સુસ્મિતા સેન નાં પ્રેમમાં ખરાબ કરી હતી આ ડાયરેક્ટરે પોતાની લાઈફ, કહ્યું કે મેં મારી પત્ની અને દિકરીઓ ને

સુસ્મિતા સેન નાં પ્રેમમાં ખરાબ કરી હતી આ ડાયરેક્ટરે પોતાની લાઈફ, કહ્યું કે મેં મારી પત્ની અને દિકરીઓ ને

દરેક પ્રેમ કહાની સફળ નથી થતી અનેક પ્રેમ કહાની અધૂરી રહી જાય છે. અને તેમાં કોઈને કોઈ ને દુઃખ સહન કરવું પડે છે. વાત ફિલ્મી દુનિયાની કરીએ તો કલાકારો એકબીજાના પ્રેમમાં પડે છે તે સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક અમુક સંબંધો માં લોકોને પાછળથી એહસાસ થાય છે કે, તે સંબંધમાં કંઈ ખોટું કરી બેઠા. બોલિવૂડ નિર્દેશક વિક્રમ ભટ્ટની સાથે પણ એવું થયું હતું. જ્યારે તેમને અભિનેત્રી સુસ્મિતા સેન સાથે અફેર ચાલુ હતું.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન કારકિર્દી નાં શરૂઆતના દિવસોમાં એક બીજાની નજીક આવ્યા હતા. તે સમયે સુસ્મિતા સેન ની ઉંમર ૨૧ થી ૩૧ વર્ષની હતી. અને વિક્રમ ભટ્ટ પરિણીત હતા. લગ્ન પછી વિક્રમ ભટ્ટ નું સુસ્મિતા સેન સાથે અફેર થયું હતું. અને તેમને ત્યાર બાદ ખબર પડી હતી કે તે ખોટા છે. અને તેમને પાછળથી પસ્તાવો થયો હતો.

વર્ષ ૧૯૯૬ માં ફિલ્મ દસ્તક નાં સેટ પર સુસ્મિતા અને વિક્રમ નાં પ્રેમ પ્રસંગની શરૂઆત થઈ હતી. સુસ્મિતા ના પ્રેમમાં વિક્રમ એ રીતે કેદ થયા હતા કે, તેમને પોતાની પત્ની અને પોતાના પુત્ર થી દુર થવા લાગ્યા હતા. પરંતુ આગળ જઈને તેમને તેની ભૂલનો પસ્તાવો થયો હતો.

વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે, મને દુઃખ છે કે મેં મારી પત્ની અને બાળકો ને દુઃખ પહોંચાડ્યું અને તેમને મૂકી દીધા. મેં તેમને દુઃખ આપ્યું છે. મારું માનવું છે કે, જ્યારે તમારામાં હિંમત નથી હોતી ત્યારે તમે ચાલાક થઈ જાવ છો. મારામાં હિંમત નથી કે હું અદિતી ને કહી શકુ કે હું શું ફીલ કરી રહ્યો છું. અને આ બધું એકસાથે થઈ ગયુ. બધું ગડબડ થઈ ગયું તે સમયે હું કમજોર પડી ગયો હતો તેનું મને ખૂબ જ દુઃખ છે. જો હું કમજોર પડ્યો ન હોત તો કદાચ આજે વાત કંઇક અલગ હોત.

પત્ની પુત્રીને છોડવા પર સુસ્મિતા સેન નાં અફેર વચ્ચે વિક્રમ ભટ્ટ ખૂબ જ તણાવમાં આવી ગયા હતા. અને તે પોતાનો જીવ લેવા માટે મજબૂર થઈ ગયા હતા. આ વાત કરતા તેમણે કહ્યું હતું કે, તેમણે પોતાનું જીવન ટુકવા નો   પ્રયત્નો કર્યા હતા. સુસ્મિતા ના લીધે નહીં પરંતુ મેં પોતાની જીવન જાતે જ ખરાબ કર્યું.

મીડિયાથી વાત કરતાં વિક્રમે આગળ કહ્યું હતું કે, મેં મારી પત્ની સાથે છૂટાછેડા લઇ લીધા. મારી ફિલ્મ ‘ગુલામ’ રિલીઝ થવાની હતી. પરંતુ માત્ર સુસ્મિતા  ના બોયફ્રેન્ડ બની રહી ગયો. હું ડિપ્રેશનમાં હતો. હું મારી પુત્રીઓ ને ખૂબ જ યાદ કરી રહ્યો છું. મેં મારા જીવનમાં બધું જ ખરાબ કરી દીધું. મને નથી લાગતું કે, કોઈ એક સંબંધ મારા જીવનને બરબાદ કરશે. એટલું જ નહીં આ બરબાદી પાછળનું કારણ હું જાતે જ છું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *