સની દેઓલ અને આમિર ખાન વચ્ચે ૩૧ વર્ષોથી વાતચીત બંધ છે, જાણો વર્ષો જૂની દુશ્મની નું કારણ

સની દેઓલ અને આમિર ખાન બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી નાં દિગ્ગજ અભિનેતા છે. ઘણી વખત આ બન્ને અભિનેતા વચ્ચે સિનેમા ઘર માં કડક સ્પર્ધા પણ થઇ છે અને બંને વિજેતા રહ્યા છે. તમે આ બંને સ્ટાર્સ ને ક્યારેય એકબીજા સાથે વાતચીત કરતા નહીં જોયા હોય. જોશો પણ કઈ રીતે કારણ કે તે બંને છેલ્લા ૩૧ વર્ષથી એકબીજા સાથે વાતચીત કરતા નથી. વર્ષ ૧૯૯૧માં બૉલીવુડ અભિનેતા આમિર ખાન અને સનીદેઓલ વચ્ચે બોલાચાલી થઇ હતી અને પરિણામ એ આવ્યુ કે આમિર ખાન અને સની દેઓલ વચ્ચે ક્યારેય પણ દુર ના થાય તેવી દુશ્મની થઈ ગઈ. ૨૨ જુન ૧૯૯૦ માં પડદા પર આમિર ખાનની ફિલ્મ ‘દિલ’ રિલીઝ થઈ હતી. તો બીજી બાજુ સનીદેઓલ ની ફિલ્મ ‘ઘાયલ’ આવી હતી. ફિલ્મ રિલીઝ થયા પહેલા આમિર ખાને સની દેઓલને કહેવડાવ્યું હતું .કે તે ઘાયલ ની રિલીઝ ડેટ બદલે પરંતુ સનીદેઓલ માન્યા નહીં.
જ્યાં અમીરખાન ની દિલ સુપર હિટ સાબિત થઈ અને સનીદેવલ ની ઘાયલે પણ ખૂબ જ ધમાલ મચાવી. ઘાયલ એ પૂરી રીતે સનીદેઓંલ ના ખભા પર ટકી હતી. ત્યાં જ દિલ માટે તેની મજબૂતી નું માધુરી દીક્ષિત અને ફિલ્મ નાં ગીતો હતા. એ દરમિયાન આમિર ખાન અને સનીદેઓલ બંને ને ફિલ્મફેર તરફથી બેસ્ટ અભિનેતા નાં એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા.
દિલ હિટ સાબિત થઈ તેની પર આમિર ખાન ને પૂરી આશા હતી કે આ એવોર્ડ તે જીતશે પરંતુ એવું થયું નહીં અને તે એવોર્ડ સની દેઓલને મળ્યો. આ વાતથી આમીરખાન ખૂબ જ ગુસ્સે થયા હતા અને આમિર ખાને તે દિવસ પછી ક્યારેય પણ કોઈ પણ એવોર્ડ ફંકશનમાં ના આવવાના સોગંદ પણ લીધા. એટલું જ નહીં આમિર ખાને ફિલ્મ ફેર એવોર્ડ પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો. પરંતુ તે વર્ષે ઘાયલ માટે સનીદેઓલ ને નેશનલ એવોર્ડ પણ મળ્યો.
આશ્ચર્યની વાત એ રહી કે વર્ષ ૧૯૯૦ પછી લગભગ ૨૦ વખત ફિલ્મફેર માટે તે નોમિનેટ થયા છે. પરંતુ પોતાના સોગંદ ના લીધે આમિર ખાન તે સમય પછી ક્યારેય પણ એવોર્ડ ફંકશનમાં આવ્યા નથી. એક એવોર્ડ ના લીધે બંને વચ્ચે એવી દરાર આવી હતી કે આજે પણ બંનેના સંબંધો ખરાબ છે.
જણાવી દઈએ કે, આમિર ખાન અને સનીદેઓલ નો ફિલ્મ માં ઝઘડો એક વખત નહીં પરંતુ ઘણી વખત થયો છે. દિલ અને ઘાયલ પછી ૧૯૯૬માં બંને એક વખત ફરી આમનેસામને આવ્યા હતા. સની દેઓલની ફિલ્મ ઘાતક અને આમિર ખાનની રાજા હિન્દુસ્તાની ની ટક્કર પણ જોવા લાયક હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૧માં સનીદેઓલ ની ગદર અને આમિર ખાનની લગાન જેવી મોટી ફિલ્મો સાથે ફરીથી ટક્કરમાં હતી. જ્યાં લગાન ની ખુબ જ પ્રશંસા થઇ તો ગદરે પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તમને જણાવી દઈએ કે, સનીદેઓલ અને આમિર ખાન ફિલ્મ ડર માં પણ સાથે કામ કરવાના હતા. પરંતુ ત્યાર બાદ આમિર ખાને તે ફિલ્મોમાં કામ કરવા માટે નાં પાડી.