ચાણક્ય નીતિ : સુખી લગ્નજીવન માટેનું બસ એક જ રહસ્ય છે, પત્નીએ દરરોજ સવારે પતિ સાથે કરવા જોઈએ આ ૪ કામ

આચાર્ય ચાણક્યને એક લોકપ્રીય શિક્ષક, તત્વજ્ઞાની, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારનાં રૂપમાં ઓળખવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રનાં મહાન વિદ્વાન હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ તેઓ એક સાધારણ ઝૂંપડીમાં રહેવાનું પસંદ કરતા હતા. સાથોસાથ તેઓ ખૂબ જ સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતા હતા.
ચાણક્ય પોતાના જીવનમાં મળેલા અમુક અનુભવોને એક પુસ્તક ચાણક્ય નીતિમાં જગ્યા આપી છે. આચાર્ય ચાણક્યની નીતિ ગ્રંથમાં મનુષ્ય માટે ઘણી નીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો મનુષ્ય પોતાના જીવનમાં આ નીતિઓનું અનુસરણ કરે છે, તો તેનું જીવન સુખમય બની જાય છે.
પતિ-પત્નીનો સંબંધ ૭ જન્મોનો સંબંધ હોય છે. આસપાસ રહેલ એનર્જી પણ આ વાતમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે કે પતિ-પત્નીના સંબંધો સારા રહેશે કે ખરાબ. તેવામાં પતિ-પત્ની માટે ખૂબ જ જરૂરી બની જાય છે કે તેમણે પોતાની આસપાસ સકારાત્મક ઉર્જા રાખવી જોઈએ અને નકારાત્મક ઉર્જાને દૂર કરી દેવી જોઈએ.
કોઈપણ દિવસને સફળ બનાવવા તે બાબત માટે ખૂબ જ રાખે છે કે તમે દિવસની શરૂઆત કઈ રીતે કરો છો. ચાણક્યએ અમુક ખાસ કામોનો ઉલ્લેખ કર્યો છે, જેને એક મહિલાએ સવારે ઉઠી ગયા બાદ પોતાના પતિ સાથે કરવા જોઇએ, જેનાથી તેમના સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે. તો ચાલો તે કાર્યો વિશે જાણીએ.
યોગા
વળી સામાન્ય રીતે સવારે યોગા તો દરેક વ્યક્તિએ કરવા જોઈએ. પરંતુ જો પતિ-પત્ની સાથે મળીને સવારે યોગા કરે છે તો તેનાથી ફક્ત બંને સ્વસ્થ નહીં રહે પરંતુ બંનેનું મગજ પણ શાંત રહેશે. યોગા કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે, જેનાથી દંપતી વચ્ચે લડાઈ ઝઘડા થવાના ચાન્સીસ ખુબ જ ઓછા થઈ જાય છે. યોગાને કારણે બંનેનો દિવસ પણ ખૂબ જ સારો પસાર થાય છે.
પ્રેમ
જો પતિ-પત્ની પ્રેમની સાથે પોતાના દિવસની શરૂઆત કરે છે, તો તેનો સમગ્ર દિવસ ખૂબ જ સારો પસાર થાય છે. પ્રેમથી દિવસની શરૂઆત કરવાથી મૂડ ફ્રેશ રહે છે અને તમે આખો દિવસ જોશ અને ઉત્સાહ થી ભરેલા રહો છો. આવું થવાથી તમે કોઈ પણ કાર્યને ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી શકો છો. સવારે એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાથી પરસ્પર વિશ્વાસ પણ જળવાઇ રહે છે. તેવામાં પતિ-પત્નીએ સવારે ઊઠીને એકબીજાને પ્રેમ જરૂરથી કરવો જોઈએ.
પૂજા પાઠ
જો પતિ-પત્ની સવારે પૂજા પાઠ કરીને એક સાથે ભગવાનનાં આશીર્વાદ લે છે, તો તેમનો દિવસ ખૂબ જ સારો અને શાંતિપૂર્વક પસાર થાય છે. તેનાથી તમારા શરીરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ પણ થાય છે. એટલા માટે પતિ-પત્નીએ એક સાથે પૂજા કરીને ભગવાનનાં સવારે આશીર્વાદ લેવા જોઈએ.
તુલસીમાં જળ
સવારે સ્નાન કર્યા બાદ પૂજા પાઠ કરવા ખૂબ જ સારા માનવામાં આવે છે, પરંતુ જો સવારનાં સમયે પતિ-પત્ની બંને સ્નાન કર્યા બાદ એક સાથે તુલસી માતાને જળ અર્પિત કરે છે, તો બંનેની જોડી જીવનભર સલામત રહે છે. સારી જોડી જોઈને આસપાસના લોકો પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમની જોડી પણ તમારા જેવી જ રહે. આવા લોકોને વૈવાહિક જીવનમાં ક્યારેય પણ પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી.