સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે ચણા, તેને ખાવાથી થાય છે આ ફાયદા

ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેને ખાવાથી અગણિત લાભ સ્વાસ્થ્યને થાય છે. તેની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર ફોલેટ અને ઘણા પ્રકારનાં પોષક તત્વો હોય છે જે શરીર માટે ઉત્તમ ગણવામાં આવે છે. તેથી તમારી ડાયટમાં જરૂર સામેલ કરવા ચણા.
ચણા ખાવાથી થતા ફાયદાઓ
હોર્મોન્સ નાં સ્તર ને નિયંત્રિત રાખે છે
ચણા ખાવાથી હોર્મોન બરાબર બની રહે છે. અને તેનું સ્તર નિયંત્રણમાં રહે છે. હોર્મોન્સ સાથે જોડાયેલી સમસ્યા ચણા ખાવાથી દૂર થાય છે. ચણા માં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે જે હોર્મોન માટે ઉત્તમ ગણવામાં આવે છે. મહિલાઓ નાં હોર્મોન સમય-સમય પર બદલાતા રહે છે. તેથી તેને ચણાનું સેવન જરૂર કરવું જોઈએ.
વજનને કરે છે ઓછું
ચણા ખાવાથી વજન ઓછું થાય છે. વધારે વજન વાળા લોકો એ ચણા રોજ ખાવા જોઈએ. ચણા ખાવાથી ભૂખ ઓછી લાગે છે. શરીરને પોષક તત્વો મળી રહે છે. એટલું જ નહીં તેની અંદર કેલેરીની માત્રા ઓછી હોય છે. એવામાં તેને ખાવાથી વજન વધતું નથી.
પેટ રહે છે તંદુરસ્ત
પેટ માટે ચણા ઉત્તમ ગણવામાં આવે છે. તેને ખાવાથી પેટ સાથે જોડાયેલ રોગોથી રક્ષણ મળે છે. અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જોકે ચણામાં ફાઇબર ની ભરપૂર માત્રામાં હોય છે જે કબજિયાત ની સમસ્યાને દૂર કરે છે. આ ઉપરાંત અપચા ની સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે તે મદદરૂપ સાબિત થાય છે.
ઇમ્યુનિટી કરે છે બુસ્ટ
ચણા ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે સહાયક ગણવામાં આવે છે. તેને ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહે છે અને રોગોથી રક્ષણ મળે છે. ચણા ની અંદર ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો હોય છે જે પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરી સંક્રમણને દૂર રાખે છે.
કમજોરી કરે દૂર
કમજોરી દૂર કરવા માટે ચણા લાભદાયી ગણવામાં આવે છે. ચણાને ખાવાથી કમજોરી દૂર થાય છે અને થાકની સમસ્યાથી મુક્તિ મળે છે. તેથી જે લોકો ને કમજોરી ની ફરિયાદ રહેતી હોય તે લોકોએ ઓછામાં ઓછો એક બાઉલ ચણા ખાવાથી એક અઠવાડિયામાં શરીરમાં ઉર્જા આવી જાય છે અને કમજોરી દૂર થાય છે.
લોહીની કમી કરે છે પૂરી
જે લોકોનાં શરીરમાં લોહીની કમી રહે છે તેવા લોકોએ ગોળની સાથે ચણા નું સેવન કરવું જોઈએ ગોળ સાથે ચણા ખાવાથી લોહીની કમી પૂરી થાય છે.
હાડકાઓ કરે છે મજબૂત
જે લોકોના હાડકાઓ કમજોર હોય છે તે લોકો એ ચણા ખાવા જોઈએ. ચણા ખાવાથી હાડકા નાં સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડે છે અને હાડકા મજબૂત બને છે.
શુગર નાં દર્દીઓ માટે ઉત્તમ
શુગર નાં દર્દીઓ ને ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોને શુગર ની પ્રોબ્લેમ હોય તેને અઠવાડિયામાં ત્રણ વાર ચણાનું સેવન કરવું જોઈએ.
ચણા ખાવા થી થતા નુકસાનો
- ચણાની તાસીર ગરમ હોય છે તેથી ગરમીની સિઝનમાં તેનું વધારે સેવન ન કરવું.
- વધારે માત્રામાં તેને ખાવાથી પેટમાં ગરમીની પરેશાની થઇ શકે છે.
- ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું.