સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછા નથી જવ, સ્વાસ્થ્યને પહોંચાડે છે અગણિત ફાયદાઓ

જવ એક કેવું અનાજ છે, જેનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો મળે છે. સાથોસાથ તે આપણને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. જવ ઘઉંની એક જાતનું અનાજ છે પરંતુ તે ઘઉંની અપેક્ષામાં હળવું અને મોટું અનાજ છે. જવ માં લેક્ટિક એસિડ, સૈલિસિલિક એસિડ, ફોસ્ફરિક એસિડ, પોટેશિયમ અને કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે.
સ્થૂળતા ખતમ કરે
હાલનાં સમયમાં ઘણા બધા લોકો સ્થૂળતાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જવ નાં સતું અને ત્રિફળાનાં ઉકાળામાં મધ ઉમેરીને પીવાથી સ્થૂળતાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તે સિવાય જે વ્યક્તિ કમજોર હોય છે, તેણે જવ અને દૂધની સાથે ખીર બનાવીને તેનું સેવન કરવું જોઈએ.
ડાયાબિટીસને નિયંત્રિત કરે
ડાયાબિટીસને જો ધીમુ મૃત્યુ કહેવામાં આવે તો બિલકુલ ખોટું નથી. આ બીમારી લોકોની લાઈફ સ્ટાઈલ પર નિર્ભર કરે છે. તેના માટે કોઈ એલોપથી દવા પણ કામ કરતી નથી, એટલા માટે આ બિમારીમાંથી છૂટકારો મેળવવા માટે તમારી હેલ્ધી ડાયટ હોવી જરૂરી છે. ડાયાબિટીસનાં દર્દીઓ જવનાં લોટની રોટલી બનાવીને તેનું સેવન કરી શકે છે. ઘઉંના લોટમાં ચણાનો લોટ ઉમેરીને પણ ખાઈ શકાય છે.
પથરીમાં આરામ
ખરાબ અને દૂષિત ખાણીપીણીને કારણે મોટાભાગના લોકો પથરીની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. આ બીમારીથી પીડિત લોકોએ ઘઉંને પાણીમાં ઉકાળવા તેને ઠંડુ કર્યા બાદ દરરોજ એક ગ્લાસ સેવન કરવું. આવું નિયમિત કરવાથી પેટમાંથી પથરી ઓગળી જાય છે.
કિડની માટે ફાયદાકારક
જવને કિડની માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જવનું સેવન કરવાથી કિડની સંબંધી તમામ પ્રકારની પરેશાની દૂર થાય છે. કિડનીની સમસ્યા થવા પર વ્યક્તિને ઘણી વખત ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. જો તમે પોતાને કિડનીને સ્વસ્થ રાખવા માંગો છો અને કિડની સાથે જોડાયેલી બીમારીઓથી દૂર રહેવા માંગો છો તો આજથી જ જવનું સેવન શરૂ કરી દો.
વિટામીનથી ભરપૂર
જેમ કે અમે તમને જણાવ્યું કે સ્વાસ્થ્ય માટે જ ખૂબ જ લાભકારી હોય છે. જવમાં વિટામીન્સ ની પ્રચુર માત્રા હોય છે. તેમાં મળી આવતા બી-કોમ્પલેક્સ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સેલેનિયમ, ઝીંક, કોપર, પ્રોટીન, એમિનો એસિડ, ડાયટ્રી ફાઇબર અને ઘણા પ્રકારના અન્ય એન્ટી-ઓક્સીડેન્ટ્સ શરીરને સ્વસ્થ જાળવી રાખવામાં મદદ કરે છે.