તારક મહેતા નાં નટુકાકા નથી પસાર થઇ રહ્યા આર્થિક તંગી માંથી તેમણે જણાવ્યું કે, લોકો આટલી નેગેટિવિટી શા માટે ફેલાવી રહ્યા છે

ઘનશ્યામ નાયક ને લઈને સોશિયલ મીડિયા પર આ સમાચાર ચાલી રહ્યા છે કે, તેમની આર્થિક સ્થિતિ સારી નથી અને તે તંગીથી પસાર થઈ રહ્યા છે.કોરોના મહામારી નાં લીધે મહારાષ્ટ્રમાં ઘણા ટીવી શો નું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. પરંતુ અમુક શો નું શૂટિંગ મહારાષ્ટ્ર થી બહાર ચાલી રહ્યું છે તેવામાં પ્રખ્યાત ટીવી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં નટુ કાકા નો રોલ નિભાવતા ઘનશ્યામ નાયક ને લઈને સોશિયલ મીડિયા પર આ સમાચાર ચાલી રહ્યા છે કે, તેમની આર્થિક સ્થિતિ સારી નથી અને તે આર્થિક તંગી માંથી પસાર થઇ રહ્યા છે.
ત્યાં જ ઘનશ્યામ નાયકે આ સમાચારને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે, ખબર નથી લોકો આ રીતની નેગેટિવિટી કેમ ફેલાવી રહ્યા છે. ઘનશ્યામ એ કહ્યું હતું કે, પોતાની આર્થિક તંગી વાળા સમાચાર સાંભળી તે આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમને કહ્યું કે, ખબર નથી લોકો આ રીતની નેગેટિવિટી કેમ ફેલાવી રહ્યા છે ઘનશ્યામ એ આગળ કહ્યું કે, સીરીયલ નું શૂટિંગ મહારાષ્ટ્ર થી બહાર થઈ રહ્યું છે અને આ સમયે તેમણે કોઈ બ્રેક લીધો નથી. બસ સ્થિતિ એવી બની છે કે સિનિયર કલાકાર મહારાષ્ટ્ર થી બહાર શૂટિંગ નથી કરી શકતા. અને તે તેમના માટે સારું પણ છે.
ઘનશ્યામે આગળ કહ્યું છે કે, મેકર્સ તેમનું સારી રીતે ધ્યાન રાખે છે. તે બેરોજગાર નથી અને ટીમ તેમની સારી સંભાળ પણ લઈ રહી છે. અંતે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને આશા છે કે, તે ટૂંક સમયમાં શૂટિંગમાં પાછા ફરશે, જણાવી દઈએ તો સોશિયલ મીડિયા પર હાલમાં લોકો તેમને નબળા દેખાડવા માટે ટ્રોલ કરી રહ્યા હતા. લોકો કહે છે કે, તે તેમની બીમારી છુપાવી રહ્યા છે એટલું જ નહીં લોકો તેમના કપડા પર પણ વાતો કરતા હતા ત્યારે ઘનશ્યામ એ કહ્યું હતું કે કેટલાક લોકો વરિષ્ઠ અભિનેતાઓ પ્રત્યે સંવેદનશીલ નથી હું તે લોકોને વિનંતી કરું છું કે, નકારાત્મકતા ન ફેલાવે.