છે.
મોહિત સિવાય રોનિત રોય, દિવ્યાંકા ત્રિપાઠી, ગૌતમ ગુલાટી થી લઈને એવા ઘણાં સેલેબ્સ છે, જે ખુબ જ ઓછા સમયમાં પ્રશંસા પ્રાપ્ત કરી અને ટીવી ઈન્ડસ્ટ્રિઝમાં પોતાની અલગ ઓળખાણ બનાવી છે. ટીવીમાં કામ કર્યા સિવાય આ બધા સેલિબ્રિટી પોતાના અભિનયની સાથે મોટી કમાણી કરી લેતા હોય છે. પરંતુ તેમનો સાઈડ બિઝનેસ પણ છે, જેનાથી તે લાખો રૂપિયા કમાય છે. મોહિત મૌલિક પણ પોતાની પત્ની સાથે મળી અદિતી શિરવેકર સાથે મળીને ૨ રેસ્ટોરન્ટ ચલાવે છે.
મશહુર અભિનેતા રોનિત રોય એક સિક્યુરિટી ફર્મનાં માલિક છે. રોનિતે અનેક બોલીવુડ ફિલ્મોમાં સારું કામ કર્યું છે.
એક્ટર શાહિર શેખ ભારતની સાથે સાથે ઇન્ડોનેશિયામાં પણ ખુબ જ મશહુર છે. એનું એશિયામાં તેમનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે.
દિવ્યાંકા ત્રિપાઠી પોતાના અભિનયની સાથે સુંદરતા માટે પણ જાણીતી છે. દિવ્યંકા ત્રિપાઠી હોમ ટાઉન ભોપાલમાં એક ડાન્સ એકેડમી ચલાવે છે. દિવ્યંકાની ગણતરી ટીવીની મોટી અભિનેત્રીઓમાં થાય છે.
ગૌતમ ગુલાટી આ નામને કોણ નથી જાણતું. બિગ બોસ-૮ નો ખિતાબ પોતાના નામે કરનાર ગૌતમ ગુલાટી પણ એક બિઝનેસમેન છે. ગૌતમનું દિલ્હીમાં એક મશહુર નાઇટ ક્લબ છે.
એક્ટ્રેસ આશકા ગોરડિયા એક આઉટલેટ ચલાવે છે. જેની સાથે જ અમુક વર્ષ પહેલાં તેણે બ્યુટી રેન્જ પણ લોન્ચ કરી હતી.
કરણ કુન્દ્રા પોતાના પિતાની સાથે બિઝનેસ ચલાવે છે. તે સિવાય તે એક કોલ સેન્ટર ચલાવે છે.
વાહબીજ દોરાબજી પોતાના હોમટાઉન પુનામાં એક બેકરી શોપ ચલાવે છે, જે ખુબ જ મશહુર છે.
પોતાની સુંદરતા માટે મશહુર સંજીદા શેખ પણ એક બ્યુટી પાર્લરની માલિક છે.
અભિનેતા અર્જુન બિજલાની ની મુંબઈમાં એક વાઇન શોપ છે. તેની સાથે તે બોક્સ ક્રિકેટ લીગની એક ટીમનાં કો-ઓનર પણ છે.