તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં જેઠાલાલ અને ટપુ વચ્ચે રીયલ લાઈફ માં થયો ઝઘડો, દિલીપ જોષીએ કર્યું કંઈક આવું

‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા નાં એક્ટરો લોકોના જીવનમાં એવા છવાઈ ગયા છે કે, લાગે છે કે રિયલ લાઈફમાં પણ તે એકબીજા સાથે એવાજ હશે જેવા સ્ક્રીન પર જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં આ કલાકારો વચ્ચે મતભેદ થઈ જ જાય છે. ખબર આવી છે કે, ટપુ એટલે કે રાજ અનદ્ક્ત અને જેઠાલાલ એટલે કે દિલીપ જોષી વચ્ચે કંઈક મોટો ઝઘડો થઈ ગયો છે.
સોશિયલ મીડિયા પર કર્યો અનફોલો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પિતા અને દીકરા એટલે ટપ્પુ અને જેઠાલાલ વચ્ચે ગજબની કેમેસ્ટ્રી જોવા મળે છે. બંનેની કોમિક કેમેસ્ટ્રી નાં કારણે શો નાં દર્શકો તેને સાથે જોવાનું પસંદ કરે છે. પરંતુ હવે ખબર મળી છે કે, જેઠાલાલ ઓન-સ્ક્રીન દીકરા ટપુ થી રિયલ લાઇફમાં ખૂબ જ નારાજ છે. આજ કારણે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટપુ ને અનફોલો કરી દીધા છે.
શા માટે નારાજ છે દિલીપ જોશી
જાણવા મળી મળ્યું છે કે, ટપુ અને જેઠાલાલ ની જોડી ઓન સ્કીન ભલે જબરદસ્ત હોય પરંતુ ઓફ સ્કીન બન્ને વચ્ચે કંઈ બરાબર ચાલી રહ્યું નથી. રિપોર્ટ મુજબ સીનીયર એકટર હોવા છતાં પણ દિલીપ જોશી હંમેશા સમય પર સેટ પર પહોંચે છે. જયારે રાજ ઘણીવાર કહેવા છતાં પણ ખૂબ જ લેટ સેટ પર આવે છે. લાંબા સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો અને દિલીપ જોષીને શૂટિંગ માટે રાજનો ઇન્તજાર કરવો પડે છે. આ કારણે દિલીપ જોશી નારાજ થઈ ગયા છે. અને રાજને ઇન્સ્ટાગ્રામ પર અન ફોલો કર્યો છે.
જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી કે જ્યારે તારક મહેતા ના કલાકારો વચ્ચે તણાવની ખબરો આવી રહી હોય. છેલ્લા દિવસોમાં શો ની મહિલા કલાકારો વચ્ચે પણ મતભેદ ની જાણકારી સામે આવી હતી. ત્યારબાદ સુનૈના ફોજદારે સફાઈ આપી હતી. આ સિવાય દિલીપ જોષી અને શૈલેશ લોઢા વચ્ચે નો વિવાદ પણ ચર્ચામાં રહ્યો હતો. ત્યારબાદ શૈલેષે આ વાતને અફવા જણાવી હતી અને કહ્યું હતું કે અમે બંને ખૂબ જ સારા મિત્રો છીએ.